Weight Loss Tips: વજન ઘટાડવા આ પાંચ હોમમેઇડ ડ્રિન્ક થશે અસરકાક સાબિત

Weight Loss Diet and Tips: વજન ઘટાડવા (Weight Loss) માટે હેલ્થ એક્સપર્ટે સૂચવેલા આ હોમ મેઇડ ડ્રિન્ક (Homemade Beverages) તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

Weight Loss Diet and Tips: વજન ઘટાડવા (Weight Loss) માટે હેલ્થ એક્સપર્ટે સૂચવેલા આ હોમ મેઇડ ડ્રિન્ક (Homemade Beverages) તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Weight Loss Tips : વેઇટ લોસ માટે ખાંડના બદલે ગોળનું સેવન કરી શકાય? જાણો હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી

Weight Loss Tips : વજન ઘટાડવા આ પાંચ હોમમેઇડ ડ્રિન્ક થશે અસરકાક સાબિત

Weight Loss Diet and Tips in Gujarati: આજના ઝડપી લાઇફસ્ટાઇલ (Lifestyle) માં, આપણે ઘણીવાર સ્વાસ્થ્ય (Health)પર ધ્યાન આપતા નથી અને તેના કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. પેટની ચરબી વધવાની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. આઠ-નવ કલાક બેસી રહેવાથી, યોગ્ય રીતે ન ખાવાથી, નિયમિત કસરત ન કરવાને કારણે પેટની ચરબી વધે (belly fat) છે. કોઈપણ પીણું તમારા પેટની ચરબીને તરત જ ઘટાડશે નહીં, પરંતુ સંતુલિત આહાર (Balanced Diet) અને સ્વસ્થ જીવનશૈલી (Healthy Lifestyle) માં થોડા ઘરે બનાવેલા પીણાં (Homemade Drinks) ઉમેરવાથી તમને એકંદરે વજન ઘટાડવામાં (Weight Loss) મદદ મળી શકે છે.

Advertisment
Weight Loss Tips Homemade Beverages health tips gujarati news
Weight Loss Tips : વજન ઘટાડવા આ પાંચ હોમમેઇડ ડ્રિન્ક થશે અસરકાક સાબિત

યશોદા હોસ્પિટલ, હૈદરાબાદના સિનિયર કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડૉ. દિલીપ ગુડેએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે, “જો તમે પેટની ચરબી ઘટાડવા (belly fat) માંગતા હોવ તો ઘરે બનાવેલા પીણાં ફાયદાકારક હોઈ શકે છે.''ડાયટિશિયન શિખા કુમારીએ છ હોમમેઇડ ડ્રિંક્સ સૂચવ્યા છે. આ પીણાં વજન ઘટાડવામાં (weight loss) મદદ કરે છે. તેણે આ અંગેનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આ પણ વાંચો: Walnuts : અખરોટ સવારના નાસ્તા માટે બેસ્ટ સુપરફૂડ, જાણો દરરોજ કેટલા અખરોટનું સેવન કરવું જોઇએ

આદુ ચા (Ginger tea)

આદુની ચા રોગપ્રતિકારક શક્તિ વધારનારા અને ચયાપચયમાં સુધારો કરે છે. તેની સાથે આદુની ચા પીવાથી કેલરી ઓછી થાય છે અને પાચનક્રિયા સુધરે છે. આ ચા પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે.

Advertisment

એલોવેરાનો રસ (Aloe vera juice)

એલોવેરા પાચન માટે વધુ ફાયદાકારક છે. તે પેટની ચરબી ઘટાડવા માટે ફાયદાકારક હોઈ શકે છે.

તજની ચા (Cinnamon Tea)

તજની ચાનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ક્રેવિંગ ઓછી થાય છે.

કાકડી અને ફુદીનાનું પાણી

કાકડી અને ફુદીનાનો સ્વાદ પાણીમાં વધુ સારો આવે છે. કાકડી-ફૂદીનાનું પાણી કેલરી ઘટાડવામાં મદદ કરે છે અને શરીરને હાઇડ્રેટ રાખે છે.

એપલ સીડર વિનેગાર (Apple cider vinegar)

એપલ સીડર વિનેગર લો, તેમાં પાણી ઉમેરો અને જમ્યા પહેલા પીવો. હેલ્થ એક્સપર્ટ કહે છે કે, "કેટલાક અભ્યાસો અનુસાર, સફરજન સીડર વિનેગર ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે." જ્યારે તમે એપલ સાઇડર વિનેગરને પાણીમાં ભેળવીને પીવો છો, ત્યારે તે ભૂખ ઘટાડે છે અને શરીરની કેલરીને નિયંત્રિત રાખે છે.''

આ પણ વાંચો: Diabetes Diet : ડાયાબિટીસના દર્દીઓએ મગની દાળનું સેવન આ કારણોથી કરવું જોઈએ, જાણો

ગ્રીન ટી (Green Tea)

એક્સપર્ટે કહ્યું કે, “ગ્રીન ટીમાં કેટેચીન સહિત એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે મેટાબોલિઝમ સુધારવામાં મદદ કરે છે. જેથી થોડા દિવસો પછી પેટ પરની ચરબી ઓછી થઈ જાય છે. કેલરી ઓછી હોવા ઉપરાંત અને વિટામિન સી માટે જાણીતું છે.''

આ ઉપરાંત, લીંબુ પાણી પાચન અને ચયાપચયમાં પણ મદદ કરે છે. હેલ્થ એક્સપર્ટે કહ્યું કે “આ પીણાં પેટની ચરબી ઘટાડવામાં ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ તેની સાથે એક વ્યાપક અભિગમ હોવો જરૂરી છે. સંતુલિત આહાર અને નિયમિત કસરતની અપેક્ષા રાખવામાં આવે છે. દરેક વ્યક્તિને આ વિશે અલગ અનુભવ હોઈ શકે છે. આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા તમારા નજીકના આહાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips