સનસ્ક્રીન લગાવ્યા પછી ફેસ પર સફેદ ડાઘ પડી જાય છે? શું સ્કિન માટે હાનિકારક છે?

ઘણા લોકો સનસ્ક્રીનનો ઉપયોગ કરવાથી ડરે છે. કારણ કે એ કે સનસ્ક્રીન લગાવ્યા પછી તેમને સફેદ ડાઘ (white cast) થાય છે અહીં જાણો સફેદ ડાઘ શું છે અને તેની તમારી ત્વચા પર શું અસર પડે છે?

Written by shivani chauhan
March 28, 2025 14:11 IST
સનસ્ક્રીન લગાવ્યા પછી ફેસ પર સફેદ ડાઘ પડી જાય છે? શું સ્કિન માટે હાનિકારક છે?
સનસ્ક્રીન લગાવ્યા પછી ફેસ પર સફેદ ડાઘ પડી જાય છે? શું સ્કિન માટે હાનિકારક છે?

ઉનાળા (summer) માં લોકો તીવ્ર સૂર્યપ્રકાશથી ત્વચાને બચાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે. તે તમારી ત્વચા પર અવરોધ જેવું સ્તર બનાવે છે જેથી સૂર્યના હાનિકારક કિરણો તમારી ત્વચાના સંપર્કમાં ન આવે. જેના કારણે તમારી સમસ્યા ટાળી શકાય છે. તે ત્વચાને ટેન થતી અટકાવે છે અને ત્વચા સંબંધિત સમસ્યાઓ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. પરંતુ મોટાભાગની સનસ્ક્રીન ત્વચા પર લગાવતાની સાથે જ સફેદ ડાઘ છોડી દે છે.

ઘણા લોકો સનસ્ક્રીનનો ઉપયોગ કરવાથી ડરે છે. કારણ કે એ કે સનસ્ક્રીન લગાવ્યા પછી તેમને સફેદ ડાઘ (white cast) થાય છે અહીં જાણો સફેદ ડાઘ શું છે અને તેની તમારી ત્વચા પર શું અસર પડે છે?

વાઈટ કાસ્ટ શું છે? (What is white cast?)

સનસ્ક્રીનમાં ઝિંક ઓક્સાઇડ અને ટાઇટેનિયમ ડાયોક્સાઇડ જેવા ઘટકો હોય છે જે તમારી ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવામાં મદદ કરે છે. આ તત્વો ત્વચા પર સફેદ ડાઘ પડવાનું મુખ્ય કારણ છે. આ ઘટકો ઘણીવાર ખનિજ સનસ્ક્રીનમાં જોવા મળે છે.

આ પણ વાંચો: સફેદ વાળ થશે કુદરતી રીતે કાળા, આ ઘરેલું ઉપાયો છે અસકરકારક

સનસ્ક્રીનના સફેદ ડાઘથી બચવા શું કરવું?

જો તમે સનસ્ક્રીનના સફેદ પડથી બચવા માંગતા હો, તો તમે મિનરલ સનસ્ક્રીનને બદલે કેમિકલ અથવા ટીન્ટેડ સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો. આ સાથે, તમારે એવું સનસ્ક્રીન પસંદ કરવું જોઈએ જેમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ ન હોય. આવા સનસ્ક્રીન તમારી ત્વચાને સફેદ રંગ છોડ્યા વિના સૂર્યના કઠોર પ્રકાશ અને હાનિકારક કિરણોથી રક્ષણ આપે છે. આ ઉપરાંત, સનસ્ક્રીન લગાવતા પહેલા ત્વચાને સારી રીતે હાઇડ્રેટ કરો.

સનસ્ક્રીનના સફેદ ડાઘથી થતી અસરો

સફેદ કાસ્ટની તમારી ત્વચા પર કોઈ કાયમી અસર થતી નથી. તે તમારી ત્વચા પર એક સ્તર બનાવીને સનસ્ક્રીન તરીકે કામ કરે છે, આમ તમારી ત્વચાને નુકસાન થવાથી બચાવે છે. પરંતુ જો આ સફેદ કાસ્ટ તમારી ત્વચા સાથે મેળ ખાતું ન હોય તો તે તમને અસ્વસ્થતા અનુભવી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ