/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/diabetes-food-gauva.jpg)
ગરબીઓનું સફરજન કહેવાતું આ જામફળ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે ખુબજ ફાયદાકારક છે. જામફળ સામાન્ય ફળ છે. તેની છાલ, પતા પરંપરાગત રીતે ઘણી બીમારીઓમાં ઉપયોગી છે. આ ફળ ફાઈબર, વિટામિન A, વિટામિન C, નિયાસિન, થીયામીન, રાઇઓબફલેવિન, કેરોટીન અને લાઈકોપીન અને એન્ટી ઓક્સિડેન્ટ અને કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન જેવા ખનીજોથી ભરપૂર છે.
જામફળનું ફળ પોલીફેનોલિક સંયોજનોથી ભરપૂર છે જે માઇક્રોબિયલ ગુણોને પ્રદર્શિત કરે છે. તેના પાંદડામાં એન્ટી- ફંગલ અને એન્ટી- બેક્ટેરિયલ ગુણો હોય છે. તેનો ઉપયોગ ફાર્માં અને ખાદ્ય ઉદ્યોગોમાં જૈવ- પરીક્ષક (બાયોપ્રિઝર્વેટિવ)ના રૂપમાં કામ કરે છે. આવો જામફળના ગુણો વિષે જાણીએ.
બ્લડ સુગર લેવલ ઘટાડવામાં અસરકારક
અભ્યાસો દર્શાવે છે કે જામફળ નિયમિતપણે ખાવાથી બ્લડ સુગર લેવલ ઓછું થઈ શકે છે. આ ફળનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે અને ગ્લાયકેમિક લોડ 1.3-5 છે. ઉચ્ચ ફાઇબરનો અર્થ એ છે કે તે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને તમને ભોજન જમવાની ઇચ્છાથી દૂર રાખે છે. ફાઇબરનું ધીમે ધીમે બર્નિંગ શરીરમાં બ્લ્ડ સુગરને સંતુલિત કરવામાં મદદ કરે છે અને ખાંડની અચાનક વધઘટને ટાળે છે.
આંતરડાના સ્વાસ્થ્ય માટે સારું
જામફળ ખાવું આંતરડાના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. સૌપ્રથમ તે આંતરડાને લુબ્રિકેટ કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે, તેના ફાઇબર રેચક તરીકે કામ કરે છે. તેથી જ મોટાભાગના ન્યુટ્રિશનિસ્ટ ભોજન પહેલાં જામફળ લેવાની ભલામણ કરે છે. સવારે ખાલી પેટ જામફળ ખાવાથી પાઈલ્સનાં લક્ષણોમાં રાહત મળે છે.
કેન્સર સામે લડવામાં મદદરૂપ
જામફળ લાઇકોપીન જેવા ફાયટોન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર છે, જે એન્ટિ-ટ્યુમર ગુણ ધરાવે છે અને આપણને કેન્સરથી બચાવે છે. જામફળના પાનનો અર્ક દવામાં પણ વપરાય છે અને તે તમામ પ્રકારના કેન્સરના કોષોને રોકી શકે છે. કારણ કે ફ્લેવોનોઈડ ક્વેર્સેટીન મજબૂત કેન્સર સામે લડવાના ગુણો ધરાવે છે. 2010 ના અભ્યાસમાં નોંધપાત્ર પુરાવા મળ્યા છે કે જામફળનો અર્ક પ્રોસ્ટેટ કેન્સરમાં ગાંઠનું કદ ઘટાડી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us