/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/hair-oil.jpg)
Natural Hair Oil Tips: સફેદ વાળ કાળા કરવા માટે નેચરલ હેર ઓઇલ. (Photo: Freepik)
Homemade Hair Oil For White Hair to Black Naturally: સફેદ વાળ એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. આજકાલ નાના ઉંમરમાં જ લોકોના વાળ સફેદ થઇ જાય છે. બાળકો હોય કે વૃદ્ધ, મહિલા હોય કે પુરુષ, દરેક ઉંમરના લોકો આનાથી પરેશાન રહે છે. ઘણા લોકો પોતાના વાળ કાળા કરવા માટે હેર ડાયનો સહારો લે છે. જો કે આ કેમિકલ પ્રોડક્ટ્સ વાળ માટે નુકસાનકારક પણ બને છે. આવી સ્થિતિમાં, તમે તમારા સફેદ વાળ કુદરતી રીતે કાળા બનાવી શકો છો. આ માટે તમે સરસવના તેલમાં મીઠા લીમડા પાનનો ઉપયોગ કરી શકો છો.
સરસવનું તેલ વાળ માટે ફાયદાકારક છે?
હકીકતમાં સરસવના તેલમાં વિટામિન ઈ, ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ તેલ વાળના મૂળને પોષણ આપે છે તેમજ ખોડો પણ ઘટાડે છે અને વાળને મજબૂત પણ બનાવે છે. તે વાળમાં લગાવવાથી માથાની ત્વચામાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, જેનાથી વાળનો ગ્રોથ પણ સારો થાય છે. તે સફેદ વાળને સરળતાથી ઘાટા કરવામાં પણ મદદ કરે છે.
સરસવના તેલમાં કઢી પત્તાનો ઉપયોગ કેવી રીતે કરવો
સામગ્રી
સરસવનું તેલ - 100 ગ્રામ
મીઠો લીમડો - 15 પાન
મેથીના દાણા - 2 ચમચી
Natural Hair Oil Tips : મીઠા લીમડા અને સરસવનું તેલ કેવી રીતે બનાવવું?
સરસવલ અને મીઠા લીમડાના પાનનું તેલ તૈયાર કરવા માટે, તમે સૌ પ્રથમ એક કઢાઇમાં સરસવનું તેલ ગરમ કરો. આ સરસવ તેલમાં મીઠા લીમડાના પાન અને મેથી દાણા ઉમેરો. મીઠા લીમડાના પાંદડા કાળા થાય ત્યાં સુધી તેને ધીમા તાપે ગરમ કરો. હવે તેલ ઠંડુ થયા પછી ગાળીને બોટલમાં ભરી દો.
સરસવનું તેલ વાળમાં કેવી રીતે લગાવવું?
સૂતા પહેલા વાળમાં સરસવ તેલ લગાવી શકાય છે. તેને વાળના મૂળમાં લગાવો અને હળવા હાથથી મસાજ કરો. આખી રાત તેલ રાખો અને સવારે હળવા શેમ્પૂથી વાળ ધોઈ લો. તમે તેનો ઉપયોગ અઠવાડિયામાં બેથી ત્રણ વખત કરી શકો છો. લગભગ 5-7 અઠવાડિયા સુધી તેનો ઉપયોગ કર્યા બાદ વાળ સફેદ થઈને કાળા થવા લાગશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us