/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Gulab-Jamun-Rasgulla.jpg)
ગુલાબજાંબુ કે રસગુલ્લા, શું વધારે હેલ્ધી?
Gulab Jamun & Rasgulla | હેલ્ધી મીઠાઈઓ શબ્દ ઘણાને મજાક લાગે છે, પણ જ્યારે કેલરી કાઉન્ટનું ધ્યાન રાખી સ્વીટ ખાવાની વાત આવે છે, ત્યારે તમારે હેલ્ધી મીઠાઈ પસંદ કરવી જોઈએ. બરફી, કેક, જલેબી અને બ્રાઉનીથી લઈને આઈસ્ક્રીમ, લાડુ અને ટાર્ટ્સ સુધી, એવી ઘણી બધી વસ્તુઓ છે જેમાંથી તમે તમારી સુગર ક્રેવિંગને સંતોષવા માટે પસંદ કરો છો. પરંતુ ક્યારેક સુગરનું સેવન વધી જાય પછી કંટ્રોલ કરવાનું ટ્રાય કરવું પડે છે.
ગુલાબજાંબુ અને રસગુલ્લા, બે ભારતીય મીઠાઈઓ એવી છે કે મોટાભાગના લોકોની પ્રિય છે પરંતુ ઘણા ખબર નહિ કે કઈ મીઠાઈ વધુ હેલ્ધી, ગુલાબજાંબુ અને રસગુલ્લા?
ગુલાબજાંબુ અને રસગુલ્લા કેવી રીતે બને છે?
શ્રીખંડ, કેક વગેરે જેવી મોટાભાગની મીઠાઈઓ સુગર, મેંદો અને ટ્રાન્સ ચરબીથી બનેલી હોય છે, જે બધી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું મિશ્રણ છે. બંનેને ખાંડની ચાસણીમાં ડુબાડીને સ્વીટ કરવામાં આવે છે, જે વધુ માત્રામાં ખાંડ સાથે બનાવવામાં આવે છે. જ્યારે ગુલાબ જામુનને જાડી ચીકણી ચાસણીમાં ડુબાડવામાં આવે છે, ત્યારે રસગુલ્લાને પાતળા ચાસણીમાં ડુબાડવામાં આવે છે જે ક્યારેક ખાધા પહેલા નિચોવી લેવામાં આવે છે.
ફુલ ક્રીમ દૂધમાંથી બનેલા માવાનો ઉપયોગ ગુલાબ જાંબુ બનાવવા માટે થાય છે. આમાં મેંદો ઉમેરીને જાડા કણક બનાવવામાં આવે છે જેને પછી ગોળામાં ફેરવવામાં આવે છે. આને ઘી અથવા તેલમાં તળવામાં આવે છે અને સીધા ચાસણીમાં ડુબાડવામાં આવે છે. બીજી બાજુ રસગુલ્લા પનીર માંથી બનાવવામાં આવે છે જેને ગોળ આકારમાં ફેરવવામાં આવે છે અને કુકર અથવા સ્ટીમરમાં બાફવામાં આવે છે.
આ પણ વાંચો: Diabetes | ડાયાબિટીસમાં અમૂર્ત સમાન આ ફળ, સુગર લેવલ રહેશે કંટ્રોલમાં
ગુલાબજાંબુ અને રસગુલ્લામાં કેલરીનું પ્રમાણ
રસગુલ્લાના ટુકડામાં 125 કેલરી અને ૫ ગ્રામ ફેટ હોય છે જ્યારે સ્વાદિષ્ટ જાંબુના ટુકડામાં 150 કેલરી અને 7.5 ગ્રામ ફેટ હોય છે. ગુલાબ જાંબુ મૂળભૂત રીતે લોટના બનેલા ગોળ શેપમાં હોય છે જ્યારે ચીઝી રસગુલ્લામાં પ્રોટીન અને કેલ્શિયમનું પ્રમાણ ઘણું વધારે હોય છે.
તો જો તમે તમારા કેલરીના સેવનનું ધ્યાન રાખો છો અને કંઈક સ્વીટ ખાવા માંગતા હો તો સ્વસ્થ રહેવા માટે નરમ અને સ્પોન્જી રસગુલ્લા પસંદ કરો. સ્વસ્થ ખાવું એ એક સભાન પસંદગી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us