PCOS Disease Test: PCOS એટલે કે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ એક સામાન્ય હોર્મોનલ ડિસઓર્ડર છે, જે દુનિયાભર લાખો મહિલાઓને અસર કરે છે. ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોમાં તેના કેસ ઝડપથી વધ્યા છે. તેમ છતાં મોટાભાગની સ્ત્રીઓ હજી પણ આ સમસ્યાથી અજાણ હોય છે અથવા પીડિતાને તેના વિશે સમયસર જાણ થતી નથી. આવી સ્થિતિમાં પરિસ્થિતિ ધીરે ધીરે વધુ ગંભીર બનતી જાય છે અને પછીથી તેને કાબૂમાં રાખવી ખૂબ મુશ્કેલ બની જાય છે.
અહીં અમે તમને જણાવી રહ્યાં છીએ કે, મહિલા એ પીસીઓએસ ટેસ્ટ ક્યારે કરાવવો જોઇએ, તેનો ટેસ્ટ કેવી રીતે થાય છે અને કેટલો ખર્ચ થાય છે.
જો કે, તે પહેલા જાણીએ કે પીસીઓએસ શું છે અને આ સ્થિતિ સ્ત્રીને કેવી અસર કરી શકે છે.
પીસીઓએસ શું છે? (What It Is PCOS?)
હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, પીસીઓએસ એટલે કે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમથી પીડિત મહિલાઓમાં પુરુષ હોર્મોન્સ એટલે કે એન્ડ્રોજન લેવલ વધવા લાગે છે અને ફીમેલ હોર્મોન એટલે કે પ્રોજેસ્ટેરોનમાં ઘટાડો થાય છે. આ સ્થિતિમાં હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે, જેના કારણે અંડાશયમાં કોથળીઓ બનવા લાગે છે.
આ સ્થિતિ કેવી રીતે અસર કરે છે?
PCOS થાય છે, ત્યારે ઓવ્યુલેશન ઘટવા લાગે છે અથવા તો સંપૂર્ણપણે બંધ પણ થઇ શકે છે, જેના કારણે મહિલાઓને ગર્ભાવસ્થામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, આવી સમસ્યાથી છૂટકારો મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
PCOS ટેસ્ટ ક્યારે કરાવવો?
સારી બાબત એ છે કે PCOS ના શરૂઆત તબક્કામાં ઘણા લક્ષણ દેખાવાનું શરૂ થાય છે. આવી સ્થિતિમાં, જો કોઈ સ્ત્રી તેના શરીરમાં આ ફેરફારો જુએ છે, તો તેણે વધુ સમય બગાડ્યા વિના PCOS ટેસ્ટ કરાવવા જોઈએ.
PCOS બીમારીના લક્ષણ
અનિયમિત પિરિયડ્સ
જો તમને પહેલા કરતા ટૂંકા કે લાંબા સુધી માટે માસિક સ્ત્રાવ થતો હોય, માસિક સ્ત્રાવ અનિયમિત હોય અથવા તો માત્ર એકથી બે દિવસ માટે જ રક્તસ્ત્રાવ થતો હોય, તો PCOS ટેસ્ટ કરાવો.
એન્ડ્રોજન લેવલ વધવું
જ્યારે પુરુષના હોર્મોન્સ વધે છે, ચહેરા અને શરીર પર વધારે વાળ દેખાવા લાગે છે, ખીલની સમસ્યા વધે છે, તેમજ પુરુષની જેમ માથામાં ટાલ પડે છે, ત્યારે આવા શારીરિક લક્ષણો જોવા મળે ત્યારે PCOS ટેસ્ટ કરવી જરૂરી બને છે.
વજન વધવું
જો તમારું વજન બિનજરૂરી રીતે વધવા લાગ્યું છે અને સારા આહાર, કસરત પછી પણ તમને વજન ઘટાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો એક વખત હેલ્થ એક્સપર્ટ્સની સલાહ લો. PCOSના કિસ્સામાં આ ખૂબ જ સામાન્ય છે.
PCOS: સ્કિન પર ધ્યાન રાખો
આ ઉપરાંત જો ખાસ કરીને તમારી ગરદન, કમર અને સ્તનની નીચે કાળાશ વધી રહી હોય અથવા બગલ અને ગરદનની આસપાસ વધારે પડતી સ્કિ વધી રહી હોય તો આ સ્થિતિમાં PCOS ટેસ્ટ કરાવો.
PCOS ટેસ્ટ કેવી રીતે થાય છે?
PCOS ટેસ્ટ માટે બ્લડ ટેસ્ટ અથવા અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવે છે. સાથે જ 3 પ્રકારના બ્લડ ટેસ્ટ પણ થાય છે.
હોર્મોન્સ લેવલ માટે: આ ટેસ્ટમાં એન્ડ્રોજન, ઇન્સ્યુલિન અને અન્ય હોર્મોન્સ લેવલ માપવામાં આવે છે.
ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટઃ આ ટેસ્ટમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અથવા ડાયાબિટીસની તપાસ કરવામાં આવે છે.
લિપિડ પ્રોફાઇલઃ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ લેવલ માપવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે.
PCOS ટેસ્ટ ચાર્જ કેટલો છે?
સામાન્ય રીતે બ્લડ ટેસ્ટની કિંમત 2000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીની હોઈ શકે છે. તો અલ્ટ્રાસાઉન્ડ સામાન્ય રીતે 500 થી 2000 રૂપિયાની વચ્ચે હોય છે. આ શુલ્ક જુદાં જુદાં સ્થાનો અને કેન્દ્રો અનુસાર બદલાઈ શકે છે.
આ પણ વાંચો | વેટ લોસ માટે આ સમયે પાણી પીવાથી થશે ફાયદો, કબજિયાત પણ મટશે
PCOS ટેસ્ટ પહેલા આ વાતોનું રાખો ધ્યાન
જો તમે PCOS માટે બ્લડ ટેસ્ટ કરાવતા હોવ, તો સચોટ પરિણામો માટે ટેસ્ટ પહેલાં તંદુરસ્ત અને સંતુલિત આહાર લો.જો તમે કોઈપણ પ્રકારની દવાઓ લો છો, તો પછી આ માહિતી ડોક્ટરને અગાઉથી આપી દો.ઉપરાંત જો તમે ગ્લુકોઝ ટોલરેન્સ ટેસ્ટ કરાવી રહ્યા છો, તેની પહેલા ફાસ્ટિંગ રૂલ્સ અનુસરો.
(Disclaimer: અહીં તમારી સમક્ષ માત્ર સામાન્ય માહિતી અને જાણકારી આપવામાં આવી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.)





