Which Foods Trigger Headache : માથાનો દુખાવોનો એક એવી બીમારી છે જે કોઇને પણ ગમે ત્યારે થઇ શકે છે. વધતા તણાવ, કામનો બોજ, ચિંતા-મુશ્કેલીઓ, બદલાતી સીઝન, માઇગ્રેન, આંખોની મુશ્કેલી, ડિહાઇડ્રેશન જેવી કેટલીક બીમારીઓના કારણે માથાનો દુખાવોનો થઇ શકે છે. માથાનો દુખાવો ઘણા પ્રકારનો હોઈ શકે છે જેમ કે માઈગ્રેન, તણાવથી માથાનો દુખાવો, ટ્યૂમર હેડેક અને સાઇનસ હેડેક. આપણી વચ્ચે કેટલાક લોકો એવા હોય છે જેમને અચાનક માથાનો દુખાવો થવા લાગે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે માથાનો દુખાવો અચાનક શા માટે થાય છે? તમારા આહારમાં અમુક ખાદ્યપદાર્થોનું સેવન અચાનક માથાના દુખાવા માટે જવાબદાર છે.
ફોર્ટિસ હોસ્પિટલ મોહાલીના એસોસિયેટ કન્સલ્ટન્ટ ન્યુરોલોજી ડો. ઇશાંક ગોયલ કહે છે કે, તણાવ, ડિહાઇડ્રેશન, હવામાનમાં અચાનક ફેરફાર, ઊંઘનો અભાવ, બિનઆરોગ્યપ્રદ ખોરાક, વધારો પડતો પ્રકાશ, ઘોંઘાટ અને ચોક્કસ ગંધ માથાના દુખાવાના કેટલાક વૈજ્ઞાનિક કારણો છે, માથામાં દુખાવો ઉત્પન્ન કરે છે. જો માથાનો દુખાવાને ઓળખી કાઢવામાં આવે તો, તેની સારવાર સરળતાથી કરી શકાય છે. કેટલાક ખોરાક એવા હોય છે જેનાથી અચાનક માથાનો દુખાવો થાય છે.
ડો. ગોયલ કહે છે કે, માઈગ્રેનથી પીડિત લોકોએ ચીઝ, ચોકલેટ અને મીઠા પીણાં જેવી અમુક ખાદ્ય ચીજોથી દૂર રહેવું જોઈએ. તેમા ફેનિલથિલામાઈન નામનું મિશ્રણ હોય છે જે માઈગ્રેનને ઉત્તેજિત કરે છે. ચાલો હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણીએ કે શું અમુક ફૂડ્સ ખાવાથી માથાનો દુખાવો અટકાવી શકાય છે.
ક્યા પ્રકારનું ભોજન માથાનો દુખાવો અને માઇગ્રેનને રોકવામાં મદદ કરે છે?
ડોક્ટર ગાંધીનું માનવું છે કે. અમુક ખોરાક અને પીણાં છે જે માથાના દુખાવાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમે પણ અચાનક માથાના દુખાવાથી પરેશાન છો તો તમારે મેગ્નેશિયમ યુક્ત ભોજનનું સેવન કરવું જોઈએ. ગોરી ત્વચા ધરાવતી મહિલાઓ પર થયેલા સંશોધન મુજબ મેગ્નેશિયમ માઈગ્રેનથી રાહત અપાવી શકે છે. મેગ્નેશિયમથી સમૃદ્ધ ખાદ્યચીજોમાં લીલા પાંદડાવાળા શાકભાજી, એવોકાડો અને ટ્યુનાનો સમાવેશ થાય છે.
ઓમેગા -3 ફેટી એસિડ
ઘણા સંશોધનોમાં એવું સાબિત થયું છે કે ઓમેગા-3 ફેટી એસિડ માઈગ્રેનથી પીડિત લોકોને પીડામાંથી રાહત મેળવવામાં મદદ કરે છે. ઓમેગા-3 ફેટી એસિડથી સમૃદ્ધ ખાદ્ય ચીજોમાં માછલી, સીડ્સ અને કઠોળનો સમાવેશ થાય છે. જો તમને પણ વારંવાર માથાનો દુખાવો થતો હોય તો આવા ખોરાકનું સેવન કરવું જોઇએ.
આ પણ વાંચો | બટાકાની ચિપ્સ કોકેઈન જેટલી વ્યસનકારક: રિચર્સ, આદત છોડવા આ 5 ટિપ્સ અપનાવો
કેટોજેનિક ફૂડ્સ
સ્ટાન્ડર્ડ ડાયટની તુલનામાં કીટો ડાયટ માઇગ્રેનના એટેકને ઓછું કરવામાં મદદ કરી શકે છે. અમુક લોકો તેમને માઈગ્રેનનો હુમલો આવે છે તેઓ પીડામાંથી રાહત મેળવવા માટે કેટો ડાયટ અજમાવી શકે છે. એક્સપર્ટસના મતે, કીટો ડાયટ ઘણા કિસ્સાઓમાં ફાયદાને બદલે નુકસાન પણ પહોંચાડી શકે છે. તેનું સેવન કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે. કુપોષણની સમસ્યા વધી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, આ આહાર ફાયદો કરવાના બદલે નુકસાન પહોંચાડી શકે છે. તમારે એક્સપર્ટ્સની સલાહ મુજબ આ આહારનું સેવન કરવું જોઈએ.





