/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/why-should-you-wait-30-minutes-to-drink-water-after-eating-health-tips-gujarati-news-1.jpg)
Health Tips : ખાધા પછી પાણી પીવા માટે તમારે 30 મિનિટ રાહ કેમ જોવી જોઈએ
Health Tips : ખોરાક અને પાણી બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. હેલ્થ એક્સપર્ટના મતે જો તમે દરરોજ 3 થી 4 લીટર પાણી પીઓ છો તો તમે ઘણી બીમારીઓથી દૂર રહી શકો છો. મોટાભાગના લોકો ભોજન દરમિયાન અથવા તરત જ પાણી પીવે છે. ડૉક્ટરો આને ટાળવાની સલાહ આપે છે. તબીબોનું કહેવું છે કે જમ્યા પછી તરત જ પાણી પીવાથી એસિડિટી જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તેથી જમ્યા પછી તરત જ પાણી ન પીવો. આવો જાણીએ જમ્યા પછી તરત જ પાણી પીવાથી શું નુકસાન થાય છે અહીં જાણો,
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/why-should-you-wait-30-minutes-to-drink-water-after-eating-health-tips-gujarati-news-.jpg)
જમ્યા પછી તરત જ પાણી પીવાથી શું થાય?
આ પણ વાંચો: Health Tips : તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા જાણો, આટલી ભૂલ ટાળો
- સ્થૂળતા વધી શકે છે.
- પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
- પેટમાં ગેસ જેવી સમસ્યા થઈ શકે છે.
- બ્લડ સુગર લેવલ ઝડપથી વધી શકે છે.
જમ્યા પછી પાણી ક્યારે પીવું?
હેલ્થ એક્સપર્ટ અનુસાર, જ્યારે ખોરાક શરીરમાં પ્રવેશે છે, ત્યારે તેને પચવામાં ઓછામાં ઓછા બે કલાકનો સમય લાગે છે. જો તમે આ સમય દરમિયાન પાણી પીશો તો તેની પાચનક્રિયા પર અસર પડે છે. તેથી ખોરાક ખાધા પછી ઓછામાં ઓછા 45 થી 60 મિનિટ પછી પાણી પીવો. જો તમારે જમતા પહેલા પાણી પીવું હોય તો અડધો કલાક પહેલા પીવો.
આ પણ વાંચો: વધતા વજનથી પરેશાન છો તો આ 1 સફેદ મસાલાનું કરો સેવન, ચરબી ઓગળી જશે, જાણીલો ક્યારે-કેવી રીતે સેવન કરવું
જમ્યા પછી યોગ્ય સમયે પાણી પીવાના 5 આશ્ચર્યજનક ફાયદા
જમ્યાના એક કલાક પછી પાણી પીવાથી તમારું વજન કંટ્રોલમાં રહેશે અને તમે ક્યારેય સ્થૂળતાથી પીડાશો નહીં.
જમ્યા પછી યોગ્ય સમયે પાણી પીવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે. પાચનતંત્ર મજબૂત થાય છે.
જો તમે જમ્યા પછી યોગ્ય સમયે પાણી પીશો તો તમને પેટમાં ગેસ અને એસિડિટી જેવી સમસ્યા નહી થાય.
જ્યારે ખાવું પછી પાણી શરીરમાં પહોંચે છે, ત્યારે શરીર ખોરાકમાંથી પોષક તત્વોને વધુ સારી રીતે શોષી શકે છે
પાણીનું તાપમાન શરીરના તાપમાન કરતા ઓછું ન હોવું જોઈએ. ઉનાળામાં લોકો ઘરની અંદર પગ મૂકતા જ ઠંડુ પાણી પીવે છે. જે શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે. પરંતુ, લોકો શિયાળામાં પાણી પીવાનું ટાળે છે પરંતુ તેનાથી શિયાળામાં પણ ડીહાઇડ્રેશન થવાની શક્યતા છે.
હંમેશા બેસીને પાણી પીવો. ઊભા રહીને પાણી પીવાથી ઘૂંટણનો દુખાવો થઈ શકે છે. આ સિવાય બોટલ કે કોઈપણ વાસણમાંથી પાણી પીવાને બદલે તેને ગ્લાસમાં પાણી પીવાનું રાખો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us