/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/what-happens-to-your-body-if-you-consume-too-much-salt.jpg)
વધુ પડતું મીઠું ખાવાથી શરીર પર કેવી અસર થાય?
બધાના રસોડામાં મીઠું એક અગત્યનો ભાગ છે, મીઠું (Salt) જમવાનો સ્વાદ વધારે છે. બધાના રસોડામાં આ વસ્તુ જોવા મળેજ છે. પરંતુ ઘણા લોકોને મીઠું વધારે ખાવાની આદત હોય છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો પોતાના ખોરાકમાં વધુ મીઠું ઉમેરે છે તેમના અકાળ મૃત્યુનું જોખમ રહેલું છે. વધુમાં અહીં જાણો
યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા પાંચ લાખથી વધુ લોકોના અભ્યાસમાં નોંધાયું છે કે જે લોકોએ ક્યારેય અથવા ભાગ્યે જ પોતાના ખોરાકમાં મીઠું ઉમેર્યું હતું તેમની સરખામણીમાં જે લોકો નિયમિતપણે મીઠું ઉપરથી ઉમેરતા હતા તેમનામાં અકાળ મૃત્યુનું જોખમ 28 ટકા વધુ હતું
નોંધનીય છે કે, આ અભ્યાસમાં ખોરાકમાં ઉપરથી વધારાનું કેટલું મીઠું ઉમેરવું તે જોવા મળ્યું પરંતુ રસોઈમાં કેટલું મીઠું નાખવું તે કહેવામાં આવ્યું નથી.
મીઠું જમવામાં વધારે ઉમેરવા પર અભ્યાસ શું કહે છે?
અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે જે લોકો હંમેશા મીઠું ઉમેરતા હતા તેમનું આયુષ્ય ક્યારેય ન ખાતા કરતા લોકો કરતા ઓછું હતું. જે સ્ત્રીઓ અને પુરુષો હંમેશા મીઠું ઉમેરતા હતા તેમનું આયુષ્ય 50 વર્ષની ઉંમરે અનુક્રમે 1.5 વર્ષ અને 2.28 વર્ષ ઓછું થાય છે.અભ્યાસમાં નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે, "અમારા તારણો દર્શાવે છે કે ખોરાકમાં વધુ મીઠું ઉમેરવાની આદત અકાળ મૃત્યુદર અને ઓછી આયુષ્યના ઊંચા જોખમ સાથે સંકળાયેલી છે."
અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં તુલાને યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ એન્ડ ટ્રોપિકલ મેડિસિનના અભ્યાસ લેખક પ્રોફેસર લુ ક્વિએ નોંધ્યું છે કે ખોરાકમાં મીઠું ઉમેરવું એ એક સામાન્ય ખાવાની વર્તણૂક છે જે વ્યક્તિના સોલ્ટી સ્વાદવાળા ખોરાક અને મીઠાના સેવનની આદત સાથે સીધી રીતે સંબંધિત છે.
આ પણ વાંચો: શું દરરોજ વધારે ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થશે?
પ્રોફેસર ક્વિના મતે વેસ્ટર્ન ડાયટમાં ટેબલ પર મીઠું ઉમેરવાથી કુલ મીઠાના સેવનના 6-20 ટકા હિસ્સો મળે છે. વધુમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા સોલ્ટમાં 97-99 ટકા સોડિયમ ક્લોરાઇડ હોય છે, જે પોટેશિયમ સહિત અન્ય ડાયટ પરિબળોની અસરોને ઘટાડે છે. તેથી ખોરાકમાં મીઠું ઉમેરવાથી સોડિયમના નિયમિત સેવન અને મૃત્યુદર વચ્ચેના જોડાણનું મૂલ્યાંકન કરવા માટે એક યુનિક મૂલ્યાંકન પૂરું પાડે છે. જો કે ખૂબ ઓછા અભ્યાસોએ ખોરાકમાં મીઠું કેટલી વાર ઉમેરવાની અને મૃત્યુદર વચ્ચેના જોડાણની તપાસ કરી છે.
મીઠું દિવસ દરમિયાન કેટલું લેવું?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર મોટાભાગના લોકો દરરોજ સરેરાશ 9-12 ગ્રામ મીઠું લે છે અથવા ભલામણ કરેલ મહત્તમ સ્તર કરતાં લગભગ બમણું મીઠું લે છે, ખાસ કરીને કારણ કે કેટલાક લોકોને ભોજન દરમિયાન જમવામાં ઉ પરથી મીઠું નાખવાની આદત હોય છે .


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us