વેટ લોસ માટે ચિયા સીડ્સ કેટલુ અસરકારક છે? હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણો તેના ફાયદા અને નુકસાન

Chia Seeds Benefits For Weight Loss And Weight Control : ચિયા સીડ્સમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે ભૂખને શાંત કરે છે અને આમ શરીરનું વેટ કન્ટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. એક વાત ધ્યાનમાં રાખો કે, ચિયા સીડ્સના સેવનથી ચરબી બર્ન થતી નથી.

Written by Ajay Saroya
March 18, 2024 18:35 IST
વેટ લોસ માટે ચિયા સીડ્સ કેટલુ અસરકારક છે? હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણો તેના ફાયદા અને નુકસાન
ચિયા સીડ્સના સેવનથી વેટ કન્ટ્રોલમાં જાદુઈ અસર થાય છે. (Photo - freepik)

Chia Seeds Benefits For Weight Loss And Weight Control : ખરાબ ડાયટ અને લાઈફસ્ટાઇલ વજન વધવાના મુખ્ય કારણ છે. ખરાબ જીવનશૈલીનો અર્થ એ છે કે સૂવા અને જાગવાનો સમય યોગ્ય ન હોવો, શરીરિક એક્ટિવિટીનો અભાવ, કલાકો સુધી એક જ જગ્યાએ બેસવું અને ચિંતા કરવી એ વજન વધવાનું સૌથી મોટું કારણ છે. વજન વધવાથી પર્સનાલિસિટી તો બગડે જ છે સાથે જ શરીરમાં અનેક બીમારીઓ પણ ઉભી થાય છે. વધતા વજનને કંટ્રોલ કરવા માટે લોકો ઘણા પ્રકારની યુક્તિઓ અજમાવે છે, કલાકો સુધી જીમમાં વર્કઆઉટ કરે છે, છતાં તેમને મનપસંદ બોડી શેપ મળતો નથી.

તમે જાણો છો કે આ નાના દેખાતા કાળા બીજ વધતા વજનને નિયંત્રિત કરવામાં જાદુઈ અસરો ધરાવે છે. કાળા બીજ એટલે કે ચિયા સીડ્સનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. ચિયા સીડ્સના સેવનથી વેટ કન્ટ્રોલમાં જાદુઈ અસર થાય છે.

running vs cycling | jogging benefits | running benefits | cycling benefits | exercise health benefits | exercise tips | weight loss tips | exercise for weight loss
નિયમિત દોડવાથી કે સાયકલ ચલાવવાથી વેટ લોસમાં મદદ મળે છે અને હેલ્થ સારી રહે છે. (Photo – Freepik)

ગુડગાંવની આર્ટેમિસ હોસ્પિટલના ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ ડૉ. શબાના પરવીન કહે છે કે આ સીડ્સમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે ભૂખને શાંત કરે છે. આ સીડ્સનું સેવન કરવાથી ભોજન કરવાની લાલસા અંકુશમાં રહે છે. તેનું સેવન કરવાથી શરીરમાં કેલરીનું પ્રમાણ ઓછું થઇ જાય છે, જે વેટ કંટ્રોલ કરવામાં જરૂરી છે. આ નાના સીડ્સ પાણીને શોષી લે છે અને પેટમાં ફેલાય છે.

ઓમેગા -3 ફેટી એસિડ્સથી સમૃદ્ધ, આ સીડ્સ પેટમાં ચયાપચયની ક્રિયાને વેગ આપે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. ચાલો હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણીએ કે ચિયા સીડ્સનું સેવન કરવાથી વજન કેવી રીતે કંટ્રોલ થાય છે અને શરીરને શું ફાયદા થાય છે.

ચિયા સીડ્સ નું સેવન વેટ કન્ટ્રોલમાં કેવી રીતે મદદ રીતે કરે છે?

ચિયા સીડ્સનું સેવન કરવાથી શરીરનું વજન નિયંત્રણમાં રહે છે તે વાત સાબિત કરવા સંશોધનકારોએ ઘણા સંશોધનો કર્યા છે. એનલ્સ ઓફ ઇન્ટરનલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત 2015 ના એક અભ્યાસ અનુસાર, દરરોજ 30 ગ્રામ ફાઇબરનું સેવન કરવાથી વજન ઓછું થઈ શકે છે. થાણે સ્થિત ક્લિનિકલ ડાયેટિશિયન અને ડાયાબિટીસના શિક્ષક પૂજા શાહ ભાવે સમજાવે છે કે ચિયા સીડ્સ ફાઇબરનો ઉત્તમ સ્રોત છે. બે ચમચીમાં લગભગ 10 ગ્રામ ફાઇબર હોય છે. ફાઇબરનું સેવન લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને વજનને પણ નિયંત્રિત કરે છે.

સંશોધન અને હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે જાણો

જર્નલ ઓફ ન્યુટ્રિશન રિસર્ચમાં 2009માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાયું હતું કે સંતુલિત આહારની સાથે ચિયા સીડ્સનું સેવન કરનારા વધુ વજનવાળા પુખ્ત વયના લોકોમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. એપોલો હોસ્પિટલ્સના ચીફ ન્યૂટ્રિશનિસ્ટ ડૉ. પ્રિયંકા રોહતગી જણાવે છે કે ચિયા સીડ્સ એક પૌષ્ટિક આહાર છે, પરંતુ વજન ઘટાડવા માટે તે કોઈ જાદુઈ દવા નથી. હેલ્થ એક્સપર્ટ્સે જણાવ્યું હતું કે, વજન ઘટાડવા માટે તંદુરસ્ત આહાર, નિયમિત કસરત અને પૂરતી ઊંઘ જરૂરી છે.

આ પણ વાંચો | પેટની ગેસ અને એસિડિટીથી પરેશાન છો; રસોડામાં રહેલા આ 5 મસાલાનું સેવન કરો, Stomach Heatથી મળશે મુક્તિ

ડો.રોહતગીના જણાવ્યા અનુસાર ચિયાસીડ્સ ફાઇબર અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે જેમાં કેલરી પણ હોય છે. બે ચમચીમાં 138 કેલરી હોય છે જે વજન વધારી શકે છે. ચિયા સીડ્સના સેવનથી ચરબી બર્ન થતી નથી. ચિયા સીડ્સના વધુ પડતા સેવનથી ફાયદા કરતાં નુકસાન વધુ થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ