scorecardresearch

કોઈને બગાસું ખાતા જોઈ તમને પણ કેમ બગાસું આવે છે? શું તમને ખબર છે? જાણો રસપ્રદ કારણો

Why yawns : બગાસુ કેમ આવે છે? બગાસુ આવવા પાછળ વૈજ્ઞાનિકો (yawning science) શું માને છે? બગાસા માટે કઈ પ્રકારના અભ્યાસ કરવામાં આવ્યા છેં? શું બગાસાને ઊંઘ સાથે કોઈ લેવા દેવા છે?

Why yawns
બગાસુ કેમ આવે છે?

ઘણી વખત, કોઈને બગાસું ખાતા જોઈને, લોકો તેને ઊંઘ સાથે જોડીને જોવાનું શરૂ કરી દે છે. બગાસું ખાતી વ્યક્તિને પૂછવામાં આવે છે કે, તેની ઊંઘ પૂરી નથી થઈ કે શું. તો, તમે એ પણ જોયું હશે કે, જ્યારે કોઈ વ્યક્તિ તમારી સામે બગાસું મારે છે, ત્યારે તમે પણ બગાસું ખાવાનું શરૂ કરો છો, પરંતુ શું તમે ક્યારેય તેની પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે કોઈને બગાસું ખાતા જુઓ છો ત્યારે તમે પણ આવું કેમ કરવાનું શરૂ કરો છો? જો નહીં તો આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવવા જઈ રહ્યા છીએ. આની સાથે જ આપણે જાણીશું કે કોઈ પણ વ્યક્તિને બગાસું કેમ આવે છે?

શા માટે બગાસું આવે છે?

તમને જણાવી દઈએ કે, બગાસું આવવાનું કારણ માત્ર ઊંઘ નથી, પરંતુ તેનો સીધો સંબંધ તમારા મગજ સાથે છે. અમેરિકાની પ્રિન્સટન યૂનિવર્સિટીમાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, વ્યક્તિને બગાસું મારવાનો ઓર્ડર તેના મગજમાંથી મળે છે. અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું છે કે, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કામમાં સતત વ્યસ્ત રહે છે, તો થોડા સમય પછી તેનું મગજ ગરમ થવા લાગે છે, પછી તેને ઠંડુ કરવા માટે, વ્યક્તિનું મોં આપોઆપ ખુલી જાય છે, જેને આપણે બગાસું કહીએ છીએ.

બગાસું ખાધા પછી, આપણા શરીરનું તાપમાન અમુક અંશે સ્થિર થાય છે, મગજ ઠંડુ થાય છે અને આપણે લાંબા સમય સુધી ફરી સામાન્ય રીતે કામ કરી શકીએ છીએ.

કોઈને બગાસુ ખાતા જોઈ કેમ તમને બગાસુ આવે છે?

વર્ષ 2004માં મ્યુનિકની સાયકિયાટ્રિક યુનિવર્સિટી હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં આ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો છે. સંશોધન દરમિયાન, લગભગ 300 લોકો પર એક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોSummer Special : કેરીની તમે આ કેટલીક રીતો દ્વારા કૃત્રિમ રીતે પાકેલી છે તે ઓળખી શકો છો, FSSAI શું કહે છે?

વૈજ્ઞાનિકોના મતે, કોઈને બગાસુ ખાતા જોવાથી તેની સામે બેઠેલી વ્યક્તિની મિરર ન્યુરોન સિસ્ટમ સક્રિય થઈ જાય છે, જે તેને અનુકરણ કરવા માટે પ્રેરિત કરે છે. પછી વ્યક્તિ પોતાની જાતને નકલ કરતા રોકી શકતી નથી. સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે, જે લોકોનું મગજ વધુ કામ કરે છે, તેઓ લાંબા સમય સુધી બગાસું ખાય છે. એટલે કે જે વ્યક્તિનું મગજ વધુ કામ કરશે, તેનું મગજ વધુ ગરમ થશે, પરિણામે તે લાંબા સમય સુધી બગાસું ખાશે.

Web Title: Why yawns yawning science contagious yawning yawning behavior

Best of Express