weight loss food makhana : વજન ઓછું કરવું એ ઘણીવાર લોકો માટે એક પડકાર બની જાય છે. સ્થૂળતા જેટલી ઝડપથી વધે છે, તેટલી જ તેને ઓછી કરવી મુશ્કેલ બને છે. આ ઉપરાંત વ્યસ્ત જીવન અને બિનઆરોગ્યપ્રદ આહાર બહારનું વજન ઉતારવાની યોજનાને સંપૂર્ણપણે બગાડે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો ખોરાક છોડવાનું શરૂ કરે છે. જોકે હેલ્થ એક્સપર્ટ ઝડપથી વજન ઘટાડવા માટે ખોરાક ન છોડવાની ભલામણ કરે છે, પરંતુ ડાયેટમાં કેટલીક ખાસ વસ્તુઓનો સમાવેશ કરવાની સલાહ આપે છે. આ આર્ટિકલમાં અમે તમને એક એવી જ ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ખાસ વસ્તુને ડાયેટમાં યોગ્ય રીતે સામેલ કરવાથી તમે મોટા પેટની ઝડપથી છુટકારો મેળવી શકો છો એટલું જ નહીં તેનાથી હેલ્થને ઘણા વધારે ફાયદા પણ થાય છે. આવો જાણીએ તેના વિશે.
એક મહિનાની અંદર મોટા પેટને અંદર કરી શકે છે આ ખાસ વસ્તુ
જણાવી દઈએ કે અમે અહીં ફોક્સ નટ્સ એટલે કે મખાનાની વાત કરી રહ્યા છીએ. બહુ ઓછા લોકો જાણે છે કે સદીઓથી નાસ્તાના ખોરાક તરીકે ખાવામાં આવતી મખાના અસંખ્ય રીતે તમારા સ્વાસ્થ્યને લાભ આપે છે. તેમજ તેની મદદથી વજન પણ ઝડપથી ઘટાડી શકાય છે.
મખાનામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર હોય છે, જે વેઇટ લોસ જર્નીમાં કમાલની અસર દર્શાવે છે. એક તરફ તે તેમાં રહેલું પ્રોટીન ફૂડની ક્રેવિંગને ઓછી કરવામાં મદદ કરે છે, તો બીજી તરફ ફાઇબર તમને ઝડપથી ભૂખ લાગવા દેતું નથી. તમને જણાવી દઇએ કે ફાઇબર યુક્ત ખોરાક પચવામાં વધુ સમય લાગે છે, તેથી નાસ્તામાં મખાના ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને આ રીતે તે તમને મોટાપા સામે લડવામાં મદદ કરે છે.
આ પણ વાંચો – ઉનાળો હોય કે શિયાળો – ગરમી હોય કે ઠંડી, દિવસમાં કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ? હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે જાણો
કેવી રીતે સેવન કરવું?
-જો તમે વજન ઘટાડવા માટે મખાનાનું સેવન કરી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે તમે તેને ડીપ ફ્રાય કર્યા વિના સીધા જ ખાઓ. જોકે થોડું ક્રિસ્પી બનાવવા માટે તમે મખાનાને ડ્રાઇ રોસ્ટ કરી શકો છો.
-આ ઉપરાંત મખાનામાંથી હેલ્ધી નાસ્તો પણ તૈયાર કરી શકો છો. આ માટે એક કઢાઇ ગરમ કરો અને તેમાં લગભગ દોઢ ચમચી ઘી ઉમેરો. ઘી ગરમ થયા બાદ તેમાં જીરૂ નાખીને શેકી લો. આ પછી કઢાઇમાં 2 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી, તેમાં 2-3 તાજા કરી પત્તા ઉમેરો, તેમાં અડધી મુઠ્ઠી મગફળીના દાણા ઉમેરો અને બધી વસ્તુઓને સમયાંતરે હલાવતા રહો. થોડું શેકી લીધા પછી કઢાઇમાં અડધી મુઠ્ઠી ચણાની દાળ, ઝીણા સમારેલા ગોલા (સૂકું નાળિયેર) અને કેટલાક કાજુ ઉમેરો. બધી વસ્તુઓ સારી રીતે તળી લીધા પછી, તેમાં એક બાઉલ મખાના ઉમેરો. મખાના ક્રિસ્પી થઈ જાય પછી ગેસ બંધ કરી દો. આ રીતે સ્વાદમાં લાજવાબ મખાના ચેવડો તૈયાર થઇ જશે. તમે તેને નાસ્તા તરીકે ખાઈ શકો છો. મખાના ચેવડો તમને ઝડપથી ચરબી ઘટાડવામાં મદદ કરશે.
બીજા પણ ઘણા ફાયદા છે
વજન ઘટાડવા ઉપરાંત મખાના ખાવાથી સ્વાસ્થ્યને થતા ફાયદાની યાદી પણ લાંબી છે.
-મખાના ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળી શકે છે. તેનું નિયમિત સેવન કરવાથી પેટ સરળતાથી સાફ થઈ જાય છે.
-આ નાના ડ્રાયફ્રૂટમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ સારી માત્રામાં હોય છે, તેથી તે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.
-મખાનામાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જેના કારણે તે હાડકાં અને દાંત માટે પણ ખૂબ જ સારું છે.
-તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો છે, તેથી ઘણા આરોગ્ય નિષ્ણાતો અને ન્યુટ્રિશનિસ્ટ પણ ડાયાબિટીસના દર્દીઓને મખાના ખાવાની સલાહ આપે છે.
-આ બધા સિવાય દૂધમાં ભેળવીને મખાના પીવાથી એનીમિયાની સમસ્યા દૂર થઈ શકે છે. આવી સ્થિતિમાં જેમને શરીરમાં લોહીની કમીની સમસ્યા હોય તેમણે દૂધમાં ભેળવીને મખાના અવશ્ય ખાવા જોઈએ.
ડિસ્ક્લેમર: આર્ટિકલમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય જાણકારી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લો.





