Health Tips : શિયાળામાં ગરમ કપડાથી માઇગ્રેનનું જોખમ; ડોક્ટરની 8 ટીપ્સ અનુસરો, માથાનો દુખાવો અને ચક્કરમાં રાહત આપશે

Migraine Prevent Tips In Winter : શિયાળામાં ગરમ અને વજનદાર કપડા પહેરવાથી માઇગ્રેનની પીડા વધી શકે છે. સર ગંગારામ હોસ્પિટલના ન્યુરોલોજિસ્ટ ડો.અંશુ રોહતગી કહે છે કે, શિયાળામાં ચુસ્ત અથવા ભારે કપડાં પહેરવાથી શરીર તણાવમાં રહે છે, જે આધાશીશીની તીવ્રતામાં વધારો કરી શકે છે.

Migraine Prevent Tips In Winter : શિયાળામાં ગરમ અને વજનદાર કપડા પહેરવાથી માઇગ્રેનની પીડા વધી શકે છે. સર ગંગારામ હોસ્પિટલના ન્યુરોલોજિસ્ટ ડો.અંશુ રોહતગી કહે છે કે, શિયાળામાં ચુસ્ત અથવા ભારે કપડાં પહેરવાથી શરીર તણાવમાં રહે છે, જે આધાશીશીની તીવ્રતામાં વધારો કરી શકે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Migraine Prevent Tips In Winter | Migraine health Tips | Winter health Tips | Migraine

Migraine Prevent Tips In Winter : શિયાળામાં ગરમ કપડા પહેરવાથી માઇગ્રેનની સમસ્યા વધી શકે છે. (Photo: Freepik)

Migraine Causes, symptoms And Prevent Tips In Winter : માઇગ્રેન એટલે કે આધાશીશી એ એક ન્યુરોલોજીકલ સ્થિતિ છે જેમાં માથાની મધ્યમાં તીવ્ર અથવા અસહનીય દુખાવો થાય છે. આ દુખાવો સામાન્ય માથાનો દુખાવો કરતા અલગ છે કારણ કે તે ઘણીવાર માથાની એક બાજુ થાય છે અને તેની સાથે ઉલટી, ઉબકા, ઝાંખુ દેખાવું અને સંવેદનશીલતા જેવા લક્ષણો હોય છે. આ દુખાવો અચાનક શરૂ થઈ શકે છે અને થોડા કલાકો અથવા ઘણા દિવસો સુધી રહી શકે છે. ભારતમાં લગભગ દર ચોથા વ્યક્તિ માઇગ્રેનથી પીડિત છે, જે વૈશ્વિક સરેરાશ કરતા ઘણી વધારે છે.

Advertisment

આધાશીશીની સમસ્યા માટે ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે જેમ કે તણાવ અને માનસિક થાક, ઊંઘનો અભાવ અથવા અનિયમિત ઊંઘ, નબળો આહાર અથવા ભૂખ, પ્રકાશ, અતિશિય તેજ પ્રકાશ અથવા મોટા અવાજો, સ્ત્રીઓમાં હોર્મોનલ ફેરફારોને કારણે, આલ્કોહોલ, કેફીન અથવા પ્રોસેસ્ડ ફૂડનું વધુ પડતું સેવન આધાશીશીની પીડાનું કારણ બને છે. માઇગ્રેનની તકલીફના શરીરમાં કેટલાક લક્ષણો હોય છે જેમ કે

  • માથાની એક બાજુ તીવ્ર દુખાવો અથવા ધબકારા જેવો અનુભવ થવો
  • પ્રકાશ અને ધ્વનિ પ્રત્યે સંવેદનશીલતા
  • ઉબકા અથવા ઉલટી થવી
  • આંખોની દ્રષ્ટિ ઝાંખી થવી
  • થાક, ચીડિયાપણું અથવા ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી જેવા લક્ષણો દેખાય છે.

સર ગંગારામ હોસ્પિટલના વાઇસ ચેરમેન અને સિનિયર ન્યુરોલોજિસ્ટ ડો.અંશુ રોહતગી કહે છે કે શિયાળામાં લોકોમાં આધાશીશીની પીડા વધુ પરેશાન કરી શકે છે. શિયાળામાં સ્વેટર, શાલ, કોર્ટ અને અન્ય ભારે કપડાં જેવા ગરમ કપડાં પહેરવાથી ગરદન અને માથાની આસપાસના સ્નાયુઓ પર દબાણ આવે છે, જેનાથી માથાનો દુખાવો વધી શકે છે. જે કપડાં ખૂબ ગરમ હોય છે તે શરીરને વધુ ગરમ કરે છે, જેના કારણે માથામાં રક્ત વાહિનીઓ પહોળી અથવા સંકુચિત થઈ શકે છે અને આધાશીશીને ઉત્તેજિત કરી શકે છે.

Advertisment

ચુસ્ત અથવા ભારે કપડાં પહેરવાથી શરીર તણાવમાં રહે છે, જે આધાશીશીની તીવ્રતામાં વધારો કરી શકે છે. ગરમ કપડાં અને લોકોની ભીડ અથવા ઠંડીમાં કાર્યક્રમનોનું આયોજન મગજ પર વધારાનો તાણ લાવે છે, જે આધાશીશીની બીમારી ઉભી કરી શકે છે. ફેમિલી હિસ્ટ્રી પણ આ રોગ માટે જવાબદાર છે. હવામાનમાં અચાનક ફેરફાર, ઠંડી અથવા ગરમ હવા, શિયાળામાં વજનદાર કપડાં પહેરવા અને વધુ પડતી ભીડ આધાશીશીને ઉત્તેજિત કરી શકે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ શિયાળામાં માઇગ્રેનની સારવાર કેવી રીતે કરવી.

હાઇડ્રેટેડ રહો

સામાન્ય ડિહાઇડ્રેશન પણ આધાશીશીના લક્ષણોને વધારી શકે છે. જો તમને શિયાળામાં તરસ ન લાગે તો પણ નિયમિતપણે પાણી પીતા રહો. જો તમે કેફીન અથવા આલ્કોહોલ લઈ રહ્યા છો, તો પાણીની માત્રા વધારો. દરેક પીણું પછી એક ગ્લાસ પાણી પીવાથી આધાશીશીને રોકવામાં ઘણી મદદ મળે છે.

સમયસર ભોજન કરો

લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી બ્લડ સુગર ઘટી શકે છે અને આધાશીશીને ઉત્તેજિત કરી શકે છે. જો તમે સમયસર ખોરાક ન ખાઈ શકો તો બદામ, ફળો અથવા એનર્જી બાર તમારી સાથે રાખો. વધુ પડતા પ્રોસેસ્ડ અથવા નમકીન નાસ્તા ટાળો અને શુગરયુક્ત ભોજનની માત્રાને મર્યાદિત કરો.

પૂરતી ઊંઘ લો

મોડી રાત્ર સુધી જાગવાથી અને ઓછી ઊંઘ લેવાથી માઇગ્રેનનો દુખાવો વધી શકે છે. તમારા ઊંઘના સમયપત્રકને શક્ય તેટલું નિયમિત રાખો. જો તમે ન્યુ યર સેલિબ્રેશન નિમિત્તે લેટ નાઇટ પાર્ટી કરી રહ્યા હોવ તો તમે ઇવેન્ટ પહેલાં એક નાનો પાવર નેપ લઇ લઈ શકો છો.

વધુ સંવેદનાત્મક ન બનો

તેજ લાઇટ, મોટા અવાજો અને ભીડ આધાશીશીને વધારી શકે છે. સ્પીકર અથવા સ્ટ્રોબ લાઇટથી દૂર બેઠક એરિયામાં બેસવાનો પ્રયાસ કરો. શાંત અને પ્રકાશવાળી જગ્યામાં 10 મિનિટનો વિરામ લેવાથી મોટી રાહત મળે છે. જરૂર જણાય તો રંગીન ચશ્મા અથવા ઇયર પ્લગનો ઉપયોગ કરો.

કેફીન અને આલ્કોહોલનું મર્યાદિત સેવન

કેફીન આધાશીશીથી થોડી રાહત આપી શકે છે, પરંતુ ઓવરડોઝ અથવા અચાનક બંધ કરવાથી સમસ્યા વધી શકે છે. આલ્કોહોલ, ખાસ કરીને રેડ વાઇન, શેમ્પેઇન અને ડાર્ક સ્પિરિટ્સ, રક્ત વાહિનીઓને પહોળી કરીને પીડા વધારી શકે છે, તેથી તેનું સેવન ટાળો.

ભારે કપડાં સમજદારીપૂર્વક પસંદ કરો

ગરદન અને માથા પર દબાણ લાવતા ટાઇટ સ્વેટર, જાડા કોટ અથવા શાલનો ઉપયોગ કરશો નહીં. વજનમાં હલકા અને આરામદાયક કપડાં પહેરો. શિયાળામાં હલકું સ્વેટર અને બહાર હળવો કોટ. ગરદન અને માથાની આસપાસના કપડાંને આરામદાયક અને ઢીલા રાખો જેથી નસો પર તાણ ન આવે. જો તમે લાંબા સમય સુધી ભારે કપડાં પહેર્યા છો, તો વચ્ચે વચ્ચે રૂમમાં જાઓ અને કપડાં ઢીલા કરો.

સ્ટ્રેચિંગ કરો

ધીમે ધીમે માથાને એક બાજુ નમાવો અને 10 સેકંડ સુધી આ સ્થિતિમાં રોકી રાખો. આવું બીજી બાજુ કરો. આ નેક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ 3 થી 5 વખત કરવાથી આરામ મળશે.

ખભાને ગોળ ફેરવો

ધીમે ધીમે બંને ખભાને ઉપર ઉઠાવો, પછી તેને ઉપર નીચે ઘડિયાળીની જેમ ફેરવો. આ કસરતનું 10 થી 15 વખત પુનરાવર્તન કરો.

શિયાળો જીવનશૈલી health tips