/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Welcome-2024-tips-to-achieving-goals-easily-.jpg)
Welcome 2024 : આ નવા વર્ષ 2024ની 'આઠ આદતો' તમને કાયમ માટે પોઝિટિવ એનર્જી આપશે, જાણો ટિપ્સ
Tips To Achieving Goals : હેપ્પી ન્યુ યર!! આપણે આજે વર્ષ 2024 માં પ્રવેશ કર્યો છે. આપણે જે લક્ષ્યો ગયા વર્ષમાં પૂરી ન કરી શક્યા તે તમામ બાબતો અને સંકલ્પોની યાદી સાથે નવા વર્ષમાં પ્રવેશ કર્યો છે. પણ ધીમે ધીમે ફરી આપણે રોજિંદા કાર્યોમાં અટવાઈ જઈશું અને બધા સંકલ્પો એકસરખા જ રહે છે. પછી ભલે તે કામના તણાવને કારણે હોય કે અન્ય કોઈ કારણથી, તમારી પાસે યોગ્ય પ્લાન નથી અથવા તમે જે કરવાનું નક્કી કર્યું છે તે પૂર્ણ કરવા માટે તમને યોગ્ય પ્રેરણા મળતી નથી. પરંતુ, આ વર્ષ અલગ હશે કારણ કે તમને આ 8 ટિપ્સ તમારા સંકલ્પો હાંસલ કરવામાં મદદ કરશે.
હિન્દુસ્તાન ટાઈમ્સ લાઈફસ્ટાઈલ સાથેની એક મુલાકાતમાં, ગુરુગ્રામમાં ઓરા સ્પેશિયાલિટી ક્લિનિકમાં ગાયનેકોલોજીના ડિરેક્ટર અને મેક્સ હોસ્પિટલના કો-ડિરેક્ટર ડૉ. રિતુ સેઠીએ તમારા એકંદર શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને શ્રેષ્ઠ રાખવા માટે આ ટીપ્સ શેર કરી હતી. જો તમારું એકંદર આરોગ્ય સારું છે, તો તમારા લક્ષ્યો હાંસલ કરવાનું વધુ સરળ બની શકે છે.
આ પણ વાંચો: Bajra Health Benefits: શિયાળામાં 100 ગ્રામ બાજરીના સેવનથી સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે?
- માનસિક સ્વાસ્થ્યને મહત્વ આપો
તમારા માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા મન પરનો તણાવ ઓછો કરવા માટે ધ્યાન કરો. એવી વસ્તુઓ કરો જે તમને ખુશ કરે અને તમને તણાવમાંથી આરામ આપે.
- પુષ્કળ પાણી પીવો
શરીરને સારું સ્વાસ્થ્ય જાળવવા માટે પૂરતું પાણી પીવું જરૂરી છે. તેથી દરરોજ પુષ્કળ પાણી પીવાની આદત બનાવો. કામ પર અથવા અન્ય જગ્યાએ જાઓ ત્યારે હંમેશા તમારી સાથે પાણીની બોટલ રાખો.
- ડાયટ પ્લાન
તમારા આહારનું આયોજન કરો. આહાર નક્કી કરતી વખતે, શક્ય તેટલો પૌષ્ટિક ખોરાક પસંદ કરો. બહારનો ખોરાક ખાવાનું ટાળવાનો પ્રયાસ કરો.
આ પણ વાંચો: Health Tips : રોજ શેકેલા ચણા ખાવાથી શરીરમાં કેવા ફેરફારો થાય છે? એક્સપર્ટે ખાવાના ફાયદા અને ગેરફાયદા જણાવ્યા
- દરરોજ કસરત કરવી
કસરત કરતી વખતે તમને ગમે તેવી વસ્તુઓ કરો. જિમમાં જઈને, વૉકિંગ કરીને, ડાન્સ કરીને કે યોગ કરીને, તમારે તમારા શરીરને એકટીવ રાખવા માટે દરરોજ થોડા સમય માટે કસરત કરવી જોઈએ.
- નાની નાની બાબતો પર ધ્યાન આપો
તમારા જીવનમાં બનતી નાની સફળતાઓની ઉજવણી કરો. આવી નાની-નાની સિદ્ધિઓ પર ધ્યાન આપવું, તમને મોટા કાર્યો કરવા પ્રેરે છે.
- ભૂલોમાંથી શીખો
તમે કરેલી ભૂલોને અવગણશો નહીં, અથવા તરત જ નિરાશ ન થાઓ કારણ કે તે ભૂલ થઈ ગઈ છે. તેના બદલે, તેમાંથી શીખવાનો પ્રયત્ન કરો. તમે કરેલી ભૂલોને સમજો અને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખો.
- દરરોજ સંકલ્પો પર ધ્યાન આપો
જો તમે તમારા રોજિંદા જીવનના ભાગ રૂપે તમે સેટ કરેલા લક્ષ્યો જુઓ, તો તે હાંસલ કરવા માટે ખૂબ મુશ્કેલ નહીં હોય.
- તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો
તમારા મનની સામે એવી કોઈ ફોટો રાખો કે તમે તમારા લક્ષ્યને પૂર્ણ કરવામાં સફળ થયા છો. કેટલીકવાર સફળ થવાનો વિચાર પણ વ્યક્તિને ખૂબ પ્રોત્સાહન આપી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us