જોઈન્ટ પેઈન રિલીફ:
શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે મસલ્સ ખેંચાય છે. તેને ખસેડવા પણ ક્યારે મુશ્કેલ થઇ જાય છે. તેની પાછળનું કારણ જોઈન્ટમાં સીનોવીયલ ફ્યુઇડ્સ છે જે તાપમાન ઓછું થતા અને વધારે જાડું થઇ જાય છે. તેનાથી જોઈન્ટ કે હાડકામાં અકડતા,જક્ડીયાઈ જવા અને જોઈન્ટસ ખસેડવા દરમિયાન દુખાવો વધી જાય છે.
ન્યુટ્રિશનિસ્ટ લવનીત બત્રાએ તાજેતરમાં તેમના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જોઈંટના દુખાવોથી રાહત મેળવવા માટે કેટલાક ઉપાયો શેયર કર્યા હતા. એવા ઘણા ઔષધીય ગુણ છે જે ન માત્ર શરીરના સોજામાં રાહત આપે છે પરંતુ જોઈન્ટમાં દુઃખાવામાં રાહત આપવામાં પણ મદદ કરે છે. સવારે ઘૂંટણનો દુખાવાથી છુટકારો મેળવવા માટે આ ઉપાયો અજમાવો,
કાચી હળદર :
આયુર્વેદમાં હળદરને વિભિન્ન રોગો વિરુદ્ધ પ્રભાવી મનાય છે. હળદરમાં કરક્યુમીન નામનું એક રસાયણ હોય છે જે સોજો ચડવા દેશે નહીં. તેનો મતલબ છે કે એ રસાયણ શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરે છે. તેથી શરરીમાં જોઈંટમાં દુખાવો અને સોજો આવ્યો હોય તેના માટે પણ હળદર ખુબજ અસરદારક ઔષધ છે.
લસણ : ફૂડ એક્સપર્ટએ કહ્યું કે લસણમાં ડાયલિલ ડાઇસલ્ફાઇડ હોય છે જે એન્ટી એન્ટીઇન્ફ્લેમેટરી પદાર્થ છે. આ પ્રો- સાયટોકિન્સના પ્રભાવને કંટ્રોલ કરે છે. અને સ્વાસ્થ્ય પણ સુધારે છે.
આદુ: આદુ લાંબા સમયથી ઘણી બીમારીઓના ઉપયોગમાં આવે છે. તેના એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ શરરીમાં તે પદાર્થોના નિર્માણને રોકી શકે છે જે ખરેખર શારીરિક સોજાનું કારણ બને છે. ઘણા રિસર્ચ મુજબ એવું જાણવા મળ્યું છે કે, આદુને સંધિવામાં રોગમાં લાભદાયી મનાય છે. તેથી તમારે આદુનું સેવન જરૂર કરવું જોઈએ. આદુની ચા, આદુની પેસ્ટ જેવા ખાદ્ય પદાર્થો પણ તમને ઘણી રાહત આપી શકે છે.
અખરોટ : અખરોટ દેખાવમાં સામાન્ય લાગે છે પરંતુ તેના ફાયદા ખુબજ છે. અખરોટ પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં એવા તત્વો હોઈ છે જે સંધિવાના કારણે થતા દુખાવામાં રાહત આપી શકે છે. અખરોટમાં વિશેષ ઓમેગા-3 ફેટી એસિડ પણ હોય છે જે દુખાવામાં રાહત આપે છે.
ચેરી: વિશેષજ્ઞનું કહેવું છે કે, ચેરી એન્ટી ઓક્સીડેન્ટનો મુખ્ય સ્ત્રોત છે જે જોઈન્ટ પેઇન ઓછું કરવામાં મદદ કરી શકે છે. એવામાં જો શિયાળામાં જોઈન્ટનો દુખાવો વધી જાય છે તો ચેરીનુ સેવન કરી શકાય છે.





