વેઇટ લોસ જર્નીમાં લોકો ઉપવાસને ખુબજ મહત્વ આપે છે. એવી પણ ઘણી ધારણા છે કે, ઉપવાસ વજન ઘટાડવા માટેનો સૌથી સરળ રસ્તો છે. અમુક લોકો એવું મને છે કે, પેટ ખાલી રહેવાથી કેલરી અને ફેટ ઘટે છે અને વજન સરળતાથી ઓછું થઇ શકે અથવા કંટ્રોલ થઇ શકે છે. પરંતુ વજન ઘટાડવાનું મૂળ વિજ્ઞાન લીધેલી કેલરી અને ખર્ચ કરાયેલી કેલરીની વચ્ચેના અંતર પર આધારિત છે.
આ રીતે ફાસ્ટ દરમિયાન જયારે કેલરીનું સેવન ઓછું થઇ જાય છે તો વજન પણ ઘટવા લાગે છે, જો કે, ઘણા કેસ સામે આવ્યા છે કે, ફાસ્ટિંગ બંધ કર્યા પછી વજન ફરી સામાન્યથી વધવા લાગે છે, વજન વધવાથી ફરી ભૂખ એજ લેવલ પર આવી જાય છે, જયારે મૂળ રૂપ થી હતી.
આ પણ વાંચો: Dark circles : ડાર્ક સર્કલ થવાના કારણો અને ઉપાયો
એક્સપર્ટ અનુસાર, જો તમે વેઇટ લોસ કરવા માંગો છો તો વેઇટ લોસ જર્નીમાં ટકાઉ રીત અપનાવી જોઈએ, જેમાં તમે કેટલાક લાઈફ સ્ટાઇલમાં ફેરફાર કરી શકો છો. અહીં જાણો એક્સપર્ટ પાસેથી કે, વેઇટ લોસ માટે ફાસ્ટિંગ કરવું અસરકારક સાબિત થઇ શકે,
ફાસ્ટિંગથી વેઇટ લોસ થઇ શકે?
એક્સપર્ટ અનુસાર, વેઇટ લોસ જર્ની ટકાઉ હોવી જોઈએ, વેઇટ લોસ માટે બોડીને એક્ટિવ રાખવી ખુબજ જરૂરી છે. એટલકે , વર્ક આઉટ, યોગ્ય હેલ્થી ડાયટ પ્લાન આ સાથે પર્યાપ્ત માત્રામાં ઊંઘ લેવી જરૂરી છે. એવું કહેવાય છે કે, ઉપવાસ રાખવાથી વેઇટ લોસ થાય છે, પણ ખરેખર ફાસ્ટિંગ દરમિયાન બોડી ડીટોક્સ થાય છે અને બોડીમાં ફેટ ઓછું થાય છે. એક્સપર્ટ અનુસાર, ફાસ્ટિંગ કરવાથી મેટાબોલિઝ્મ સ્લો થઇ જાય છે, ફાસ્ટિંમાં ભોજન વચ્ચે લાંબી બ્રેક આવી જાય છે જેથી ટોટલ કેલરી ઓછી થાય છે.
આ પણ વાંચો: Vitamin P : વિટામિન પી શું છે? જાણો ફાયદા
ઘણા રિસર્ચ અનુસાર, ફાસ્ટિંગ કરવાથી ઘણું વજન ઘટાડવામાં મદદ મળે છે, જે લોકોએ 5 દિવસ સુધી ઉપવાસ કર્યો તેમનું વજન લગભગ 4% થી 6% ઓછું થયું છે. જે લોકો 7 થી 10 દિવસ સુધી ઉપવાસ કરે છે તેમનું વજન લગભગ 2% થી 10 ઓછું થયું હતું. જયારે જે લોકોએ 15 દિવસથી 20 દિવસ સુધી ઉપવાસ કર્યો તેમનું વજન 7% થી 10% સુધી ઘટે છે.
ફાસ્ટિંગ દરમિયાન ડાયટની પણ વજન પર અસર :
વેઇટ લોસ કરવા માટે ઉપવાસ કરી રહ્યા હોવ તો ઉપવાસ દરમિયાન હેલ્થી ફૂડનું સેવન કરવું જોઈએ. ઉપવાસ દરમિયાન ઘણી વાર લોકો એક કે બે મિલ સ્કિપ કરે છે, અને ઉપવાસ પતે એટલે ભરપૂર પેટ ભરીને જમે છે. જેનાથી બોડીમાં કેલરી વધે છે અને વજન ઘટવાને બદલે વધે છે.





