કેરી સાથે આ વસ્તુઓ ભૂલથી પણ ન ખાવો, પડશે મોંઘુ!

જો તમે કેરીનો આનંદ માણતી વખતે આ ભૂલો ટાળશો, તો તમારું સ્વાસ્થ્ય સુરક્ષિત રહેશે. અહીં જાણો કેરી સાથે કઈ વસ્તુ ન ખાવી જોઈએ.

Written by shivani chauhan
Updated : May 08, 2025 11:42 IST
કેરી સાથે આ વસ્તુઓ ભૂલથી પણ ન ખાવો, પડશે મોંઘુ!
કેરી સાથે આ વસ્તુઓ ભૂલથી પણ ન ખાવો, પડશે મોંઘુ!

કેરી ખાવાની સાચી રીત | ઉનાળા (summer) ની ઋતુમાં કેરી (mango) નો સ્વાદ દરેકને ગમે છે. આ સ્વાદિષ્ટ ફળ માત્ર ઉર્જા જ નહીં પરંતુ વિટામિન અને ખનિજોથી પણ ભરપૂર છે. જોકે, કેરીનું સેવન યોગ્ય રીતે કરવું મહત્વપૂર્ણ છે, કારણ કે કેટલીક વસ્તુઓ એવી છે જેની સાથે કેરી ખાવાથી તમારા હેલ્થ પર નેગેટિવ અસર પડી શકે છે. જો તમે કેરીનો આનંદ માણતી વખતે આ ભૂલો ટાળશો, તો તમારું સ્વાસ્થ્ય સુરક્ષિત રહેશે. અહીં જાણો કેરી સાથે કઈ વસ્તુ ન ખાવી જોઈએ

કેરી કઈ વસ્તુઓ સાથે ન ખાવી જોઈએ?

  • કોલ્ડ ડ્રિંક્સ અથવા સોડા : કેરી ખાધા પછી તરત જ ઠંડા પીણાં કે સોડા પીવાથી શરીરમાં ખાંડ અને એસિડનું સ્તર વધી શકે છે. આનાથી પાચન સમસ્યાઓ, પેટનું ફૂલવું અને ગેસ થઈ શકે છે.જો તમને કેરી ખાધા પછી કંઈક પીવાનું મન થાય, તો હર્બલ ટી પીવો, તેનાથી પાચનમાં સુધારો થશે.
  • દૂધ અને દહીં :પાકી કેરી સાથે સામાન્ય રીતે દૂધનું સેવન કરી શકાય છે, ઘણાં કેરીના રસમાં પણ દૂધ નાખતા હોય છે, પરંતુ ઘણા લોકોને એલર્જી હોય તો પાચનને લગતી સમસ્યાઓ થઈ શકે છે. આયુર્વેદ મુજબ કેરી ગરમ પ્રકૃતિનું ફળ છે, જ્યારે દૂધ અને દહીં ઠંડા પ્રકૃતિનું છે. બંનેને એકસાથે ખાવાથી પાચનતંત્ર પર અસર પડી શકે છે અને એસિડિટી, અપચો કે એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે. કાચી કેરી સાથે દૂધ અને દહીં ખાવાનું ટાળવું જોઈએ. જો તમે કેરીમાંથી બનેલી લસ્સી કે મિલ્કશેક પીવા માંગતા હો, તો તેને ઇલાચી જેવા પાચન સુધારે તેવી સામગ્રી નાખી શકો છો.
  • કારેલા : આયુર્વેદ અનુસાર, કાકડી અને કારેલાને કેરી સાથે ન ખાવા જોઈએ કારણ કે તે પાચનતંત્રને અસર કરી શકે છે અને ઝેરી અસર કરી શકે છે. કેરી અને કાકડીનું મિશ્રણ શરીરમાં ઝેરી તત્વો વધારી શકે છે, જેનાથી પેટમાં ભારેપણું અને અપચો થઈ શકે છે. જો તમે કેરી ખાઓ છો, તો ઓછામાં ઓછા એક કલાક પછી કાકડી અથવા કારેલાનું સેવન કરો.
  • મસાલેદાર ખોરાક : જો તમે કેરી ખાધા પછી તરત જ મસાલેદાર કે તીખો ખોરાક ખાઓ છો, તો તેનાથી એસિડિટી અને ગેસ થઈ શકે છે. કેરી કુદરતી રીતે મીઠી હોય છે અને તેને મસાલેદાર વસ્તુઓ સાથે ખાવાથી પાચનતંત્ર પર અસર પડી શકે છે. કેરી ખાધા પછી, મસાલેદાર ખોરાકથી ઓછામાં ઓછા 30-45 મિનિટનો અંતર રાખો, જેથી પાચન યોગ્ય રીતે થઈ શકે. જો તમને કેરી ખાધા પછી કંઈક પીવાનું મન થાય, તો હર્બલ ટી પીવો, તેનાથી પાચનમાં સુધારો થશે.

આ પણ વાંચો: સવારે ખાલી પેટ ગોળનું પાણીથી થશે અઢળક ફાયદા, અમૃત જેવું કરશે કામ !

કેરીને યોગ્ય રીતે ખાવી મહત્વપૂર્ણ છે, જેથી તમને તેના સંપૂર્ણ ફાયદા મળે અને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો ન કરવો પડે. જો તમે આ 4 વસ્તુઓ ટાળશો, તો કેરીનું સેવન વધુ ફાયદાકારક બની શકે છે. ધ્યાનમાં રાખો કે કોઈપણ ખોરાક યોગ્ય સંતુલનમાં લેવો મહત્વપૂર્ણ છે, જેથી પાચન યોગ્ય રહે અને શરીરને મહત્તમ પોષણ મળે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ