આ ડ્રિંક્સ તમને આકરા તાપ અને ડિહાઇડ્રેશનથી બચાવે છે, નોંધી લો રેસિપી અને સવારે સૌથી પહેલા બનાવીને પીવો

Watermelon Juice With Sabja Seeds : આ આકરા તડકામાં ડિહાઇડ્રેશન અને ગરમીથી પોતાને બચાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં તમે આ પીણું પી શકો છો જે પેટને ઠંડુ કરી શકે છે અને તમને ઘણી બીમારીઓથી બચાવી શકે છે

Written by Ashish Goyal
Updated : June 16, 2024 23:33 IST
આ ડ્રિંક્સ તમને આકરા તાપ અને ડિહાઇડ્રેશનથી બચાવે છે, નોંધી લો રેસિપી અને સવારે સૌથી પહેલા બનાવીને પીવો
સવારે ખાલી પેટ તરબૂચનું સબ્જા ડ્રિંક્સ પીવાથી ઘણા ફાયદા થાય છે

Morning Mantra : આ આકરા તડકામાં ડિહાઇડ્રેશન અને ગરમીથી પોતાને બચાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં તમે આ પીણું પી શકો છો જે પેટને ઠંડુ કરી શકે છે અને તમને ઘણી બીમારીઓથી બચાવી શકે છે. આ ઋતુમાં અપચોની સમસ્યા રહેતી હોવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા પણ પરેશાન કરતી રહે છે. આવી સ્થિતિમાં આ પીણું પીવું પેટ માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. તે બનાવવું બહુ મુશ્કેલ નથી, બસ કેટલીક વસ્તુઓને મિક્સ કરીને તમે આ ડ્રિંક તૈયાર કરી શકો છો. તો ચાલો પહેલા જાણીએ કે આ પીણું બનાવવાની રીત અને પછી સવારે ખાલી પેટ તેને પીવાથી થતા ફાયદા જાણો.

સવારે ખાલી પેટ તરબૂચનું સબ્જા ડ્રિંક્સ પીવો

સામગ્રી

  • પુદીના
  • સબ્જા
  • ગુલાબની પાંખડીઓ
  • તરબૂચ
  • ઠંડુ દૂધ
  • મધ

કેવી રીતે બનાવાય આ પીણું

  • સૌથી પહેલા ફુદીનાના કેટલાક પાન લો અને તેને ધોઇને રાખી લો.
  • હવે તેમાં તરબૂચ અને ગુલાબની પાંખડીઓ નાખીને ઠંડુ દૂધ ઉમેરી મિક્સરમાં બધું હલાવી લો.
  • આ પછી આ પીણામાં થોડું મધ અને સબ્જાના બીજ ઉમેરો.
  • હવે ગ્લાસમાં થોડો બરફ નાખી દો અને પછી આ ડ્રિંકને એડ કરીને સર્વ કરો.

આ પણ વાંચો – Chia Seeds : ખાલી પેટ ચિયા સીડ્સનું સેવન શા માટે કરવું જોઈએ?

સવારે ખાલી પેટ આ ડ્રિંક પીવાના ફાયદા

  • સૌથી પહેલા તેમાં ગુલાબ હોય છે જે પેટને ઠંડક આપે છે. તે પેટના પીએચ સ્તરને સંતુલિત કરે છે.
  • બીજું તેમાં તરબૂચ હોય છે જે શરીરમાં પાણીની માત્રા વધારે છે અને ડિહાઇડ્રેશનને અટકાવે છે.
  • આ સિવાય મધ અને ફુદીના છે જે પેટને ઠંડુ કરવામાં, એસિડિટી અને કબજિયાતથી બચાવવામાં મદદરૂપ થાય છે. આ બંને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે.
  • આ પીણામાં સબ્જાના બીજ શામેલ છે જે પેટ માટે ફાઇબર જેવું છે અને પાચનને યોગ્ય રાખવામાં મદદ કરે છે.
  • છેલ્લે તેમાં ઠંડુ દૂધ હોય છે જે એસિડિટી અને ગેસની સમસ્યા ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.

આ રીતે તમે આ ગરમીની ઋતુમાં વહેલી સવારે આ પીણું પી શકો છો. તે ઉર્જાની સાથે સાથે શરીરને ઉબકા અને ઉલ્ટીની સમસ્યાથી પણ બચાવે છે. આ ઉપરાંત આ ઋતુમાં કબજિયાત અને પેટની તમામ સમસ્યાઓને રોકવામાં પણ મદદ કરે છે. આ રીતે આ ઋતુમાં આ પીણું પીવાથી ખૂબ લાભ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ