Which Vitamin Deficiency Causes Poor Sleep | આજકાલ પૂરતી સારી અને ગાઢ ઊંઘ મેળવવી મુશ્કેલ બની ગઈ છે. કેટલાક લોકો મોડી રાત સુધી જાગતા રહે છે, જ્યારે કેટલાકની ઊંઘમાં વારંવાર ખલેલ પહોંચે છે. મોટાભાગના લોકો આને ફક્ત તણાવ અથવા થાક સાથે જોડે છે, પરંતુ નિષ્ણાતો માને છે કે ઊંઘની સમસ્યાનું એક મુખ્ય કારણ શરીરમાં વિટામિનનો અભાવ પણ હોઈ શકે છે.
શું ઊંઘ ન આવે તો વિટામિનની ઉણપ હોઈ શકે?
ઊંઘ ન આવવાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ એક્સપર્ટ કહે છે, વિટામિન ડી આપણા ઊંઘની સાયકલને કંટ્રોલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેની ઉણપ દિવસ દરમિયાન થાક અને રાત્રે અનિદ્રા જેવી સમસ્યાઓમાં વધારો કરે છે. આ સમસ્યા ખાસ કરીને એવા લોકોમાં જોવા મળે છે જેમને ઓછો સૂર્યપ્રકાશ મળે છે. દરરોજ ઓછામાં ઓછા 20 મિનિટ સૂર્યપ્રકાશ લેવાથી અને દૂધ, ઈંડા અને મશરૂમ જેવી વસ્તુઓ ખાવાથી ઊંઘ સુધારવામાં મદદ મળી શકે છે.
ઊંઘ માટે ક્યા વિટામિન્સની જરૂર પડે?
વિટામિન B12 મગજ અને નર્વસ સિસ્ટમને સ્વસ્થ રાખે છે. તેની ઉણપ શરીરમાં મેલાટોનિન હોર્મોનનું સંતુલન બગાડે છે, જે ઊંઘ લાવવા માટે જરૂરી છે. આ જ કારણ છે કે B12 ની ઉણપ ધરાવતા લોકો મોડા સૂઈ જાય છે અથવા રાત્રે વારંવાર જાગે છે. આ ઉણપને દૂર કરવા માટે દહીં, દૂધ, ઈંડા, માછલી અને લીલા પાંદડાવાળા શાકભાજી ફાયદાકારક છે.
ક્યારેક ઊંઘની સમસ્યા મેગ્નેશિયમની ઉણપને લીધે પણ થઇ શકે છે તે વિટામિન નથી પણ એક ખનિજ છે, તેનો ઊંઘ સાથે ઊંડો સંબંધ છે. મેગ્નેશિયમ મનને શાંત કરે છે અને સ્નાયુઓને આરામ આપે છે. તેની ઉણપ ઊંઘની ગુણવત્તાને અસર કરે છે. બદામ, અખરોટ, કેળા અને લીલા શાકભાજી ખાવાથી મેગ્નેશિયમની ઉણપ દૂર કરી શકાય છે.
Bad Breathing Causes | કયા વિટામિનની ઉણપથી મોંમાંથી દુર્ગંધ આવે છે? છુટકારો મેળવવા આટલું કરો
અનિદ્રા દૂર કરવાની ટિપ્સ
- અનિદ્રા દૂર કરવા અને સારી ઊંઘ લાવવા માટે સૂતા પહેલા મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ ઓછો કરો.
- કેફીન અને ખૂબ ભારે ભોજન ટાળો.
- આરામ માટે, ધ્યાન અને ઊંડા શ્વાસ લેવાની આદત પાડો.
- દરરોજ એક જ સમયે સૂવાની અને જાગવાની આદત પાડો.
- ડોક્ટરની સલાહ જરૂરી છે.
જો તમને સતત ઊંઘની સમસ્યા રહેતી હોય, તો તેને અવગણશો નહીં. આ ફક્ત તણાવની નિશાની જ નહીં પણ શરીરમાં વિટામિન્સની ઉણપ પણ હોઈ શકે છે. જો જરૂર પડે તો, ડૉક્ટરની સલાહ લીધા પછી સપ્લિમેન્ટ્સ પણ લઈ શકાય છે.





