Winter Recipes : ઉત્તર ગુજરાતના ફેમસ ”તુવેર ટોઠા” શિયાળમાં અચૂક ખાવા જોઈએ! જાણો સરળ રેસિપી

Tuver Totha Recipe : ઉત્તર ગુજરાતનો મહેસાણા જિલ્લો ''તુવેર ટોઠા''(Tuver Totha) માટે વખણાય છે. તુવેર ટોઠાની આ રેસિપી લીલું લસણ, ડુંગળી જેવા અનેક મસાલાઓથી ભરપૂર છે જાણો બનાવની રીત,

Written by shivani chauhan
Updated : December 11, 2023 11:11 IST
Winter Recipes : ઉત્તર ગુજરાતના ફેમસ ”તુવેર ટોઠા” શિયાળમાં અચૂક ખાવા જોઈએ! જાણો સરળ રેસિપી
Winter Recipes : ઉત્તર ગુજરાતના ફેમસ ''તુવેર ટોઠા'' શિયાળમાં અચૂક ખાવા જોઈએ! જાણો સરળ રેસિપી

Tuver Totha Recipe : શિયાળા (Winter) ની શરૂઆત થઇ ગઈ છે. આ ઋતુમાં ભૂખ વધારે લાગે છે એટલે આપણે વિવિઘ પૌષ્ટિક વાનગીઓનો આનંદ માણીએ છીએ, તેમાં આ ઉત્તર ગુજરાતની ફેમસ પૌષ્ટિક વાનગીથી તમે કદાચ અજાણ હશો!! ઉત્તર ગુજરાતની વાનગી એટલે ” તુવેરના ટોઠા” (Tuver Totha Recipe)જાણો અહીં આ ખાસ ટેસ્ટી અને હેલ્થી રેસિપી વિષે,

ઉત્તર ગુજરાતનો મહેસાણા જિલ્લો ”તુવેર ટોઠા” માટે વખણાય છે. લીલું લસણ, ડુંગળી જેવા અનેક મસાલાઓથી ભરપૂર છે આ રેસિપી, જાણો બનાવની રીત,

સામગ્રી :

  • તુવેર દાણા 1 કપ
  • ઝીણી સમારેલી ડુંગળી 2
  • ટમેટા ઝીણા સમારેલા 2
  • લીલું લસણ/ સૂકું લસણ ઝીણું સમારેલું 3-4 ચમચી
  • લીલા મરચા 2 ઝીણા સુધારેલા
  • કોથમીર ઝીણી સમારેલી 3-4 ચમચી
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર 1/2 ચમચી
  • ગરમ મસાલો 1/2 ચમચી
  • હિંગ 1/4 ચમચી
  • તેલ 4-5 ચમચી
  • જરૂર મુજબ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

આ પણ વાંચો: Morning Health Tips : રોજ સવારે ખાલી પેટ આ લીલા પાન ચાવો, તે સ્વાસ્થ્ય માટે ખુબજ ગુણકારી સાબિત થશે

મેથડ

  • સૌ પ્રથમ તુવેર દાણાને સાફ કરી પાણીથી 2-3 વખત ધોઈ લો ત્યાર બાદ 2 ગ્લાસ પાણી નાખી 6-7 કલાક પલાળી મુકો સાત કલાક પછી પાણી નિતારી એક પાણીથી ધોઈ નાખો.

  • હવે તુવેર દાણાને કુકરમાં નાખોને સાથે સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખી બે કપ પાણી નાખી ધીમા તાપે બે સીટી સુધી બાફી નાખોને ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દો.

  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નાખી તતડાવી લો ત્યારબાદ એમાં હિંગ અને સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરોને ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.

  • ડુંગળી શેકાઈ થાય એટલે એમાં લીલું લસણ/ લસણ સુધારીને નાખો સાથે આદુની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લો હવે એમાં લીલા મરચા, ટામેટા નાખી મિક્સ કરી લો ત્યારબાદ જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકીને 3-4 મિનિટ થવા દો.

આ પણ વાંચો: Black Coffee Benefits : બ્લેક કોફી 6 મોટી બીમારીઓથી આપે છે રાહત, ફાયદા તમને આશ્ચર્યચકિત કરી દેશે

  • ચાર મિનિટમાં ટામેટા કુક થાય એટલે એમાં પા ચમચી હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લો.

  • ત્યારબાદ એમાં બાફેલા ટોઠા નાખી બારોબર મિક્સ કરી લો અને 2 મિનિટ ઢાંકીને ધીમી આંચ પર થવા દો, 2 મિનિટ પછી એમાં ગરમ મસાલો અને એક કપ પાણી નાખીને મિક્સ કરી ફરી ઢાંકીને 2 મિનિટ થવા દો.

  • ત્યારબાદ એમાં લીલા ધાણા અને લીંબુનો રસ નાખી મિક્સ કરો અને ગેસ બંધ કરી લો અને બ્રેડ કે બાજરાના રોટલા સાથે સર્વ કરો ગરમ ગરમ તુવેરના ટોઠા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ