Window Ac VS Split AC : વિન્ડો એસી કે સ્પ્લિટ એસી કિંમત થી લઇ મેન્ટેનન્સ સુધી ઘર માટે ક્યું ઉત્તમ છે? જાણો

AC Buying Guide In Gujarati : એસી ઉનાળામાં ગરમીથી બચાવે છે. વિન્ડો એસી કે સ્પ્લિટ એસી ક્યું કિંમત, કુલિંગ અને મેન્ટેનન્સની દ્રષ્ટિએ ઉત્તમ છે, જે મામલે લોકો મૂંઝવણ અનુભવે છે. જાણો અહીં

AC Buying Guide In Gujarati : એસી ઉનાળામાં ગરમીથી બચાવે છે. વિન્ડો એસી કે સ્પ્લિટ એસી ક્યું કિંમત, કુલિંગ અને મેન્ટેનન્સની દ્રષ્ટિએ ઉત્તમ છે, જે મામલે લોકો મૂંઝવણ અનુભવે છે. જાણો અહીં

author-image
Ajay Saroya
New Update
Window Ac VS Split AC | Window Ac | Split AC | AC Buying Guide | Air Conditioning

Window Ac VS Split AC : વિન્ડો એસી VS સ્પ્લિટ એસી. Photograph: (Tradeindia.com/ Freepik)

Window Ac VS Split AC : એસી ઉનાળાની ગરમીથી બચાવે છે. શરીર દઝાડતી ઉનાળાની ગરમીમાં એર કન્ડિશનરની ઠંડી હવા અદભુત શાંતિ અને રાહતનો અનુભવ કરાવે છે. આજના સમયમાં દરેક ઘરમાં એસીનો વપરાશ છે. બજારમાં હાલ વિવિધ કંપનીઓના વિવિધ મોડલના એસી ઉપલબ્ધ છે.

Advertisment

જો કે મોટાભાગના લોકો એસી ખરીદતી વખતે મૂંઝવણ અનુભવે છે કે, વિન્ડો એસી કે સ્પ્લિટ એસી ક્યું એરકન્ડિશનર ઉનાળામાં સૌથી વધુ ઠંડક આપે છે. અહીં બંને એસીના ફાયદા અને નુકસાન વિશે માહિતી આપી છે, જે વાંચ્યા બાદ તમે તમારા ઘર માટે યોગ્ય એસી પસંદ કરવામાં સરળતા રહેશે.  

Window AC કેવું હોય છે?

વિન્ડો એસીમાં એક જ યુનિટ હોય છે, જેમા એર કન્ડિશનર, કોમ્પ્રેસર અને બ્લોઅર એક જ બોક્સમાં ફિટ હોય છે. સામાન્ય રીતે ઘર કે રૂમની બારમાં વિન્ડો એસી ફીટ કરવામાં આવે છે.

વિન્ડો AC  ફાયદા 

વિન્ડો એસીનું ઇન્સ્ટોલેશન કરવું સરળ હોય છે. વિન્ડો એસીમાં એર કન્ડિશનર, કોમ્પ્રેસર અને બ્લોઅર એક જ બોક્સમાં આવતું હોવાથી સરળતાથી ઘર કે રૂમની બારીમાં ફિટ થઇ જાય છે. આ એસીનું મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછું છે.

Advertisment

Window AC નુકસાન

વિન્ડો એસી ચલાવતી વખતે વધારે અવાજ કરે છે, જેથી ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે. ઉપરાંત મોટો રૂમ ઠંડો કરવામાં વધારે અસરકારક સાબિત થતું નથી.  

Split AC કેવું હોય છે? 

સ્પિલ્ટ એસીમાં બે યુનિટ હોય છે, એક ઇન્ડોર યુનિટ એર કન્ડિશનર અને બીજું આઉટડોર યુનિટ કોમ્પ્રેસર. ઇન્ડોર યુનિટ રૂમ કે ઘરની દિવાલી પર ફિટ કરવામાં આવે છે. તો આઉટડોર યુનિટ કોમ્પ્રેસરને ઘરની બહાર ફિટ થાય છે. 

સ્પ્લિટ AC ફાયદા

સ્પિલ્ટ એસી ચલાવતી વખતે કોઇ અવાજ થતો નથી અને તેનાથી સારી ઊંઘ આવે છે. આ એસી આખા ઓરડામાં સારી રીતે ઠંડી હવા પ્રસરાવે છે અને ઓછા સમયમાં રૂમ ઠંડો કરી દે છે. દિવાલ પર લાગેલું સ્પ્લિટ એસી સુંદર પણ દેખાય છે. 

Split એસી નુકસાન

સ્પ્લિટ એસીનું ઇન્સ્ટોલેશન મોંઘુ હોય છે. સ્પ્લિટ એસી માટે અલગથી પાઇપલાઇન ફિટ કરવી પડે છે, જેનાથી ઘરમાં સામાન્ય તોડફોડ કરવાની જરૂર પડે છે. સ્પ્લિટ એસીનું સમયસર મેન્ટેનન્સ કરાવવું આવશ્યક છે

Window AC VS Split AC કિંમત

કિંમતની વાત કરીયે તો વિન્ડોઝ એસીની સરખામણીમાં સ્પ્લિટ એસી મોંઘુ હોય છે. સ્પિલ્ટ એસી ઇન્સ્ટોલેશન ચાર્જ પણ વધારે હોય છે અને  મેન્ટેનન્સ પાછળ વધારે ખર્ચ પણ થાય છે. જો કે કુલિંગના મામલે વિન્ડોઝ એસીની તુલનામાં સ્પ્લિટ એસી ઉત્તમ છે. જો તમને વધારે કુલિંગ જોઇતી હોય તો સ્પ્લિટ એસી ખરીદવું જોઇએ.

ઉનાળો જીવનશૈલી