બ્રહ્મમુહૂર્ત એટલે શું? એક્સપર્ટ્સ પાસેથી જાણો બ્રહ્મમુહૂર્તમાં ઉઠવાથી શું થાય છે

Brahma Muhurta Benefits : સવારે જાગવાનો 'શ્રેષ્ઠ સમય' કયો છે? ચાલો નિષ્ણાંતો પાસેથી તેના વિશે વિગતવાર જાણીએ. ઘણા આરોગ્ય નિષ્ણાંતો બ્રહ્મમુહુર્તમાં ઉઠવાની ભલામણ કરે છે

Written by Ashish Goyal
November 18, 2024 23:17 IST
બ્રહ્મમુહૂર્ત એટલે શું? એક્સપર્ટ્સ પાસેથી જાણો બ્રહ્મમુહૂર્તમાં ઉઠવાથી શું થાય છે
સવારે વહેલા ઉઠવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે (તસવીર - સોશિયલ મીડિયા)

Morning Mantra: સવારે વહેલા ઉઠવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા તો થાય જ છે સાથે જ તમારી એક્ટિવિટી અને સતર્કતા પણ વધે છે, જે પછી તમારો આખો દિવસ સારો બનાવે છે. કેટલાક લોકો તેમના દિવસની શરૂઆત સવારે 5-6 વાગ્યાથી કરે છે, તો કેટલાક લોકો તે પહેલા પણ તેમની પથારી છોડી દે છે. સવારે જાગવાનો ‘શ્રેષ્ઠ સમય’ કયો છે? ચાલો નિષ્ણાંતો પાસેથી તેના વિશે વિગતવાર જાણીએ.

સવારે જાગવાનો શ્રેષ્ઠ સમય કયો છે?

આ માટે ઘણા આરોગ્ય નિષ્ણાંતો બ્રહ્મમુહુર્તમાં ઉઠવાની ભલામણ કરે છે. બ્રહ્મમુહૂર્ત સૂર્યોદયના એક કલાક અને 36 મિનિટ પહેલાં શરૂ થાય છે. સમય પ્રમાણે બ્રહ્મમુહૂર્ત સવારે 3:30થી 5:30 અથવા 6:00 વાગ્યાની વચ્ચે ગમે ત્યારે થઈ શકે છે.

બ્રહ્મમુહુર્તમાં ઉઠો છો ત્યારે શું થાય છે?

એલવાયઇએફ વેલનેસનાં એડવાઇઝર અને કંસલ્ટેંટ, બીએએમએસ, એમડી (આયુ) ડૉ. લક્ષ્મી વર્મા કહે છે આયુર્વેદ અનુસાર આપણા શરીરમાં ત્રણ દોષો હોય છે, જેમાં વાત, પિત્ત અને કફનો સમાવેશ થાય છે. આ દોષો દિવસના જુદા જુદા સમયે સક્રિય રહે છે. દિવસની શરૂઆતમાં કફ દોષ, મધ્યમાં પિત્ત દોષ અને રાત્રે વાત દોષ સક્રિય હોય છે.

હવે રાત્રે પણ આ જ પેટર્ન જોવા મળે છે. વાત દોષને ગતિ સાથે જોડાયેલો માનવામાં આવે છે. તે શ્વાસ, લોહીનો પ્રવાહ અને ઉત્સર્જન જેવી શારીરિક કાર્યો સાથે માનસિક કાર્યોને નિયંત્રિત કરે છે. જ્યારે વાત સંતુલિત હોય છે ત્યારે વ્યક્તિ ઊર્જાવાન અને ક્રિએટિવ લાગે છે. આવી સ્થિતિમાં દિવસની શરૂઆત એવા સમયે કરવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે વાત પ્રબળ હોય.

ડોક્ટરના જણાવ્યા અનુસાર બ્રહ્મમુહુર્ત દરમિયાન તમારા બંને નસકોરા સક્રિય હોય છે. આવી સ્થિતિમાં તમે આ સમયે વધુ સારી રીતે શ્વાસ લઈ શકો છો, જે તમારા સ્વાસ્થ્યને સુધારે છે.

આ પણ વાંચો – નેગેટિવ લોકોથી કેવી રીતે રહેવું દૂર? આ રીતે કરો નકારાત્મક લોકોની ઓળખ

બ્રહ્મમુહૂર્તમાં તમારું મન સક્રિય હોય છે અને તમારી ઇન્દ્રિય સતર્ક હોય છે. આવી સ્થિતિમાં તમારા દિવસનો પ્લાન કરવા અને સર્જનાત્મક પાસાઓને ધ્યાનમાં લેવાનો આ શ્રેષ્ઠ સમય છે.

ડો.વર્માના જણાવ્યા મુજબ બ્રહ્મમુહૂર્તમાં ઉઠવાથી પાચન અને મેટાબોલિઝ્મ વધે છે. સાથે જ તણાવ અને ચિંતાનું પ્રમાણ ઘટે છે.

બ્રહ્મમુહૂર્તમાં કેવી રીતે ઉઠવું?

  • આ માટે નિષ્ણાંતો રાત્રે 10 વાગ્યા સુધીમાં સુવાની ભલામણ કરે છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર સવારે વહેલા ઉઠવા માટે તમારા બોડી ક્લોકને સેટ કરવું પડશે. જે ત્યારે જ થશે જ્યારે તમે સમયસર ઊંઘી જશો.

  • તમારે ઓરડામાં સંપૂર્ણ અંધારું રાખવું પડશે. આ તમને ગાઢ નિંદ્રા મેળવવામાં મદદ કરશે અને તમે તાજગીથી જાગી શકશો.

  • રાત્રે 9 વાગ્યા સુધીમાં તમારો મોબાઇલ ફોન/ટીવી/ટેબ્લેટ બંધ કરી દો.

  • સારી ઉંઘ મેળવવા માટે રાત્રે ઉંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો.

આ કેટલીક સરળ રીતો તમને બ્રહ્મમુહુર્તમાં ઉભા થવામાં મદદ કરી શકે છે.

ડિસ્ક્લેમરઃ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ