આજે ઘણા લોકોના રૂટિનમાં પ્રોટીન સપ્લિમેન્ટ્સ (Protein supplements) એક મુખ્ય ભાગ બની ગયું છે. એથ્લેટ્સથી માંડીને જિમ જતા ઘણા લોકો અને જેઓ ફક્ત તેમના ડાયટ (Diet) માં પ્રોટીનનું સેવન વધારવા માંગતા હોય તો તેઓ આ પાઉડર ઉકેલ તરીકે લેતા હોય છે. પરંતુ જ્યારે તમે દરરોજ તમારા આહારમાં પ્રોટીન સપ્લિમેન્ટ્સનો સમાવેશ કરો છો ત્યારે ખરેખર તમારા શરીર પર કેવી અસર થઇ શકે છે? જેમ જેમ આ પ્રોડક્ટસની લોકપ્રિયતા સતત વધી રહી છે, તેમ તેમ શરીર પર તેની અસરો, પોઝિટિવ અને નેગેટિવ બંનેને સમજવી મહત્વપૂર્ણ છે.
પ્રોટીન સપ્લિમેન્ટ્સની લોકપ્રિયતાના કારણો
બેંગલુરુના વરિષ્ઠ ન્યુટ્રિશનિસ્ટ અક્ષિતા રેડ્ડી કહે છે કે પ્રોટીન સપ્લીમેન્ટ્સ, પ્રાણી કે વનસ્પતિ સ્ત્રોતોમાંથી મેળવેલા આવતું પ્રોટીન છે તાજેતરના વર્ષોમાં તેની લોકપ્રિયતામાં વધારો થયો છે. તમે whey, કેસીન, સોયા, વટાણા અથવા ચોખાના પ્રોટીન પાઉડરનો સમાવેશ થાય છે, આ સામાન્ય વિકલ્પો છે.
આ પણ વાંચો: શું વધુ પડતો આઈસ્ક્રીમ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે? આહાર નિષ્ણાત શું કહે છે?
તેમની લોકપ્રિયતા સમજાવતા તે કહે છે કે તેમની “સુવિધા” એક મુખ્ય પરિબળ છે. “આપણી ફાસ્ટ લાઈફમાં પ્રોટીન સપ્લીમેન્ટ લેવા એ તમારા પ્રોટીનની ઉણપને પુરી કરવાની ઝડપી અને સરળ રીત છે. આ સાથે તેજીમય ફિટનેસ ઉદ્યોગ પણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે.’
આ ઉપરાંત, જેઓ આહાર પર પ્રતિબંધો અથવા શાકાહારીઓ અને વીગન જેવી પસંદગીઓ ધરાવતા હોય તેઓને તેમની પોષક જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રોટીન સપ્લિમેન્ટ્સ એક વ્યવહારુ રીત બની શકે છે.
દરરોજ પ્રોટીન સપ્લિમેન્ટ્સનું સેવન કરવાથી શરીર પર થતી અસર
સ્નાયુઓની વૃદ્ધિ : વર્કઆઉટ પછી પ્રોટીન સપ્લિમેન્ટ્સનું સેવન કરવામાં આવે છે, તે સ્નાયુ પ્રોટીન સંશ્લેષણને વધારી શકે છે, જે પ્રક્રિયા તમારા સ્નાયુઓને સમારકામ કરે છે અને મસલ્સ બનાવે છે.
વેઇટ કંટ્રોલ : પ્રોટીન તેના સંતોષકારક ગુણધર્મો માટે જાણીતું છે, તમારું પેટ રાખવામાં મદદ કરે છે અને એકંદર કેલરીના સેવનને ઘટાડે છે. આ વજન કંટ્રોલ કરવાના લક્ષ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે.
પ્રોટીનની ઉણપ પુરી કરે : જો તમારો નિયમિત આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન ન લઇ શકાતું હોઈ તો સપ્લીમેન્ટ તમને તમારા દૈનિક પ્રોટીન લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી શકે છે, જે તમને વિવિધ શારીરિક કાર્યો માટે જરૂરી પોષક તત્વો પ્રાપ્ત કરે છે તેની ખાતરી કરી શકે છે.
પાચન સંબંધી સમસ્યા : પ્રોટીન સપ્લીમેન્ટ સામાન્ય રીતે સલામત હોવા છતાં કેટલીક વ્યક્તિએ ખાસ કરીને લેક્ટોઝ અસહિષ્ણુતા (લેક્ટોઝ ઇન્ટોલરન્સ) ધરાવતા લોકોમાં પેટનું ફૂલવું (બ્લોટિંગ) અથવા ગેસ જેવી પાચનમાં અગવડતા અનુભવી શકે છે.
આ પણ વાંચો: Orange Soap: શું તમે ક્યારેય લગાવ્યો છે નારંગીનો સાબુ? ઘરે બનાવો અને પછી કરો ઉપયોગ
દરરોજ પ્રોટીન સપ્લિમેન્ટ્સનું સેવન લાંબા ગાળા શું અસર કરે?
એક્સપર્ટ કહે છે, પ્રોટીન સપ્લિમેન્ટ્સ એક મૂલ્યવાન સાધન બની શકે છે, ત્યારે લાંબા ગાળાના ઉપયોગ માટે થોડી સાવધાની જરૂરી છે.
- જો તમને પહેલેથી કિડનીની સમસ્યાઓ છે, તો વધુ પડતું પ્રોટીન લેવાથી તમારી કિડની પર વધારાનો તાણ આવી શકે છે. તમારી ચોક્કસ સ્વાસ્થ્ય જરૂરિયાતો માટે યોગ્ય પ્રોટીનનું સેવન નક્કી કરવા માટે તમારા ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.
- હાઈ પ્રોટીનનું સેવન ક્યારેક કેલ્શિયમના ઉત્સર્જનમાં વધારો કરી શકે છે. સુનિશ્ચિત કરો કે તમને તંદુરસ્ત હાડકાં જાળવવા માટે તમારા આહાર અથવા પૂરકમાંથી પૂરતું કેલ્શિયમ મળી રહ્યું છે.
- જેમ જેમ આપણે ઉંમર વધે છે તેમ આપણું શરીર પ્રોટીનને અલગ રીતે રિસ્પોન્સ આપે છે. વધારે ઉંમરના લોકોએ તેમના પ્રોટીનના સેવનનું ધ્યાન રાખવું જોઈએ અને તે તેમના એકંદર હેલ્થ લક્ષ્યો સાથે સંરેખિત છે તેની ખાતરી કરવા માટે તેમના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
હંમેશા પ્રોટીન સપ્લિમેન્ટ્સ પસંદ કરો જે તમારી વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ હોય. જો તમને લેક્ટોઝ અસહિષ્ણુતા હોય, તો કોઈપણ પ્રતિકૂળ પ્રતિક્રિયાઓ ટાળવા માટે લેક્ટોઝ ફ્રી અથવા પ્લાન્ટ બેઝડ વિકલ્પ પસંદ કરો. તમારી પ્રોટીન જરૂરિયાતો માટે માત્ર પ્રોટીન સપ્લિમેન્ટ્સ પર આધાર રાખવો એ ટકાઉ કે સ્વસ્થ અભિગમ નથી. ખાતરી કરો કે તમે સંતુલિત આહારનું સેવન કરો છો.





