Eggs Benefits : મહિલઓએ શિયાળામાં ઇંડા કેમ ખાવા જોઇએ? ઇંડાનું સેવન કેવી રીતે અને કેટલું ફાયદાકારક છે? જાણો

Eggs Benefits For Women In Winter : ઇંડામાં પ્રોટીન, વિટામિન એ, વિટામિન બી 12 સહિત ઘણા પોષક તત્વો હોય છે. મહિલાઓ માટે ઇંડાનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. જાણો ઇંડાનં સેવન કરવાની સારી રીત અને અઢળક ફાયદા.

Eggs Benefits For Women In Winter : ઇંડામાં પ્રોટીન, વિટામિન એ, વિટામિન બી 12 સહિત ઘણા પોષક તત્વો હોય છે. મહિલાઓ માટે ઇંડાનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. જાણો ઇંડાનં સેવન કરવાની સારી રીત અને અઢળક ફાયદા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Eggs Benefits For Women | Eggs Benefits In Winter | health benefits of eggs

Eggs Benefits For Women In Winter : શિયાળામાં મહિલાઓ માટે ઇંડા ખાવા ફાયદાકારક છે. (Photo: Freepik)

Egg Benefits In Winter : તમે એક વાક્ય સાંભળ્યું હશે 'સન્ડે હોય કે મન્ડે રોજ ખાઓ અંડે'. આને એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ઇંડામાં એક કે બે નહીં, પરંતુ ઘણા પોષક તત્વો હોય છે. ઇંડામાં પ્રોટીન, વિટામિન એ, વિટામિન બી 12, વિટામિન બી 5, વિટામિન ડી, કોલિન, આયર્ન, લ્યુટિન, ઝેક્સેન્થિન, રિબોફ્લેવિન, પેન્ટોથેનિક એસિડ જેવા ગુણધર્મો હોય છે. શિયાળામાં મહિલાઓએ દરરોજ ઇંડા ખાવા જોઈએ, તે શા માટે જરૂરી છે અને ઇંડા ખાવાના ફાયદા શું છે, ચાલો જાણીએ છીએ.

Advertisment

સ્ત્રીઓએ દરરોજ કેટલા ઇંડા ખાવા જોઈએ?

ન્યુટ્રીશનિસ્ટ ડો. આશા અરોરાના જણાવ્યા અનુસાર, એક સ્વસ્થ મહિલા દરરોજ ઓછામાં ઓછા 1 ઇંડાનું સેવન કરી શકે છે. ઇંડાનો પીળો ભાગ કોલેસ્ટરોલ વધારે છે. તેથી, ઇંડાના સફેદ ભાગનું સેવન કરવું જોઈએ. જો સ્વાસ્થ્ય સમસ્યા ન હોય, તો તે વ્યક્તિ એક દિવસમાં 3 ઇંડા પણ ખાઇ શકે છે.

મહિલાઓએ ઇંડા શા માટે ખાવા જોઈએ?

ઇંડા ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમજ આર્થિક રીતે પણ પોસાય એમ છે. ઇંડા માંથી આમલેટ, ઇંડા કરી જેવી સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય છે. ઇંડા પાણીમાં બોઇલ કરીને પણ ખાઇ શકાય છે. મહિલાઓએ જીવનના દરેક તબક્કે નિયમિતપણે ઇંડાનું સેવન કરવું જોઈએ. તે મગજના સ્વાસ્થ્ય, હાડકાં, ત્વચા, વાળ, દ્રષ્ટિ અને એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

સ્ત્રીઓ માટે ઇંડા ખાવાના ફાયદા

સ્નાયુ મજબૂત બનાવે છે

દરરોજ ઇંડા ખાવાથી સ્નાયુઓ મજબૂત થાય છે. દુખાવો ઓછો થાય છે. તે વધતી ઉંમરની મહિલાઓમાં પાતળા સ્નાયુઓને યોગ્ય રાખવામાં મદદ કરે છે. ઇંડામાં હાજર વિટામિન ડી અને મુખ્ય ખનિજો પણ સ્નાયુઓના કાર્ય અને શક્તિમાં મદદ કરે છે.

Advertisment

હોર્મોનલ સંતુલન અને પ્રજનનમાં સુધારો કરે છે

ઇંડામાં કોલિન, વિટામિન બી 12, ફોલેટ અને ઓમેગા 3 ચરબી હોય છે. આ બધા પ્રજનન સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. આટલું જ નહીં, ઇંડાની જરદીમાં હાજર તંદુરસ્ત ચરબી હોર્મોન્સ ઉત્સર્જનમાં મદદરૂપ હોય છે. માસિક ચક્ર માટે તે જરૂરી છે.

મજબૂત હાડકાં અને સર્વાંગી વિકાસ માટે જરૂરી

ઇંડામાં ફોસ્ફરસ, સેલેનિયમ અને કેલ્શિયમ જેવા ખનિજો હોય છે. આ હાડકાંને યોગ્ય રાખે છે. વધતી ઉંમરે મહિલાઓ માટે ઇંડા ખાવા મહિલાઓ માટે ફાયદાકારક છે.

આંખને થતા નુકસાનથી બચાવે છે

ઇંડા જરદીમાં લ્યુટિન અને ઝેક્સાન્થિન જેવા એન્ટીઓકિસડન્ટો હોય છે. તેઓ રેટિનામાં એકઠા થઈને આંખને લગતા નુકસાન (જેમ કે મોતિયો, મેક્યુલર અધોગતિ) સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.

માનસિક સ્વાસ્થ્ય સુધારે છે

જે મહિલાઓ નિયમિતપણે ઇંડાનું સેવન કરે છે તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું હોય છે. એટલું જ નહીં, યાદશક્તિ પણ સારી રહે છે.

અસ્વીકરણ: આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.

જીવનશૈલી health tips