દૂધી જ્યૂસ દરરોજ કેમ પીવો જોઇએ? જાણી લો આ 10 કારણો અને ફાયદા!

દૂધી (Lauki) જ્યૂસ પીવાથી વજન ઘટાડવામાં, પાચન સુધારવામાં અને ત્વચાને ગ્લોઈંગ બનાવવામાં અદ્ભૂત ફાયદા થાય છે! જાણો શા માટે દરરોજ દૂધીનો જ્યૂસ પીવો જોઈએ અને તેનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો!

દૂધી (Lauki) જ્યૂસ પીવાથી વજન ઘટાડવામાં, પાચન સુધારવામાં અને ત્વચાને ગ્લોઈંગ બનાવવામાં અદ્ભૂત ફાયદા થાય છે! જાણો શા માટે દરરોજ દૂધીનો જ્યૂસ પીવો જોઈએ અને તેનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો!

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Dudhi no juice pivana fayada | why you should drink lauki juice daily

દૂધીનો જ્યૂસ પીવાના ફાયદા ઘણા છે. (ફોટો ક્રેડિટ ફ્રીપિક)

દૂધી જે લોકી અથવા બોટલ ગોર્ડ (Bottle Gourd) તરીકે ઓળખાય છે, જે એક પૌષ્ટિક શાકભાજી છે, દૂધીનું સેવન આપણા આરોગ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. જેને કારણે દૂધી સુપરફૂડ કહેવાય છે. દૂધી શરીરમાં ઠંડક પહોંચાડે છે, પાચન સુધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. જો તમે દરરોજ દૂધીના જ્યૂસ (Lauki Juice) નું સેવન કરો, તો તમારા શરીર પર ઘણી પોઝિટિવ અસરો પડે છે. ચાલો, તેના ટોચના 10 ફાયદા જાણીએ!

Advertisment

દૂધી ખાવાના મુખ્ય ફાયદા જાણો

વજન ઘટાડવામાં મદદ કરે

દૂધીમાં 90% પાણી અને ઓછી કેલોરી હોય છે, જે વજન ઘટાડવા ઈચ્છતા લોકો માટે બેસ્ટ ફૂડ છે. તેનો જ્યૂસ પેટ ભરેલું રાખે છે અને ભૂખ નિયંત્રિત કરે છે.

હૃદય સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

દૂધી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે, જે હૃદયરોગના જોખમને ઘટાડે છે.

ડાયાબિટીસ માટે લાભદાયી

દૂધીના જ્યૂસમાં ગ્લાઈસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

Advertisment

પાચન સુધારે અને કબજિયાત દૂર કરે

દૂધીમાં રહેલ ફાઈબર પાચન તંત્રને મજબૂત બનાવે છે તેમજ કબજિયાત, ગેસ અને એસિડિટીથી રાહત આપે છે.

ત્વચા માટે અદ્ભૂત

દૂધી ટોક્સિન દૂર કરે છે, જેનાથી ત્વચા સ્વચ્છ અને ગ્લોઈંગ રહે છે. તે ફોલ્લીઓ અને મસા ઘટાડે છે.

કિડની માટે લાભદાયી

દૂધીમાં ડાયયુરેટિક ગુણધર્મો હોય છે, જે યુરિન દ્વારા ટોક્સિન બહાર કાઢે છે અને કિડની સ્ટોનથી બચાવે છે.

શરીરમાં ઠંડક લાવે

દૂધીનું સેવન શરીરને અંદરથી ઠંડક આપે છે, જેથી ગરમીથી થતું ડીહાઇડ્રેશન અને બળતરા અટકાવી શકાય.

હાડકાં અને સ્નાયુ માટે મજબૂત

દૂધી કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસથી ભરપૂર હોવાથી હાડકાં મજબૂત બનાવે છે અને સંધિવા માટે ફાયદાકારક છે.

ઊંઘ સુધારે અને તણાવ દૂર કરે

દૂધીમાં રહેલા સેડેટિવ ગુણધર્મો તણાવ ઘટાડે છે અને હોર્મોન સંતુલિત કરીને ઊંઘમાં સુધારો કરે છે.

યકૃત અને લીવર ડિટૉક્સ માટે શ્રેષ્ઠ

દૂધી શરીરમાં એક નેચરલ ડિટૉક્સિંગ એજન્ટ તરીકે કામ કરે છે, જે લીવર અને યકૃત માટે ફાયદાકારક છે.

દૂધીનો જ્યૂસ કેવી રીતે પીવો?

સવારે ખાલી પેટે દૂધીનો રસ પીવાથી શરીર ડિટૉક્સ થાય છે. દરરોજ એક ગ્લાસ એટલે કે 250 મીલી દૂધીનો તાજો જ્યૂસ પીવો. આ જ્યૂસમાં લીંબુ અને તુલસી ઉમેરી એને વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવી શકાય છે. જ્યૂસ માટે શુદ્ધ અને તાજી દૂધીનો ઉપયોગ કરવો.

ઘરે બનાવો પંજાબી સ્ટાઇલ દૂધી કોફતા, અહીં જાણો બેસ્ટ રેસીપી

દૂધી એ આરોગ્ય માટે એક ઉત્તમ શાકભાજી છે, જે વજન ઘટાડે, હૃદય અને લીવર માટે ફાયદાકારક છે. દૂધીનો જ્યૂસ દૈનિક પીશો તો તમારું પાચન, ત્વચા અને સંપૂર્ણ આરોગ્ય સુધરશે. પરંતુ દૂધી સાથે આ 2 વસ્તુઓ ખાવી નુકસાનકારક માનવામાં આવે છે. આ વિશે આયુર્વેદમાં પણ દૂધીનું સેવન કરવાના વિશેષ ફાયદા દર્શાવાયા છે.

વરિયાળી અને જીરુ ખાવાના ફાયદા વિશે વધુ વાંચો

શું તમે દૂધીનો જ્યૂસ પીવા તૈયાર છો? કોમેન્ટમાં જરુર જાણાવો!

(ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપાય આધારિત છે. જેનો ઉપયોગ કરતાં પૂર્વે નિષ્ણાંત તબીબની સલાહ લેવી જરુરી છે.)

જીવનશૈલી health tips