/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Weight-Loss.jpg)
Weight Loss : વેઇટ લોસ માટે ચુસ્ત ડાયટ ફોલો કરવું જરૂરી છે. (Photo - Freepik)
Weight Loss Tips : વજન ઘટાડવું, આ શબ્દ આજકાલ દરેકની જીભ પર ચોંટેલો છે. તેનું કારણ છે લોકોની બદલાતી લાઇફ સ્ટાઇલ અને બિનઆરોગ્યપ્રદ ખાણીપીણી. સમયના અભાવે લોકો બહારથી મંગાવેલું ઓઈલ અને મસાલેદાર ભોજન વધુ ખાય છે અને ડેસ્ક જોબના કારણે મોટાભાગના લોકો દિવસનો મોટાભાગનો સમય એક જગ્યાએ બેસીને વિતાવે છે, આવી સ્થિતિમાં વજન વધવા લાગે છે. તેમજ, સ્થૂળતાનો શિકાર બનવાથી, વ્યક્તિ ન માત્ર શરમ અનુભવે છે, પરંતુ તે તેની સાથે ઘણી ગંભીર બીમારીઓ પણ લાવે છે. આ જ કારણ છે કે લોકો પછી વોઇટ લોસ ઘટાડવા માટે વિવિધ રીતો શોધવાનું શરૂ કરે છે.
વજન ઘટાડવા માટે ઘણા લોકો જોગીંગ અને જીમમાં એક્સરસાઇઝ કરે છે, તો કેટલાક લોકો કડક ડાયટ ફોલો કરે છે. અલબત્ત, ડાયટિંગ કરનાર લોકોના મનમાં અલગ અલગ ફૂડને લઇ ઘણા બધા પ્રશ્નો હોય છે. આમાંનો એક પ્રશ્ન એ છે કે શું વજન ઘટાડવા માટે ખાંડને બદલે ગોળ ખાય શકાય છે? અહીં આપણે આ પ્રશ્નનો જવાબ આપવા જઈ રહ્યા છીએ.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Weight-Loss-Tips-Homemade-Beverages.jpg)
હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે…
આ અંગે ન્યુટ્રિશનિસ્ટ અમિતા ગદ્રેએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ન્યુટ્રિશનિસ્ટ કહે છે, 'મોટાભાગના લોકો માને છે કે જો તેઓ ડાયટ પર હોય તો તેઓ ખાંડના બદલે ગોળ ખાઈ શકે છે અથવા ચામાં ખાંડના બદેલ ગોળ વાળી ચા પી શકે છે. જો કે, જો તમે આવું કરી રહ્યા છો, તો અમે તમને જણાવી દઈએ કે આ પદ્ધતિ તમારા વજન ઘટાડવાની યોજનાને સંપૂર્ણપણે બગાડી શકે છે.
ન્યુટ્રિશનિસ્ટ્સ અનુસાર, ખાંડ અને ગોળ બંનેમાં સમાન માત્રામાં કેલરી જોવા મળે છે. આવી સ્થિતિમાં ખાંડ અને ગોળ તમારા વજન પર સમાન અસર કરે છે. એટલે કે, જો તમને વજન ઘટાડવા માટે મીઠાઈઓ છોડી દેવાની સલાહ આપવામાં આવે છે, તો તેનો અર્થ એ છે કે તમારે કોઈપણ સ્વરૂપમાં તેનું સેવન ન કરવું જોઈએ.
સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે?
આ અંગે ફોર્ટિસ હોસ્પિટલ નોઈડાના ઈન્ટરનલ મેડિસિનના ડાયરેક્ટર અને હેડ ડૉ. અજય અગ્રવાલે ઈન્ડિયન એક્સપ્રેસ સાથે અગાઉની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'જો તમે વજન ઘટાડવાનું વિચારવાને બદલે હેલ્થ ને ધ્યાનમાં રાખતા હોવ તો ખાંડને બદલે ગોળનું સેવન તમારા માટે ફાયદાકારક રહેશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Carrot-Benefits-for-Weight-loss-.jpg)
એક તરફ, ખાંડના સેવનથી હૃદય રોગ, હાઈ કોલેસ્ટ્રોલ, દાંતની સમસ્યાઓ વગેરે વધી શકે છે. ઉપરાંત, જ્યારે ખાંડ ખાવાથી બ્લડ સુગરનું પ્રમાણ પણ વધે છે, ત્યારે ગોળમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેનો અર્થ છે કે તે સફેદ ખાંડની તુલનામાં બ્લડ સુગર લેવલ અચાનક વધારો કરતું નથી.
આ પણ વાંચો | સવારના નાસ્તા માટે સદગુરુએ શેર કરી આ પૌષ્ટિક રેસિપી
તેનાથી વિપરીત ગોળ પાચન તંત્રને સુધારવામાં મદદરૂપ હોય છે, તે શરીરમાં આર્યનનું પ્રમાણ વધારી લોહીની ઉણપ દૂર કરે છે, સ્નાયુઓની તાકાત વધારવામાં, વગેરેમાં મદદ કરે છે. તે ઉપરાંત ગોળમાં સારી માત્રામાં પોટેશિયમ પણ જોવા મળે છે, જે હૃદયના હેલ્થ ને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. આવી સ્થિતિમાં, તેનું સેવન તમને ઘણી રીતે ફાયદો કરી શકે છે. જો કે, જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો ગોળ એ યોગ્ય વિકલ્પ નથી, ગોળ અને ખાંડ બંનેમાં સમાન માત્રામાં કેલરી હોય છે, જે બોડી ફે઼ટ પર સમાન અસર કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us