Health Tips : અઠવાડિયામાં ત્રણ દિવસ ઢોકળા ખાવાથી શરીર પર શું અસર થાય છે? ડાયેટિશિયને કહ્યું…

Health Tips : ઢોકળા એક લોકપ્રિય ભારતીય વાનગી છે જે ચોખા અને ચણાના લોટમાં આથો લાવીને બનાવવામાં આવે છે. ઢોકળા ખાવાથી ઘણા સ્વાસ્થ્ય ફાયદા થઇ શકે છે.

Health Tips : ઢોકળા એક લોકપ્રિય ભારતીય વાનગી છે જે ચોખા અને ચણાના લોટમાં આથો લાવીને બનાવવામાં આવે છે. ઢોકળા ખાવાથી ઘણા સ્વાસ્થ્ય ફાયદા થઇ શકે છે.

author-image
shivani chauhan
New Update
what happens when you eat dhokla benefits health tips gujarati news

Health Tips : ઢોકળા એક લોકપ્રિય ભારતીય વાનગી છે જે ચોખા અને ચણાના લોટમાં આથો લાવીને બનાવવામાં આવે છે. ઢોકળા ખાવાથી ઘણા સ્વાસ્થ્ય ફાયદા થઇ શકે છે.

Health Tips : શરીરને યોગ્ય રીતે કાર્યરત રાખવા માટે સ્વસ્થ આહાર (Healthy Diet) જરૂરી છે. પરંતુ ઘણા બહારનો ખોરાક (Food) ખાવાનું પસંદ કરે છે. પરંતુ આ ખરાબ આહારની અસર આપણા સ્વાસ્થ્ય પર સ્પષ્ટપણે જોવા મળે છે. બહારનું ખાવાનું માત્ર પાચનતંત્રને જ અસર કરતું નથી પણ ઘણી સમસ્યાઓનું કારણ પણ બને છે. કેટલાક લોકો ખાવા-પીવાની આ જ ખોટી આદતોને અનુસરે છે. કેટલાક લોકો દરરોજ નાસ્તો અથવા રાત્રિભોજન માટે સમાન ખોરાક ખાવાનું પસંદ કરે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો સવારે નાસ્તામાં ઢોકળા ખાવાનું પસંદ કરે છે. ખાસ કરીને આપણે ગુજરાતીઓ અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ ઢોકળાનું સેવન કરે છે. પરંતુ ઢોકળાના દૈનિક સેવનથી સ્વાસ્થ્ય પર થતી અસરો વિશે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના મુખ્ય આહાર નિષ્ણાત શ્રુતિ કે. ભારદ્વાજે વિસ્તૃત માહિતી આપી હતી.

Advertisment

ડાયટિશિયન શ્રુતિ કે. ભારદ્વાજના જણાવ્યા મુજબ, ઢોકળા એક લોકપ્રિય ભારતીય વાનગી છે જે ચોખા અને ચણાના લોટમાં આથો લાવીને બનાવવામાં આવે છે. ઢોકળા ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. સૌ પ્રથમ, તેમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. તેમાં આથો લાવવાની પ્રક્રિયા પોષક તત્વોની જૈવઉપલબ્ધતા વધારે છે.

આ પણ વાંચો: Turnip Benefits : આ શાકભાજી ડાયાબિટીસ, હૃદય અને આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જાણો અન્ય ફાયદા

ભારદ્વાજે ઉમેર્યું હતું કે ઢોકળામાં હેલ્ધી કાર્બોહાઈડ્રેટ પણ હોય છે. ચોખા અને ચણાના લોટ સહિત ડાયેટરી ફાઇબરની સારી માત્રા પૂરી પાડે છે, પાચનમાં મદદ કરે છે અને સ્વસ્થ આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.

Advertisment

તે સિવાય ઢોકળા એ વિટામિન્સ અને મિનરલ્સનું પાવરહાઉસ છે, જેમાં વિટામિન બી, આયર્ન અને પોટેશિયમ હોય છે. તેઓ વિવિધ શારીરિક કાર્યોમાં ફાળો આપે છે. ભારદ્વાજના મતે, આથોની પ્રક્રિયા પ્રો-બાયોટિક્સ પણ ઉત્પન્ન કરે છે, જે આંતરડાના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક છે.

ઢોકળા ઘણા નાસ્તા માટે તંદુરસ્ત વિકલ્પ છે કારણ કે તે તળવાને બદલે બાફવામાં આવે છે, આ વધારાની ચરબીનું સેવન ઘટાડે છે. ઢોકળા તેના હળવા અને સોફ્ટ બનાવટ સાથે પાચન માટે સારું છે અને પાચનની સમસ્યાઓથી પીડાતા લોકો માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

એમ હૈદરાબાદની યશોદા હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ અને ફિઝિશિયન ડૉ. દિલીપ ગુડેએ જણાવ્યું હતું કે, પરંતુ, અઠવાડિયામાં ત્રણ વખત ઢોકળા ખાવાથી કબજિયાત, પેટનું ફૂલવું જેવા લક્ષણો થઈ શકે છે.

આ પણ વાંચો: Winter Health Tips : શિયાળામાં બ્લડ પ્રેશર કેમ વધે છે? બીપી કંટ્રોલ કરવા માટે આ ખોરાકને ડાયટનો ભાગ બનાવો, હ્રદયરોગનું જોખમ ઘટશે

એમ ડૉ. ગુડેએ કહ્યુ કે, “ફૂડનો આથો પાચન પર લેક્ટિક એસિડ મુક્ત કરી શકે છે, જે જઠરાંત્રિય આડઅસરનું કારણ બની શકે છે. ઢોકળાને જો માત્રામાં ખાવામાં આવે તો તે પ્રોટીનથી ભરપૂર હોય છે. તેલનો ઉપયોગ કર્યા વિના તેને બાફવામાં આવે છે, તેથી તેમાં ઘણા પોષક મૂલ્યો છે. તેથી, તેને મુખ્ય ખોરાક તરીકે લેવાને બદલે, તમે તેને ક્યારેક-ક્યારેક નાસ્તા તરીકે ખાઈ શકો છો.''

એમ ડાયટિશિયન ભારદ્વાજે જણાવ્યું હતું કે, ડાયાબિટીસના દર્દીઓએ ઢોકળા બનાવતી વખતે ચોખાના લોટનો ઉપયોગ ટાળવો જોઈએ. તેના બદલે તમે ચણાના લોટ અથવા દાળમાંથી ઢોકળા બનાવી શકો છો.

શિયાળો બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips