ખાંડ કરતાં ગોળનું સેવન કેમ ગુણકારી?

ગોળ અને ખાંડ માંથી ચોઈસ કરવામાં આવે તો ગોળને વધુ ગુણકારી માનવામાં આવે છે. નોઈડાના ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ રક્ષિતા મહેરાએ જણાવ્યું હતું કે ગોળને હેલ્ધી ઓપ્શન તરીકે ગણવામાં આવે છે, પરંતુ તેના ફાયદા અને ગેરફાયદાને સમજવા જરૂરી છે.

Written by shivani chauhan
May 23, 2025 07:00 IST
ખાંડ કરતાં ગોળનું સેવન કેમ ગુણકારી?
ખાંડ કરતાં ગોળનું સેવન કેમ ગુણકારી?

ખાંડ (Sugar) ઘણા લોકોના રોજિંદા જીવનનો એક અભિન્ન ભાગ છે. સવારની ચાથી લઈને મીઠાઈઓ સુધી, દરેક વસ્તુમાં ખાંડ હોયજ છે. પરંતુ શું તમે જાણો છો કે ખાંડને બદલે ગોળ (jaggery) નો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે અજાયબીઓ કરી શકે છે? નોઈડાના ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ રક્ષિતા મહેરાએ જણાવ્યું હતું કે ગોળને હેલ્ધી ઓપ્શન તરીકે ગણવામાં આવે છે, પરંતુ તેના ફાયદા અને ગેરફાયદાને સમજવા જરૂરી છે.

ખાંડને બદલે ગોળ ખવાય કે નહિ?

ગોળમાં ફક્ત મીઠાશ જ નથી, પરંતુ પોષક તત્વોનો ભંડાર છે. ખાંડ માત્ર કેલરી પૂરી પાડે છે, ગોળમાં આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ હોય છે. આ તે લોકો માટે એક શ્રેષ્ઠ પસંદગી છે જેઓ આવશ્યક ખનિજો સાથે સ્વીટ ખાવા માંગે છે. જોકે, એક્સપર્ટએ કહ્યું, લોકોએ ગોળ ખાવાના આ એકમાત્ર કારણો નથી.

ગોળ કેમ ખાવો જોઈએ?

  • પાચન ઉત્સેચકોને ઉત્તેજીત કરીને પાચન સુધારે છે
  • ઝેરી તત્વો બહાર કાઢીને શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે
  • ગોળના એન્ટીઑકિસડન્ટો અને ખનિજો રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
  • બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને હૃદયના સ્વાસ્થ્યમાં મદદ કરે છે
  • ધીમે ધીમે એનર્જી મુક્ત કરીને અને બ્લડ સુગર સ્પાઇક્સને અટકાવીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: શું દરરોજ વધારે ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થશે?

શું ગોળ હેલ્ધી પસંદગી છે?

  • ગોળમાં ખાંડ કરતાં વધુ પોષક તત્વો હોવા છતાં, તેમાં કેલરી વધુ હોય છે.
  • જોકે ગોળમાં ખાંડ કરતાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ઓછો હોય છે, તેમ છતાં તે લોહીમાં બ્લડ સુગરમાં વધારો કરી શકે છે. જો તમને ડાયાબિટીસ છે, તો તમારા ડાયટમાં ગોળ ઉમેરતા પહેલા તમારા ડૉક્ટર સાથે વાત કરો.
  • બધો ગોળ શુદ્ધ નથી હોતો. ઘણા વ્યાપારી રીતે પ્રોસેસ્ડ ગોળ પ્રોડક્ટસમાં કેમિકલ અથવા ઉમેરણો હોય છે. તેમણે ઓર્ગેનિક અથવા કુદરતી રીતે પ્રોસેસ્ડ ગોળ પસંદ કરવાનું સૂચન કર્યું હતું.
  • કેટલાક લોકોને એલર્જી હોઈ શકે છે. જો તમે શેરડી પ્રત્યે સેન્સિટિવિટી હોય છે, તો ગોળ ખાવાથી પાચનતંત્રમાં તકલીફ, સ્કિનની સમસ્યાઓ અથવા શ્વસન સમસ્યાઓ થઈ શકે છે.

ગોળ કોણે સંપૂર્ણપણે ટાળવો જોઈએ?

  • ડાયાબિટીસના દર્દીઓ જેમના બ્લડ સુગરનું લેવલ નિયંત્રણમાં નથી
  • ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS) ધરાવતા લોકો
  • જેઓ કડક કેલરી-પ્રતિબંધિત ડાયટનું પાલન કરે છે
  • શેરડીથી એલર્જી ધરાવતા વ્યક્તિઓ

જો તમે ખાંડનો પૌષ્ટિક વિકલ્પ શોધી રહ્યા છો, તો ગોળ એક સારો વિકલ્પ છે. પણ માત્ર મધ્યસ્થતામાં જ ખાઓ. ખાંડને બદલે ગોળનો ઉપયોગ ફાયદાકારક છે. પરંતુ, મહેરાએ કહ્યું, આપણે વપરાશ મર્યાદિત કરવો જોઈએ અને પ્રોસેસ ન કરાયેલ વેરાયટીઝ પસંદ કરવી જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ