Fruits Stickers Meaning: ફળ પર સ્ટિકર કેમ ચોંટાડવામાં આવે છે? કુદરતી અને કેમિકલથી પકવેલા ફળ આ રીત ઓળખો

How to Decode the Numbers on Fruit Stickers : તમે બજારમાં સફરજન જેવા ફળો પર સ્ટિકર લાગેલા જોયા હશે, પણ શું ક્યારેય વિચાર્યું છે આ સ્ટિકર કેમ લગાડવામાં આવે છે, સ્ટિકર નંબરનો શું અર્થ છે? આ વિશે અહી વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

Written by Ajay Saroya
July 02, 2025 15:19 IST
Fruits Stickers Meaning: ફળ પર સ્ટિકર કેમ ચોંટાડવામાં આવે છે? કુદરતી અને કેમિકલથી પકવેલા ફળ આ રીત ઓળખો
Fruits Stickers Meaning: ફળ પર ચોંટાડેલા સ્ટિકર તેની ગુણવત્તા વિશે જાણકારી આપી છે. (Photo: Social Media)

What Is The Meaning Of Stickers On Fruits: ફળ ખાવાથી શરીરને પોષણ મળે છે. ઘણી આપણે બજારમાંથી સફરજન, ચીકુ જે નારંગી જેવા વિવિધ ફળો ખરીદતી વખતે તેમના પર સ્ટિકર લાગેલા જોયા હશે. મોટાભાગના લોકો આ સ્ટિકર ને કંપની સ્ટિકર, લોગો કે બ્રાન્ડિંગ સમજે છે, જે તદ્દન ખોટી માહિતી છે. હકીકતમાં આ સ્ટિકર પર ફળ વિશે મહત્વપૂર્ણ જાણકારી હોય છે, જે દરેકને ખબર હોવી જ જોઇએ. આ આર્ટીકલમાં ફળ ઉપર સ્ટિકર કેમ લગાડવામાં આવે છે, તેમા છપાયેલા આંકડાનો શું મતલબ છે, જેના વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

ફળ પર સ્ટિકર કેમ લગાડવામાં આવે છે.

ફળ પર સ્ટિકર લગાડવાનો હેતુ ફળના ગ્રેડ અને કોડ વિશે જાણકારી આપવાનો હોય છે. એટલે કે આ ફળ ક્યાં ઉગાડવામાં આવ્યું છે, જૈવિક રીતે પકાવવામાં આવ્યું છે કે પેસ્ટિસાઇડનો ઉપયોગ થયો છે જેવી વિગતો વિશે માહિતી આપવાનો હોય છે. હકીકતમાં ફળ પર એક PLU Code (Price look up code) ચોંટાડ્યું છે, જે ફળની ગુણવત્તા દર્શાવે છે. પીએલયુ કોડ માં એક ખાસ આંકડાથી કોડ નંબર શરૂ થાય છે, જેનો અલગ અલગ અર્થ થાય છે.

અમુક ફળોમાં પાંચ આંકડાનો સ્ટિકર લાગેલું હોય છે, જેનો પ્રથમ નંબર 9 હોય છે. ઉદાહરણ તરીકે ફળ ઉપર ચોંટાડેલા સ્ટિકરનો નંબર 93435 છે, તેનો અર્થ એવો થાય છે કે, આ ફળ ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવ્યું છે. આવા ફળની કિંમત મોંઘી હોય છે.

નોન ઓર્ગેનિક ફળ માટે સ્ટિકર કોડ

ફળ પર લાગેલા અમુક સ્ટિકર નંબરનો આંકડો 8 થી શરૂ થતો હોય છે. ઉદાહરણ તરીકે સ્ટિકર નંબર 82357 હોય તો, તેમાં જિનેટિક મોડિફાઇડ કરેલું હોય છે. આવા પ્રકારના ફળ નોન ઓર્ગેનિક ફળોની શ્રૈણીમાં આવે છે.

જંતુનાશક અને કેમિકલ થી પકાવેલા ફળ આ રીતે ઓળખો

અમુક ફળો પર ચોંટાડેલા સ્ટિકર પર 4 આંકડાનો નંબર છાપેલો હોય છે, જેમ કે 4627 નંબર હોય છે. તેનો અર્થ એવો થાય છે કે, આ ફળ ફગાડવા માટે જંતુનાશક અને કેમિકલનો ઉપયોગ થયો છે. આવા ફળ ઓર્ગેનિક ફળોની તુલનામાં ઘણા સસ્તા હોય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ