શરીરની ચરબી ઘટાડવામાં (body fat) કસરત અને આહાર બંને ભૂમિકા ભજવે છે. દરેક વ્યક્તિએ જાણવું જરૂરી છે કે કયા ખોરાક ચરબી ઘટાડવામાં મદદ કરે છે. શરીરનું વજન ત્યારે જ ઘટાડી શકાય છે જ્યારે લાંબા સમય સુધી સંતોષ, પોષક તત્વોનો સમાવેશ, ચયાપચય અને આંતરડાના કાર્યોમાં મદદ અને દિવસભર એનર્જી પૂરી પાડવા જેવી બધી સમસ્યાઓ ખોરાક દ્વારા ઉકેલાય.
વજન ઘટાડવા માટે ઘણીવાર ડાયટ ટિપ્સ શેર કરતી ફિટનેસ ટ્રેનર સોરૈયાએ તાજેતરમાં એક વીડિયોમાં ત્રણ પ્રકારના ખોરાક વિશે વાત કરી હતી જેનો દૈનિક આહારમાં સમાવેશ કરી શકાય છે.
વેટ લોસ ટિપ્સ
આથો વાળા ખોરાક
તમારા વજન ઘટાડવાના લક્ષ્યોને ટેકો આપવામાં તમારા આંતરડા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે ચયાપચય સાથે ગાઢ રીતે જોડાયેલા છે. સ્વસ્થ આંતરડા આ પ્રક્રિયાને વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે, અને શરીર કેલરીને વધુ કાર્યક્ષમ રીતે બાળે છે. આથોવાળા ખોરાક આંતરડાના સ્વાસ્થ્યને ટેકો આપે છે. તે ભૂખ, પાચન અને ચયાપચય નિયમનમાં મદદ કરે છે. તેમાં પ્રોબાયોટિક્સ પણ હોય છે. આ આંતરડામાં સારા બેક્ટેરિયાના વિકાસમાં મદદ કરે છે.
હાઇડ્રેટિંગ ખોરાક
હાઇડ્રેટિંગ ખોરાકમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે તમારું પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે. તેમણે કહ્યું કે “આ પ્રકારના ખોરાક તમને પેટ ભરે છે અને હાઇડ્રેશન વધારે છે, જે બંને ચરબી ઘટાડવા માટે મહત્વપૂર્ણ છે,’ફળો અને શાકભાજી જેવા હાઇડ્રેટિંગ ખોરાકનો સમાવેશ કરવાથી ભૂખ ઓછી થાય છે અને કેલરીનું સેવન નિયંત્રિત થાય છે.
સ્ટાર્ચ વગરના શાકભાજી
સ્ટાર્ચ વગરના શાકભાજીમાં કેલરી ઓછી હોય છે પણ પોષક તત્વો વધુ હોય છે, એટલે કે તમે ખૂબ ઓછી કેલરીમાં ઘણું ખાઈ શકો છો, જેમાં પાલક, બ્રોકોલી, કોબીજ, લીલા કઠોળ, ફણગાવેલા કઠોળ, કોબી, કાકડી અને મશરૂમ વગેરેનો સમાવેશ થાય છે.





