ડાયાબિટીસમાં વરદાનરૂપ તમારા રસોડામાં હાજર આ મસાલા

ડાયાબિટીસ (Diabetes) એ એક ક્રોનિક રોગ છે. સ્વાદુપિંડ પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા શરીર અસરકારક રીતે ઇન્સ્યુલિનનો ઉપયોગ કરી શકતું નથી ત્યારે આ રોગ થાય છે. અહીં જાણો તમારા રસોડામાં હાજર આ મસાલા બ્લડ સુગર લેવલ કોન્ટ્રોલ કરવામાં મદદ કરશે.

Written by shivani chauhan
June 05, 2025 07:00 IST
ડાયાબિટીસમાં વરદાનરૂપ તમારા રસોડામાં હાજર આ મસાલા
Diabetes diet tips in gujarati | ડાયાબિટીસમાં વરદાનરૂપ તમારા રસોડામાં હાજર આ મસાલા

ડાયાબિટીસ (Diabetes) ખરાબ ખાવાની આદતો અને ખરાબ જીવનશૈલીને કારણે થાય છે. ડાયાબિટીસ આજના સમયની સૌથી મોટી સમસ્યાઓમાંની એક છે. તમને જણાવી દઈએ કે તેનો કોઈ જાણીતો ઈલાજ નથી, જીવનશૈલી અને ખાવાની આદતો બદલીને તેને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. આ સ્થિતિમાં, દર્દીના બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં આવતું નથી. જો તમે પણ તેને નિયંત્રિત કરવા માંગતા હો, તો તમારા રસોડામાં હાજર આ મસાલાનું સેવન ડાયાબિટીસમાં વરદાનરૂપ સાબિત થઇ શકે છે. અહીં જાણો

ડાયાબિટીસ એ એક ક્રોનિક રોગ છે. સ્વાદુપિંડ પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા શરીર અસરકારક રીતે ઇન્સ્યુલિનનો ઉપયોગ કરી શકતું નથી ત્યારે આ રોગ થાય છે. અહીં જાણો તમારા રસોડામાં હાજર આ મસાલા બ્લડ સુગર લેવલ કોન્ટ્રોલ કરવામાં મદદ કરશે.

fenugreek and carrom seeds
Diabetes diet tips in gujarati | ડાયાબિટીસમાં વરદાનરૂપ તમારા રસોડામાં હાજર આ મસાલા

રસોડામાં હાજર આ મસાલાનું સેવન ડાયાબિટીસમાં વરદાનરૂપ

જીરું

કાળા જીરુંનું સેવન બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા ફાઇબર અને અન્ય પોષક તત્વો બ્લડ સુગરનું સ્તર વધતું અટકાવી શકે છે. કાળા જીરું ડાયાબિટીસમાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.

મેથી

મેથી પેટમાં ખાંડનું શોષણ ધીમું કરે છે. તેના બીજમાં ફાઇબર અને અન્ય રસાયણો હોય છે જે શરીર દ્વારા કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડનું પાચન અને શોષણ ધીમું કરે છે. મેથીના નિયમિત સેવનથી ઇન્સ્યુલિન સુધરે છે અને બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે છે.

સવારે ખાલી પેટ મધ ખાવાથી શરીરમાં કેવા ફેરફાર થાય? જાણો ફાયદા

અજમો

અજમોએ રસોડામાં હાજર એક મસાલો છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અજમાનું સેવન કરવાથી બ્લડ સુગરનું સ્તર ઓછું થઈ શકે છે.

ડાયાબિટીસમાં મેથી, અજમા અને જીરું કેવી રીતે ખાવું?

તમે મેથી, અજમા અને જીરું મિક્સ કરીને સવારે ખાલી પેટે ચાવી શકો છો. અથવા તમે આ બધા મસાલા મિક્સ કરીને પાણીમાં ઉકાળીને સવારે ખાલી પેટે પી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ