Weight Loss Tips | વજન ઘટાડવા માટે ખાલી આટલા બદલાવ કરો, સરળ ટિપ્સથી થશે ઘણા ફાયદા!

વેટ લોસ ટિપ્સ | ફિટનેસ ટ્રેનરએ નિયમિતપણે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર ઝડપથી વજન કેવી રીતે ઘટાડવું અને વજન ઘટાડવા માટે કઈ લાઇફસ્ટાઇલની આદતો અપનાવવી તે અંગેના વીડિયો શેર કરે છે. થોડા અઠવાડિયા પહેલા તેમણે કેટલીક વસ્તુઓ વિશે એક વીડિયો શેર કર્યો હતો જે તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

Written by shivani chauhan
August 19, 2025 14:26 IST
Weight Loss Tips | વજન ઘટાડવા માટે ખાલી આટલા બદલાવ કરો, સરળ ટિપ્સથી થશે ઘણા ફાયદા!
Weight Loss Tips In Gujarati

Weight Loss Tips In Gujarati | વજન ઘટાડવું (Weight Loss) એ કેટલાક લોકો માટે જીવનનું લક્ષ્ય હોય છે. કેટલાક લોકો જીમમાં કલાકો વિતાવે છે અને આ માટે તેમના ડાયટનું કડક પાલન કરે છે. જોકે કેટલાક લોકો ઝડપથી વજન કેવી રીતે ઘટાડવું તે વિશે ટિપ્સ શોધી રહ્યા હોઈ છે, ઘણા લોકો એવા પણ છે જે આ માટે ઘણા શોર્ટકટ શોધે છે.

ફિટનેસ ટ્રેનરએ નિયમિતપણે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર ઝડપથી વજન કેવી રીતે ઘટાડવું અને વજન ઘટાડવા માટે કઈ લાઇફસ્ટાઇલની આદતો અપનાવવી તે અંગેના વીડિયો શેર કરે છે. થોડા અઠવાડિયા પહેલા તેમણે કેટલીક વસ્તુઓ વિશે એક વીડિયો શેર કર્યો હતો જે તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

વેટ લોસ ટિપ્સ (Weight Loss Tips In Gujarati)

  • મોડી રાત્રે નાસ્તો ન કરો : સૂવાના 3 કલાક પહેલા ખાવાનું ટાળો. આ રાત્રે ચરબી જમા થવાનું અટકાવવામાં મદદ કરે છે.
  • ઉપવાસ કરવાનો પ્રયાસ કરો : સમયાંતરે ઉપવાસ કરવાથી શરીરમાં ચરબીનો સંચય ઓછો થાય છે.
  • ભોજન પહેલાં પાણી પીવો : જમવાના 20-30 મિનિટ પહેલા 250-300 મિલી પાણી પીવો. આ ભૂખ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
  • સવારે ઉઠીને પાણી પીવો : જાગતાની સાથે જ 500 મિલીલીટર પાણી પીવાથી ચયાપચય વધે છે અને ઝેરી તત્વો દૂર થાય છે.
  • સુગરયુક્ત પીણાં લેવાનું ટાળો : ફક્ત કેલરી અને સુગર વાળા સોડા અને શેક ટાળો.
  • સાપ્તાહિક ચીટ ભોજન : દર 7 દિવસે ચીટ મીલ કરો, બાકીના દિવસોમાં ડાયટ પ્લાનનું કડક પાલન કરો.
  • કાર્ડિયો પહેલાં સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો : કસરત કરવા દરમિયાન સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવાથી તમારા મસલ્સ મજબૂત થાય છે અને પરસેવો જલ્દી થાય છે, તે તમારા બોડીનું મેટાબોલિઝ્મ વધારવામાં મદદ કરે છે.
  • ભોજન પછી ચાલવું : જમ્યા પછી ચાલવાની ટેવ પાડો, તે પાચન અને ચયાપચયને સુધારવા માટે ભોજન પછી 10-15 મિનિટ સુધી ચાલો તે ફાયદાકારક સાબિત થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ