Amla : શિયાળામાં આમળાનું પાણી પીવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે? ફાયદા સાથે ગેરલાભ પણ જાણવા જરૂરી

Amla Water Benefits And Side Effects : આમળા વિટામીન સીથી ભરપૂર ફળ છે, જેનું શિયાળામાં સેવન કરવાથી શરીરને ચમત્કારીક લાભ થાય છે. ચાલો જાણીયે નિયમિત આમળાનું પાણીનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય પર શું અસર થાય છે. શું કાળજી રાખવી જોઇએ.

Written by Ajay Saroya
November 09, 2025 15:21 IST
Amla : શિયાળામાં આમળાનું પાણી પીવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે? ફાયદા સાથે ગેરલાભ પણ જાણવા જરૂરી
Amla Juice Benefits And Side Effects : આમળાનો રસ પીવાના ફાયદા અને ગેરલાભ. (Photo: Social Media)

Amla Water Benefits And Disadvantages In Gujarati : આમળા એક ફળ અને દવા છે જેનું સેવન સદીઓથી કરવામાં આવે છે. સદીઓથી લોકો દ્વારા દવા અને તંદુરસ્ત ખોરાક તરીકે તેનું સેવન કરવામાં આવે છે. આ ફળ કુદરતી રીતે રોગોની સારવાર માટે રામબાણ છે. આમળા સદીઓથી આયુર્વેદિક ચિકિત્સામાં નોંધપાત્ર યોગદાન આપતું રહ્યું છે. તેના શક્તિશાળી પોષક તત્વો અને આરોગ્ય લાભોને ધ્યાનમાં રાખીને લોકોમાં તેની માંગ વધારે છે. કેટલાક લોકોને આમળાનો સ્વાદ તુરો લાગે છે, તેથી જો આમળાનું સેવન તેનો રસ કે પાણી બનાવીને કરવામાં આવે છે, તો તે સ્વાસ્થ્ય પર જાદુઈ અસર કરે છે. ચાલો આપણે નિષ્ણાતો પાસેથી જાણીએ કે જો આમળાનું પાણી બનાવીને કરવામાં આવે છે, તો પછી સ્વાસ્થ્ય પર શું અસર જોવા મળે છે.

Amla Water Benefits : ખાલી પેટ પર આમળાનું પાણી પીવાથી લાંબા ગાળે સ્વાસ્થ્ય પર અસર

કન્સલ્ટન્ટ ડાયેટિશિયન અને સર્ટિફાઇડ ડાયાબિટીસ એજ્યુકેટર કનિકા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે જો તમે દરરોજ આમળાનું પાણી પીવાની સાથે તમારા દિવસની શરૂઆત કરો છો, તો રોગપ્રતિકારક શક્તિ મજબૂત છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ રોગો સામે રક્ષણ આપે છે. વિટામિન સીથી ભરપૂર આમળાનો રસ શરીરને ચેપ અને રોગોથી બચાવવામાં મદદ કરે છે.

ત્વચાનો રંગ નીખારે છે

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, આમળાનું નિયમિતપણે સેવન કરવાથી ત્વચા રંગ સાફ થાય છે. તેના એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો ત્વચાને ચમકદાર બનાવે છે. આ મુક્ત રેડિકલ્સ સામે લડે છે અને વૃદ્ધત્વના સંકેતોને ઘટાડે છે.

ઉર્જા વધે છે

ઉપરાંત આમળાનું પાણી મેટાબોલિઝમને વેગ આપે છે અને શરીરમાં પોષક તત્વોની અછતને પૂરી કરે છે. તેનું સેવન કરવાથી ઉર્જા વધે છે. તે પોષક તત્વોના શોષણમાં મદદ કરીને એનર્જા લેવલ વધાર શકે છે, આખો દિવસ શરીરને એનર્જી પ્રદાન કરે છે.

Amla Benefits | Amla | indian gooseberry | indian gooseberry benefits
Amla : આમળા શિયાળાનું સુપરફૂડ કહેવાય છે. (Photo: Social Media)

પાચન સુધારે છે

જો તમે રોજ આમળાનું પાણી પીવો છો, તો પાચન સારું છે. તેમા એવા ગુણધર્મો હોય છે જે પાચક ઉત્સેચકોને ઉત્તેજિત કરે છે. જે પાચનમાં મદદ કરી શકે છે. તેનું સેવન કરવાથી કબજિયાત અને પેટનું ફૂલવાથી રાહત મળે છે. તે પાચનની સમસ્યાઓને દૂર કરવામાં જાદુઈ અસર કરે છે.

બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે

ઘણા સંશોધનોમાં તે સાબિત થયું છે કે જે લોકોમાં હાઈ બ્લડ સુગર હોય છે તેઓ દરરોજ આમળાના રસનું સેવન કરે તો બ્લડ શુગરને સરળતાથી સામાન્ય બનાવી શકે છે. ખાલી પેટ પર આમળાનો રસ પીવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં ફાયદો થઈ શકે છે.

ત્વચા સ્વસ્થ છે

આમળામાં વિટામિન સી હોય છે જે કોલેજનના ઉત્પાદનમાં યોગદાન આપે છે. આ પાણી ત્વચાની સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપે છે અને ત્વચા પરની કરચલીઓ ઘટાડે છે. આમળાનો રસ ત્વચાનો રંગ સાફ કરવામાં યોગદાન આપે છે.

આ પણ વાંચો | શિયાળામાં આમળાનું સેવન કરવાની 5 શ્રેષ્ઠ રીત, શરીર સ્વસ્થ રહેશે અને રોગપ્રતિકારક શક્તિ વધશે

Amla Juice Water Side Effects : દરરોજ આમળાના પાણીનું સેવન કરવાથી થતી આડઅસરો

  • દરરોજ આમળાના પાણીનું સેવન કરવાથી કેટલીક આડઅસરો અને જોખમો થઇ શકે છે. વિટામિન સીથી ભરપૂર આમળા એસિડ ઉત્પન્ન કરી શકે છે. આ પાણીને ખાલી પેટ પીવાથી કેટલાક લોકોમાં એસિડિટી, છાતીમાં બળતરા, અપચો અને એસિડ રિફ્લક્સ થઈ શકે છે. આમળાને પાણીમાં ઓગાળો અને હળવા ભોજન પછી તેનું સેવન કરવાથી પાચન જાળવવામાં મદદ મળી શકે છે.
  • આમળા માં મૂત્રવર્ધક પદાર્થની અસર હોય છે જે વધુ પેશાબનું કારણ બને છે. તેનું સેવન કર્યા પછી ડિહાઇડ્રેશન થઈ શકે છે.
  • આમળા શરીરમાં બ્લડ શુગર નિયંત્રિત કરે છે, તેનું વધુ પડતું સેવન કરવાથી બ્લડ શુગર ઓછી થવાનું જોખમ વધી જાય છે.
  • આમળાના રસની એસિડિક પ્રકૃતિ સમય જતાં દાંતના દંતવલ્કને ખતમ કરી શકે છે અને દાંતને નુકસાન પહોંચાડી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ