/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Post-Workout-Diet.jpg)
Post Workout Diet : 'મૈને પ્યાર કિયા' ફેમ ભાગ્યશ્રીએ કહ્યું વર્ક આઉટ કર્યા પછી શું પીવું? આ મોંઘા પ્રોટીન પાવડરનો સસ્તો ઓપ્શન
દરેક વ્યક્તિ હંમેશા જુવાન અને આકર્ષક દેખાવા માંગે છે. આ કારણોસર, ઘણા લોકો તેમના વજનને કંટ્રોલમાં રાખવા માટે જીમમાં કલાકો સુધી વર્કઆઉટ કરે છે. કેટલાક લોકો વર્કઆઉટ પછી સ્પોર્ટ્સ ડ્રિંક્સ પીવાનું પણ પસંદ કરે છે. થાકને દૂર કરવા માટે આ સ્પોર્ટ્સ ડ્રિંક કસરત પછી પીવામાં આવે છે. પરંતુ, દરેકને દરરોજ મોંઘા સ્પોર્ટ્સ ડ્રિંક પીવું પોસાય તેમ નથી. તે કિસ્સામાં, મોંઘા સ્પોર્ટ્સ ડ્રિંકનો વિકલ્પ માંગવામાં આવે છે. પરંતુ, ઇન્ટરનેટ પર અવેલેબલ સ્પોર્ટ્સ ડ્રિંક્સની ઘણી બધી પસંદગીઓ સાથે, શું પીવું તે જાણવું મુશ્કેલ છે. 'મૈંને પ્યાર કિયા' ફેમ અભિનેત્રી ભાગ્યશ્રી પટવર્ધને, જે 54 વર્ષની વયે પણ યન્ગ દેખાય છે, તેણે કસરત પછી મોંઘા પ્રોટીન પાવડરનો બેસ્ટ નેચરલ ઓપ્શન સૂચવ્યો છે. અહીં જાણો,
વર્કઆઉટ પછી સ્પોર્ટ્સ ડ્રિંક્સને બદલે નારિયેળ પાણી પીવાના ફાયદા
વર્કઆઉટ પછી નારિયેળ પાણી (coconut Water) પીવું શરીર માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આ એક આદર્શ પીણું છે જેનું સેવન દરેક ઋતુમાં કરી શકાય છે. નાળિયેર પાણી કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સના પાવરહાઉસ તરીકે ઓળખાય છે, તે શરીરમાંથી થાક દૂર કરવામાં મદદ કરે છે. તેમાં કેલરી અને નેચરલ સુગર ખૂબ ઓછી હોય છે. તે પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સથી પણ સમૃદ્ધ છે, જે શરીરમાંથી ગુમાવેલ પોષક તત્વોને ફરીથી ભરવામાં મદદ કરે છે. પરંતુ, શું તમે જાણો છો કે શા માટે નારિયેળ પાણી વર્કઆઉટ પછીના આદર્શ પીણા તરીકે ઓળખાય છે?
આ પણ વાંચો: Health Tips : શું ખાલી પેટ આદુનો રસ પીવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે? એક્સપર્ટે કહ્યું…
વર્કઆઉટ પછી નારિયેળ પાણી પીવું કેમ ફાયદાકારક? અભિનેત્રી ભાગ્યશ્રી પટવર્ધને કહ્યું…
આ દરમિયાન, અભિનેત્રી ભાગ્યશ્રી પટવર્ધન સમજાવે છે કે શા માટે વર્ક આઉટ પછી નાળિયેર પાણી ખાંડવાળા સ્પોર્ટ્સ ડ્રિંક કરતાં વધુ સારું છે. નારિયેળનું પાણી ખૂબ જ હાઇડ્રેટિંગ છે અને વર્કઆઉટ પછીના સ્પોર્ટ્સ ડ્રિંક્સનો ઉત્તમ વિકલ્પ છે, બધી ફેન્સી અને મોંઘી વસ્તુઓ સારી નથી હોતી.
'મૈને પ્યાર કિયા' ફેમ ભાગ્યશ્રીએ ઉમેર્યું કે આ સાદું પીણું કોઈ પણ પી શકે છે અને કેલરી પણ ઘટાડી શકે છે. તે તમારા શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું પ્રમાણ વધારે છે અને થાક, નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે. પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોવાથી તે તમારા શરીરને કસરત પછી જરૂરી પોષક તત્વો આપે છે.
ન્યુટ્રિશનિસ્ટએ નારિયેળ પાણીના પોષક તત્વો વિશે માહિતી આપી
બેંગ્લોરમાં જિંદાલ નેચરક્યોર સંસ્થાના મુખ્ય ન્યુટ્રિશનિસ્ટએ સુષ્મા પીએસએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા વર્કઆઉટ પછી નારિયેળ પાણી પીવાના ફાયદાઓ વિશે જણાવ્યું છે. તેઓ અનુસાર, વર્કઆઉટ દરમિયાન પરસેવાના રૂપમાં શરીરમાં પાણીનું સ્તર ઘટી જાય છે. તે ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ પણ ઘટાડે છે. આ દરમિયાન, સ્પોર્ટ્સ ડ્રિંક્સમાં પાણી હોવા છતાં, તેમાં ઇલેક્ટ્રોલાઇટનું સ્તર ઊંચું હોય છે અને ખાંડનું પ્રમાણ વધારે હોય છે. આવા કિસ્સાઓમાં, વધુ પડતી ખાંડનું સેવન શરીરને હાઇડ્રેટ કરવું વધુ મુશ્કેલ બનાવે છે. જો કે, કસરત કરતા પહેલા નાળિયેર પાણી પીવાથી ડિહાઇડ્રેશનનું જોખમ ઓછું થાય છે. નારિયેળ પાણીમાં એન્ટીઓક્સીડેન્ટની સાથે કુદરતી ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે, જે લાંબા સમય સુધી શરીરમાં એનર્જી જાળવી રાખે છે. જો તમે નબળાઈ અથવા થાક અનુભવો છો, તો આ તમારા માટે યોગ્ય એનર્જી ડ્રિંક હોઈ શકે છે. આ સિવાય તે માંસપેશીઓને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.
આ પણ વાંચો: Welcome 2024 : નવા વર્ષ 2024ની આ ‘આઠ આદતો’ તમને કાયમ માટે પોઝિટિવ એનર્જી આપશે, જાણો ટિપ્સ
'આ' લોકોએ નારિયેળ પાણી પીતી વખતે ધ્યાન રાખવું
નારિયેળ પાણી સામાન્ય રીતે દરેક માટે સલામત માનવામાં આવે છે. નિષ્ણાતોએ ઉલ્લેખ કર્યો છે તેમ, કેટલાક લોકોને નાળિયેરથી એલર્જી થઈ શકે છે આ ઉપરાંત, નાળિયેર પાણીમાં કુદરતી શર્કરા અને ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, તેથી ડાયાબિટીસ ધરાવતા લોકો અથવા જેઓ નિયમિતપણે તેમના બ્લડ સુગરનું સ્તર તપાસે છે તેઓએ નાળિયેર પાણી પીતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ન્યુટ્રિશનિસ્ટ સુષ્મા પીએસ અનુસાર, જો તમને કિડનીની સમસ્યા હોય તો નારિયેળ પાણી પીતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નાળિયેર પાણીનું સેવન ન કરે કારણ કે તેમાં સોડિયમનું પ્રમાણ વધારે છે. કારણ કે આ દબાણ વધારી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us