Weight Loss Yoga : વેઇટ લોસ માટે આ 4 સરળ યોગ છે અસરકારક

Weight Loss Yoga : આ યોગ ન માત્ર વેઇટ લોસ કરવામાં મદદ કરે છે પરંતુ,જો રોજિંદા દિનચર્યાના ભાગ રૂપે યોગની પ્રેક્ટિસ કરો છો, તો ખરેખર માનસિક, શારીરિક તેમજ આધ્યાત્મિક રીતે તફાવત અનુભવી શકો છો.વધુમાં અહીં વાંચો.

Weight Loss Yoga : આ યોગ ન માત્ર વેઇટ લોસ કરવામાં મદદ કરે છે પરંતુ,જો રોજિંદા દિનચર્યાના ભાગ રૂપે યોગની પ્રેક્ટિસ કરો છો, તો ખરેખર માનસિક, શારીરિક તેમજ આધ્યાત્મિક રીતે તફાવત અનુભવી શકો છો.વધુમાં અહીં વાંચો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Yoga for Weight loss: (Photo /unsplash)

વજન ઘટાડવા માટે યોગ: (ફોટો/અનસ્પ્લેશ)

આપણી લાઈફ સ્ટાઇલ બદલાતી જાય છે, બેઠાડુ જીવન, ખાણી પીણી ખરાબ આદતો, અપૂરતીની ઊંઘ અને શારીરિક પ્રવૃત્તિના અભાવને લીધે વજનમાં વધવા લાગે છે. જો કે, કેટલાક લોકો વજન ઘટાડવા માટે ઘણા પ્રયાસો કરે છે અને અનેક નુસખા અપનાવે છે. વેઇટ લોસ કરવામાં યોગ અને પ્રાણાયમ પણ અગત્યનની ભૂમિકા ભજવે છે, જો રેગ્યુલર કરવામાં આવે તો વેઇટ લોસ સરળતાથી થઇ શકે છે, અહીં વાંચો ક્યાં યોગથી વેઇટ લોસમાં કરવામાં મદદ મળી શકે છે.

Advertisment

ફિટનેસ એક્સપર્ટએ કહ્યું કે, “હું યોગને એક સર્વગ્રાહી પ્રેક્ટિસ છે, જે અન્ય શારીરિક પ્રવૃત્તિઓથી વિપરીત માનવ શરીરને બહારથી તેમજ અંદરથી શુદ્ધ અને કાયાકલ્પની છે. જો કોઈ વ્યક્તિ રોજિંદા દિનચર્યાના ભાગ રૂપે યોગની પ્રેક્ટિસકરે છે, તો વ્યક્તિ ખરેખર માનસિક, શારીરિક તેમજ આધ્યાત્મિક રીતે તફાવત અનુભવી શકે છે અને વધારાના બોનસ તરીકે, તે વજનમાં પણ ઘટાડો લાવી શકે છે.આ પાંચ યોગ આસનો અજમાવો જે તમને વધારાનું વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.''

આ પણ વાંચો: Sridevi Crash Diet: શું છે ક્રેશ ડાયટ? શ્રીદેવીના મોત પાછળ પણ છે જવાબદાર, અહીં જાણો તમામ વિગત

સૂર્ય નમસ્કાર

તે મૂળભૂત યોગ કસરતોમાંની એક છે અને આસનોના વ્યાપકપણે પ્રેક્ટિસ કરાયેલા સમૂહમાંની એક છે. સૂર્ય નમસ્કાર એ 12 મુદ્રાઓનો સમાવેશ થાય છે, જે એક ચક્રમાં કરવામાં આવે છે. તે શરીરના તમામ ભાગોને આવરી લે છે અને શરીરને સક્રિય રાખે છે કારણ કે તે તમારા શરીરના તમામ અંગોનું ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.

Advertisment
surya namskar Pose Yoga for Weight loss express photo))
વજન ઘટાડવા માટે સૂર્ય નમસ્કાર પોઝ યોગા (એક્સપ્રેસ ફોટો)

બોટ પોઝ

તમારી પીઠ પર સૂઈ જાઓ, V-આકારની સ્થિતિમાં રહો અને પોઝને 30 સેકન્ડથી એક મિનિટ સુધી પકડી રાખો. જ્યારે તમે પોઝને પકડી રાખો ત્યારે ઊંડો શ્વાસ લો અને ધીમે ધીમે, તમે અનુભવશો કે કસરત હઠીલી પેટની ચરબીને બાળી રહી છે.

Boat Pose yoga (Express Photo)
બોટ પોઝ યોગ (એક્સપ્રેસ ફોટો)

આ પણ વાંચો: Sadhguru Health Tips : ડાયટમાં કેટલા ફળનો સમાવેશ કરવો, સિઝનલ ફળના સેવનથી શરીરને શું ફાયદો થશે? જાણો સદગુરુ જગ્ગી વાસુદેવ પાસેથી હેલ્થ ટીપ્સ

પુલ પોઝ (Bridge Pose)

તે બોટ પોઝનો રિવર્સ પોઝ છે જેમાં તમારા હાથ બાજુ તરફ લંબાય છે અને શરીર ઉપરની તરફ ખેંચાય છે. આ પોઝમાં તમારે તમારા ઘૂંટણને ફોલ્ડ કરવાની જરૂર હોય છે, તેને ફેલાવો અને તમારા શરીરને પેલ્વિસ એરિયાથી ઉપર ઉઠાવો. આ પોઝ હિપ, જાંઘ, પેટ તેમજ પીઠ માટે અજાયબીઓનું કામ કરે છે.

Bridge Pose Yoga for Weight loss (source pexels)
વજન ઘટાડવા માટે બ્રિજ પોઝ યોગા (સોર્સ પેક્સેલ્સ)

કપાલભાતિ

તે મુખ્યત્વે શ્વાસ લેવાની કસરત છે, જેમાં તમારે વારંવાર ઊંડા શ્વાસ લેવાની જરૂર છે. દિવસમાં ઓછામાં ઓછું 25 થી 30 વાર આમ કરવાથી પેટની ચરબી ઓછી થાય છે.અને એકંદરે વેઇટ લોસમાં મદદરૂપ સાબિત થાય છે.

Kapalbhati yoga for weight loss
વજન ઘટાડવા માટે કપાલભાતિ યોગ
ફિટનેસ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips Express Exclusive