/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/White-Butter-vs-Yellow-Butter.jpg)
સફેદ બટર અને યલો બટર - કયું ફાયદાકારક?
White Butter vs Yellow Butter : માખણ એ આપણા ભારતીયોના રસોડામાં એક મહત્વપૂર્ણ કાદ્ય વસ્તુ છે, જેનો ઉપયોગ ઘણા પ્રકારની વાનગીઓ બનાવવા અથવા તૈયાર ખોરાકની જેમ પણ ખાવા માટે થાય છે. ખાસ કરીને જો તમારી પાસે ગરમાગરમ આલુ પરાઠા હોય અને તેના પર તાજું બટર હોય, તો તમે શું કહી શકો? આપણામાંથી મોટાભાગના લોકો સવારના નાસ્તામાં બ્રેડ સાથે માખણ પણ ખાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, માખણના સ્વાદ સિવાય તેના સ્વાસ્થ્ય લાભો કે નુકસાન શું છે? તો, માખણ બે પ્રકારના હોય છે, એક સફેદ અને બીજું પીળું, આ બંને સ્વાદમાં ઘણા લોકોને પસંદ આવે છે, પરંતુ આ બંનેમાં શું તફાવત છે અથવા આ બંનેમાંથી કયું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે? જો તમને નથી ખબર, તો આ લેખમાં અમે તમને આ પ્રશ્નોના જવાબો આપી રહ્યા છીએ. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ-
સફેદ માખણ કેવી રીતે તૈયાર થાય છે?
સફેદ માખણને સામાન્ય ભાષામાં માખણ અથવા બટર પણ કહેવામાં આવે છે. તેને બનાવવા માટે, દૂધમાંથી તૈયાર કરવામાં આવેલી ક્રીમને મિક્ષર અથવા બ્લેન્ડરની મદદથી ત્યાં સુધી હલાવવામાં આવે છે, જ્યાં સુધી તે સંપૂર્ણપણે પ્રવાહી ન થઈ જાય. આ પછી, ધીમે ધીમે આ પ્રવાહીમાંથી ઘન પદાર્થ અલગ થવા લાગે છે. આ નક્કર પદાર્થને સફેદ માખણ અથવા બટર કહેવામાં આવે છે. તેનો અર્થ એ કે સફેદ માખણ સંપૂર્ણપણે કુદરતી અથવા બિનપ્રોસેસ્ડ રીતે તૈયાર કરવામાં આવે છે.
પીળું માખણ કેવી રીતે બને છે?
પીળા માખણની વાત કરીએ તો, તેને યલો બટર પણ કહેવામાં આવે છે. આ માખણ બનાવતી વખતે તેમાં મીઠું ઉમેરવામાં આવે છે, જેથી તેની શેલ્ફ લાઇફ વધે અને તે લાંબો સમય ચાલે. આ ઉપરાંત, પીળા માખણ માટે ખૂબ જ પ્રોસેસ કરવામાં આવે છે અને તેમાં ટ્રાન્સ ફેટ અને કેલરી પણ વધારે હોય છે. આ માખણમાં ચરબીનું પ્રમાણ વધુ હોવાથી તેનો રંગ પીળો થઈ જાય છે.
આરોગ્યની દ્રષ્ટિએ શું સારું છે?
હવે જો સ્વાસ્થ્ય પર બંનેના ફાયદા કે નુકસાન વિશે વાત કરીએ તો, ઉપર આપવામાં આવેલી માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે, પીળા માખણ કરતાં સફેદ માખણનું સેવન વધુ ફાયદાકારક હોઈ શકે છે. માખણનું સેવન ત્વચાથી લઈને આંખોની રોશની સુધારવા અને હાડકાના સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે. માખણમાં સારું કોલેસ્ટ્રોલ જોવા મળે છે, જેને મેડિકલ ભાષામાં લિપોપ્રોટીન અને એચડીએલ કહેવામાં આવે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે આ જરૂરી છે. આ બધા સિવાય યોગ્ય માત્રામાં માખણનું સેવન કરવાથી પણ વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
બીજી તરફ, પીળા માખણનું વધુ માત્રામાં સેવન કરવાથી શરીરમાં સોડિયમનું સ્તર વધી શકે છે, જે ઉચ્ચ કોલેસ્ટ્રોલ લેવલ ધરાવતા લોકો માટે સમસ્યાનું કારણ બની શકે છે, અને તેના સેવનથી હૃદય રોગનું જોખમ પણ વધી જાય છે. આ બધા ઉપરાંત, ઉપર જણાવ્યા મુજબ, પીળા માખણમાં સારી માત્રામાં ચરબી પણ જોવા મળે છે, તેથી તેના સેવનથી સ્થૂળતા પણ વધી શકે છે.
disclaimer: લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us