/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Belly-Fat-Reducing-tips-Unsplash-1.jpg)
પેટની ચરબી ઘટાડવાની ટીપ્સ (અનસ્પ્લેશ)
પેટની ચરબી કેવી રીતે ઘટાડી શકાય? અત્યારે મોટાભાગના લોકોનું જીવન બેઠાડુ છે, લોકોની બદલાતી લાઈફ સ્ટાઇલ, શારીરિક એકટીવીનો અભાવ, લાંબા સમય સુધી ડેસ્ક જોબ કરવી વગેરે કારણોને લીધે બેલી ફેટ (પેટની ચરબી) વધે છે. મોટાભાગના પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં આ સમસ્યા જોવા મળે છે પરંતુ, આ ચરબીથી કેવી રીતે છુટકારો મેળવી શકાય, તે અહીં છે,
ફિટનેસ નિષ્ણાત મુકુલ નાગપોલ, જેઓ Pmftrainingના સ્થાપક છે અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ એમ્બેસેડર છે, કહે છે કે ભારતીયોમાં સામાન્ય રીતે આંતરડાની ફેટ (અંગોની આસપાસની ચરબી) વધારે હોય છે, અને તેથી જ તેમના પેટના નીચેના ભાગમાં ચરબી હોય છે .એક્સપર્ટ કહે છે, "બીજું કારણ એ છે કે પાંસળી અને નિતંબના હાડકા વચ્ચે ચરબી જમા થવા માટે ખાલી જગ્યા છે.''
આ પણ વાંચો: Monsoon Skincare: ચોમાસા દરમિયાન હેલ્થી અને ગ્લોઈંગ સ્કિન માટે આ ટિપ્સ અસરકારક
એક્સપેર્ટે કહ્યું કે, "નીચલા પેટના વિસ્તારમાં ચરબી ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે કેલરી લેવાનું ઓછું કરીને શરીરની એકંદર ચરબી ઘટાડવી, એટલે કે જે એક દિવસમાં આપણે ફેટ બર્ન કરીયે છીએ તેના કરતા ઓછી કેલરી લેવી"
પરંતુ, તમે હજી પણ આ કસરતો દ્વારા તે બેલિફેટ ઘટાડી શકો છો અને તમારા એ સ્નાયુઓ મજબૂત છે, જે તેને વધુ ટોન દેખાવ આપશે, અને જ્યારે તમે શરીરની ચરબી ગુમાવશો ત્યારે તમને ઈજા મુક્ત રાખશે. અહીં જાણો આ બેલી ફેટ ઘટાડવા માટેના વર્ક આઉટ વિષે,
પ્લેન્ક : પેટની ચરબી ઘટાડવામાં અસરકારક
મોટાભાગના લોકો ક્રન્ચ કરવાનું પસંદ કરે છે, પરંતુ તે મુખ્ય સ્નાયુઓ બનાવવા માટે સૌથી અસરકારક કસરત નથી. પ્લેન્ક એ ક્રન્ચીસનો બેસ્ટ ઓપ્શન છે અને કોર સ્નાયુઓને લક્ષ્ય બનાવવા માટે એક બેસ્ટ કસરત છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/2-29.jpg)
એબી વ્હીલ રોલઆઉટ : બેલી ફેટ ઘટાડો
એબ વ્હીલ રોલઆઉટ તમારા રેક્ટસ એબ્ડોમિનિસનું કામ કરે છે, જે તમારા એબીએસનો સિક્સ-પેક ભાગ છે. તે ટ્રાંસવર્સ એબ્ડોમિનિસને પણ જોડે છે જે ડીપ-કોર સ્નાયુઓ છે. વધુમાં, તે તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે, જેથી માત્ર બેલી ફેટજ નહિ પરંતુ સંપૂર્ણ મુખ્ય કસરત બનાવે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/4-29.jpg)
આ પણ વાંચો: Health Tips :ઇયરફોન કે હેડફોન: તમારા કાન માટે કયું સારું?
ફ્લટર કિક્સ : પેટની ચરબી ઓછી કરો
ફ્લટર કિક્સ સ્વિમિંગ સ્ટ્રોકની નકલ કરે છે, પરંતુ તે જમીન પર કરવામાં આવે છે. તે તમારા નીચલા એબ્સ અને હિપ ફ્લેક્સરને ટ્રેન કરે છે. આ કસરત કરતી વખતે, ખાતરી કરવી મહત્વપૂર્ણ છે કે તમારી પીઠનો ભાગ ફ્લોર પર સપાટ રહે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/3-29.jpg)
જેકનાઈફ :
એ તમારા એબ્સ માટે એક ખરેખર એક ટેસ્ટ છે, કારણ કે તે અનુભવી વ્યક્તિ માટેની કસરત છે, જે ક્રંચ, સીટ અપ વગેરેથી કંટાળી ગયા છે અને પોતાને ચેલેન્જ કરવા માંગે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/9-26.jpg)
બેઠાડું લાઇફ સ્ટાઇલમાં પેટની ચરબી વધવી એ મોટી સમસ્યા છે. જેના ઉકેલ માટે ઉપરોક્ત કસરત નિયમિત કરવાથી પેટની ચરબી ઘટાડવામાં અસરકાર પરિણામ મળતું હોવાનું ફિટનેસ નિષ્ણાંતોનું માનવું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us