/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Vitamin-D-benefits-and-deficiency.jpg)
ગરમી હોવા છતાં વિટામિન ડીની ઉણપ કેમ? જાણો કારણ અને ઉપાય
ભારત ઉષ્ણકટિબંધીય દેશ હોવા છતાં આપણા દેશમાં પાંચમાંથી એક વ્યક્તિ વિટામિન ડી ઉણપ (Vitamin D deficiency) ધરાવે છે. દરરોજ પુરતો સૂર્યપ્રકાશ મળતો હોવા છતાં આવી સ્થિતિ કેમ છે? આ એક વિરોધાભાસ છે જેની દિલ્હી સ્થિત બે સંસ્થાઓએ તપાસ કરી અને શોધી કાઢ્યું કે આ ઉણપ ભૌગોલિક, સામાજિક સ્તર અને ઉંમરના ક્ષેત્રોમાં ફેલાયેલી છે, અને ચિંતાજનક રીતે, કિશોરો અને નવજાત શિશુઓમાં સમસ્યા વધી રહી છે.
ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન્સ (ICRIER) અને અન્વકા ફાઉન્ડેશન દ્વારા ભારતમાં વિટામિન ડીની ઉણપ અંગેનો સંશોધનાત્મક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. ઓર્થોપેડિક સર્જન અને સહ-લેખક ડૉ. આશિષ ચૌધરી જણાવે છે કે, અમે દેશભરમાંથી 1,500 સહભાગીઓનો ડેટા, ICMR-NIN (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન) અભ્યાસો અને વિવિધ રાજ્યોના મેટા વિશ્લેષણમાંથી ગૌણ ડેટા એકત્રિત કર્યા હતા.
ગ્રામ્ય કરતાં શહેરોમાં સ્થિતિ ખરાબ
ડૉ. આશિષ ચૌધરી જણાવે છે કે અમને આશ્ચર્ય થયું કે ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરોમાં વિટામિન ડીની ઉણપ વધુ છે. વિટામિન ડીની ઉણપના વ્યાપમાં પ્રાદેશિક તફાવત છે , જે ઉત્તર ભારતમાં 9.4 ટકાથી લઈને પૂર્વ ભારતમાં 38.81 ટકા સુધીનો છે. બધા મેટ્રો શહેરોમાં 40 થી 60 ટકા વસ્તીમાં ઉણપ જોવા મળી હતી. કેરળ અને મધ્યપ્રદેશમાં સૌથી ઓછી ઉણપ જોવા મળી હતી.
ઉણપના મુખ્ય કારણો શું છે?
ખાસ કરીને કિશોરોમાં, ઉણપનું મુખ્ય કારણ રુમ બહારની શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને ઘરની અંદર મનોરંજન પ્રવૃત્તિઓનો સમાવેશ છે. તેમને ઓછામાં ઓછા 30 મિનિટ માટે સૂર્યપ્રકાશમાં રહેવાની જરૂર છે. વિટામિન ડી શરીરને કેલ્શિયમ શોષવામાં અને હાડકાં બનાવવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે યુવાનો પુખ્તાવસ્થામાં રિકેટ્સ, ફ્રેક્ચર, હાડકાંના વિકારો અને હાડકાં નરમ પડવાની સંભાવના ધરાવે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Vitamin-d.jpg)
વધુમાં, તીવ્ર આબોહવા ધરાવતા પ્રદેશો, જેમ કે તીવ્ર ગરમ ઉનાળો અથવા ઠંડા શિયાળો બહારની પ્રવૃત્તિઓને નિરુત્સાહિત કરે છે, જેનાથી સૂર્યપ્રકાશ ઓછો થાય છે. શહેરીકરણ અને ઝડપી વસ્તી વૃદ્ધિને કારણે ગીચ વસાહતો બની છે. જેથી રહેણાંક વિસ્તારમાં ખૂબ જ ઓછો સૂર્યપ્રકાશ આવે છે એ પણ એક કારણ છે.
પ્રદૂષણ એ ઉણપનું બીજું મોટું કારણ છે કારણ કે તે સૂર્યમાંથી અલ્ટ્રાવાયોલેટ બી (યુવીબી) કિરણોને કાપી નાખે છે. જે વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત છે. આધુનિક અને ફાસ્ટફૂડવાળી જીવનશૈલીને કારણે પૌશ્ટિક ખોરાકની પસંદગી ઓછી થઇ રહી છે. જેના કારણે વિટામિન ડી આપતા ખોરાકના સ્ત્રોતો મર્યાદિત થઈ ગયા છે.
સ્થૂળતા અને ડાયાબિટીસ પણ વિટામિન ડીના શોષણમાં ખામી સર્જે છે. ચરબીમાં દ્રાવ્ય હોવાથી, તે શરીરના ચરબીના પેશીઓમાં સંગ્રહિત થાય છે. તેથી વધુ વજનવાળા લોકોમાં, વિટામિન ડીનો મોટો હિસ્સો ચરબીના કોષોમાં સંગ્રહિત થાય છે, જે લોહીના પ્રવાહમાં ઉપલબ્ધ માત્રા ઘટાડે છે. તેથી, જો વ્યક્તિનું સેવન અથવા સૂર્યપ્રકાશ પૂરતો હોય તો પણ તે વિટામિન ડીની ઉણપ તરફ દોરી જાય છે.
વિટામિન ડીના ફાયદા
વિટામિન ડીના ફાયદા અનેક છે. જે આપણા શરીર માટે હાડકાં, દાંત અને સ્નાયુઓને સ્વસ્થ રાખવા ઉપરાંત અનેક મહત્વપૂર્ણ કાર્યો માટે જરુરી છે. વિટામિન ડી ખાસ કરીને શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસના શોષણમાં મદદ કરે છે. એની ઉપણથી અનેક રોગો થઇ શકે છે.
વિટામિન ડી ની ઉણપ થી થતા રોગો
વિટામિન ડીની ઉણપથી શરીરમાં અનેક રોગ થઇ શકે છે. વિટામિન ડીની ઉણપના લક્ષણો શરીર પર દેખાય તો અવગણશો નહીં. ઉણપથી ખાસ કરીને બાળકોમાં રિકેટ્સ (Rickets) અને પુષ્તોમાં ઓસ્ટિઓમેલેશિયા (Osteomalacia) થઇ શકે છે. બાળકોના હાડકાં નબળા અને નરમ પડતાં પગ વાંકા થઇ જવા સહિત વિકૃતિઓ આવી શકે છે. વિકાસ પણ ધીમો થઇ જાય છે. પુખ્તોમાં હાડકાં નબળાં થતાં હાડકાં અને સ્નાયુઓમાં નબળાઇ આવતાં દુખાવો થાય છે. ઉપરાંત વારંવાર ચેપ લાગવો, થાક અને નબળાઈ, ડિપ્રેશન, વાળ ખરવા સહિતની બિમારીઓ થઇ શકે છે.
વિટામિન ડી શેમાંથી મળે
વનસ્પતિ ખોરાકમાં, મશરૂમ્સમાં સૌથી વધુ સાંદ્રતા હોય છે, ત્યારબાદ બ્રોકોલી આવે છે પરંતુ પછી તેને સૂર્યપ્રકાશમાં પલાળીને તડકામાં પકાવવી પડે છે. જો તેને કૃત્રિમ રીતે પાકવામાં આવે છે, તો તેમાં પૂરતું વિટામિન ડી હોતું નથી. 30 થી 40 ટકા વસ્તી શાકાહારી હોવાથી, વિટામિન ડીનો વપરાશ નોંધપાત્ર રીતે ઓછો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/educational-group-food-containing-vitamin-d.jpg)
માછલી, ચિકન અને ઈંડા જેવા પ્રાણી સ્ત્રોતો વધુ સમૃદ્ધ છે પરંતુ એકમાત્ર પડકાર ગ્રામેજ છે. એક ઈંડામાંથી 40 IU (આંતરરાષ્ટ્રીય એકમો) વિટામિન ડી મળે છે. માછલીના ટુકડામાં 150 IU હોય છે, જ્યારે ચિકનનો ટુકડો 50 IU થી ઓછો છે. ઘણા લોકો એ નથી જાણતા કે જ્યારે તમે માછલીને તેલમાં રાંધો છો ત્યારે તમે 40 ટકા વિટામિન ડી ગુમાવો છો. બાફવું હજુ પણ વધુ સારું છે.
વિટામિન ડી ઓછું હોવાથી, કેલ્શિયમ અસરકારક રીતે શોષાઈ શકતું નથી. દૂધનો વપરાશ પણ પ્રમાણમાં પુરતો નથી. શહેરી વિસ્તારોમાં 14 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 8 ટકા. જેનો અર્થ એ થયો કે તેમની પાસે કેલ્શિયમ મેળવવા માટે પૂરતું દૂધ પણ નથી.
વિટામિન ડીનું દૈનિક સેવન કેટલું હોવું જોઈએ?
12 મહિના સુધીના બાળકો માટે વિટામિન ડીની ભલામણ કરેલ દૈનિક માત્રા 400 આંતરરાષ્ટ્રીય એકમો (IU), 1 થી 70 વર્ષની વયના લોકો માટે 600 IU અને 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 800 IU છે.
સૂર્યપ્રકાશમાં બેસવાનો શ્રેષ્ઠ સમય કયો?
વહેલી સવારે 7 થી 11 વાગ્યાની વચ્ચે તમારી ત્વચાના 40 ટકા ભાગને ખુલ્લા રાખો, જ્યાં સુધી ત્વચા લાલ ન થાય. સંપર્કમાં આવ્યા પછી લગભગ 30 મિનિટ પછી વિટામિન ડીનું સંશ્લેષણ થાય છે. ઘાટા ત્વચા રંગ ધરાવતી વ્યક્તિએ 40 મિનિટનો સંપર્ક સમય રાખવો જોઈએ.
જે લોકો સૂર્યપ્રકાશનો સંપર્ક કરી શકતા નથી, તેમણે ઝેરી અસરથી બચવા માટે ડૉક્ટરની સલાહ પર પૂરક ખોરાક લેવો જોઈએ. કેટલાક લોકોને દરરોજ 1,000 IU ની જરૂર પડી શકે છે પરંતુ ક્યારેય 4,000 IU થી વધુ ન હોવું જોઈએ. સંશોધકો સ્પ્રિંકલિંગ પાવડરના વિકલ્પો શોધી રહ્યા છે, જેને ભોજનમાં સમાવી શકાય છે.
ખોરાકમાંથી વિટામિન ડી મેળવવાની શ્રેષ્ઠ રીત કઈ?
વિટામિન ડી ચરબીમાં દ્રાવ્ય હોવાથી, ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર ખોરાક શોષણને વધારે છે. વિટામિન ડી અને વિટામિન K2 સિનર્જિસ્ટિક રીતે કામ કરે છે, કારણ કે બાદમાં હૃદયની ધમનીઓને બદલે હાડકાં અને દાંતમાં કેલ્શિયમ દિશામાન કરવામાં મદદ કરે છે.
વધુ સારી રીતે શોષણ માટે સવારે તમારા પૂરક લો કારણ કે તે ઊંઘ લાવનારા હોર્મોન મેલાટોનિનમાં દખલ કરે છે. કારણ કે તે સૂર્યપ્રકાશ વિટામિન છે, શરીર તેના ડોઝને દિવસના સંકેત તરીકે અર્થઘટન કરી શકે છે, મેલાટોનિનનું સ્તર ઘટાડે છે અને ઊંઘમાં ખલેલ પહોંચાડે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us