Weight Loss Tips : જો 30 દિવસમાં વજન ઘટાડવા માંગો છો, તો આ ટિપ્સ જલ્દી વજન ઘટાડવામાં કરશે મદદ

Weight Loss Tips : પ્રોસેસ્ડ ફૂડમાં વધુ સુગર , વધારે પ્રમાણમાં ફેટ અને કેલરી હોય છે. પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી લત લાગી જાય છે જેના લીધે તમે વધુ પ્રમાણમાં તેનું સેવન કરો છો અને પરિણામે સ્થૂળતાને નોતરે છે. પરંતુ આ ખાસ ઉપાય થઇ શકે મદદગાર સાબિત,

Written by shivani chauhan
August 08, 2023 16:30 IST
Weight Loss Tips : જો 30 દિવસમાં વજન ઘટાડવા માંગો છો, તો આ ટિપ્સ જલ્દી વજન ઘટાડવામાં કરશે મદદ
વજન ઘટાડવાની ટીપ્સ (અનસ્પ્લેશ)

વધતા વજનથી સમસ્યાથી પરેશાન છો તો ડાયટ પર ધ્યાન આપવું ખુબજ જરૂરી છે, આ ઉપરાંત, બોડીને એકટીવ રાખે છે, ઊંઘ પુરી કરવી અને તણાવથી દૂર રહેવું. વજન ઘટાડવા માટે પહેલા તમારે પ્રોસેસ્ડ ફૂડ્સનું દૂર રહેવું જોઈએ. ગ્રીન ટી અને પ્રોબાયોટિક્સનું સેવન વજન ઘટાડવામાં મદદગાર સાબિત થઇ શકે છે. રેગ્યુલર વર્ક આઉટ કરવું અને પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે.

હેલ્થ લાઈન અનુસાર, કોઈ નેચરલ ઉપાય વજન ઘટાડવામાં અસરકારક સાબિત થઇ શકે છે. આવો જાણીએ 5 નેચરલ ઉપાય જે 30 દિવસમાં વજન ઘટાડવામાં મદદ કરી શકે છે,

પ્રોટીનને કરો ડાયટમાં સામેલ:

જયારે વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે, પ્રોટીનનું નામ જરૂરથી લેવાય છે,પ્રોટીન પોષક તત્વોથી ભરપૂર છે, જે વેઇટ લોસ કરવામાં અસરકારક છે. તમે જો પ્રોટીનથી ભરપૂર ફુડ્સ ખાઓ છો તો તેને પચવા અને મેટાબોલાઇઝ કરવા માટે બોડી કેલરીને બર્ન કરે છે. હાઇ પ્રોટીન ડાયટ પ્રતિ દિવસ 80-100 કેલરી સુધી મેટાબોલિઝ્મ સુધારે છે. પ્રોટીન ડાયટ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને ભૂખ સંતોષે છે. ઘણા રિસર્ચ અનુસાર રોજ હાઈ પ્રોટીન ડાયટનુ સેવન કરવાથી તમે 400 થી ઓછી કેલરી ખાઓ છો.

આ પણ વાંચો: Soaked Dry Fruits Benefits : ડ્રાયફ્રૂટ્સ પલાળીને ખાવા કે સૂકા? જાણો બંનેના ફાયદા અને આડ અસરો વિષે

પ્રોસેસ્ડ ફૂડનું સેવન ઓછું કરવું :

પ્રોસેસ્ડ ફૂડમાં વધુ સુગર , વધારે પ્રમાણમાં ફેટ અને કેલરી હોય છે. પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી લત લાગી જાય છે જેના લીધે તમે વધુ પ્રમાણમાં તેનું સેવન કરો છો અને પરિણામે સ્થૂળતાને નોતરે છે.

ઘરમાં પૌષ્ટિક નાસ્તો રાખવો:

અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે, તમે ઘરે જે હેલ્થી નાસ્તો રાખો છો તે વેઇટ અને ડાયટ પર ખુબજ અસરકારક છે. આ હેલ્થી નાસ્તામાં દહીં, ડ્રાયફ્રૂટ્સ, ગાજર અને બોઈલ કરેલા ઈંડા વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Health Tips :ગુડ કોલેસ્ટ્રોલ લેવલ વધારવામાં મદદ કરશે આ સુપરફુડ્સ

વજન ઘટાડવા માટે સોલ્ટ અને સુગરનું સેવન ઓછું કરવું :

વધુ પડતા ખાંડ અને મીઠું ખાવાથી હૃદય રોગ, ડાયાબિટીસ 2 અને કેન્સર જેવી બીમારીઓ આવી શકે છે. સુગર બોડીમાં કેલરી વધારે છે. સોલ્ટનું સેવન વધુ કરવાથી બોડીમાં સોડીયમનું પ્રમાણ વધે છે જેથી વૉટર વેઇટ વધે છે.

ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ કરો :

ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ એક ડાયટ પેટર્ન છે જે ઉપવાસ અને જમવા વચ્ચેનું ચક્ર છે. આ ફાસ્ટિંગને કરવાથી વજન ઘટાડી શકાય છે. આ ફાસ્ટિંગથી બોડીમાં ઓછી કેલરી જાય છે અને વજન કન્ટ્રોલમાં રહેછે. આ ફાસ્ટિંગ કરવાથી સ્વાસ્થ્ય ઘણા ફાયદા થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ