Winter Health Tips : શિયાળામાં બ્લડ પ્રેશર કેમ વધે છે? બીપી કંટ્રોલ કરવા માટે આ ખોરાકને ડાયટનો ભાગ બનાવો, હ્રદયરોગનું જોખમ ઘટશે

હાઈ બીપીને કંટ્રોલ કરવા માટે બીટરૂટનું સેવન સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પોટેશિયમ અને નાઈટ્રિક ઓક્સાઈડ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે ખૂબ જ જરૂરી છે.

હાઈ બીપીને કંટ્રોલ કરવા માટે બીટરૂટનું સેવન સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પોટેશિયમ અને નાઈટ્રિક ઓક્સાઈડ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે ખૂબ જ જરૂરી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
હાઈ બ્લડ પ્રેશરના દર્દી માટે ઉનાળામાં બીપીને કન્ટ્રોલ કરવાની સરળ ટીપ્સ, જડમૂળમાંથી બીમારી થશે દૂર

Winter Health Tips : શિયાળામાં બ્લડ પ્રેશર કેમ વધે છે? બીપી કંટ્રોલ કરવા માટે આ ખોરાકને ડાયટનો ભાગ બનાવો, હ્રદયરોગનું જોખમ ઘટશે

Winter high Blood Pressure Control Tips : શિયાળાની ઋતુ મોટાભાગના લોકોને પસંદ હોય છે. જો કે આ સિઝનમાં બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. જે પૈકી એક હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે. જ્યારે રક્ત વાહિનીઓમાં વહેતા લોહીનું બળ ખૂબ વધારે હોય ત્યારે તે સ્થિતિને હાઈ બ્લડ પ્રેશર કહેવાય છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, જો તમારું બ્લડ પ્રેશર 90/60 mmHg કરતાં વધુ અને 120/80 mmHg કરતાં ઓછું હોય, તો તમારી સ્થિતિ તંદુરસ્ત માનવામાં આવે છે. જો બ્લડ પ્રેશર 120/80 mmHg અને 140/90 mmHg વચ્ચે હોય, તો આ સ્થિતિ પણ સામાન્ય માનવામાં આવે છે. જો કે, જો તમારું બ્લડ પ્રેશર 130/80 mmHg અથવા વધુ હોય, તો તેને હાઈ બ્લડ પ્રેશર ગણવામાં આવશે.

Advertisment

કેમ ઠંડીમાં વધે છે બીપી?

હકીકતમાં કાતિલ ઠંડીની સિઝનમાં તાપમાન ઓછું થતા ધમનિયા સિકુડવા લાગે છે. જેના લીધે બ્લડ ફ્લોને જાળવવા માટે વધુ ફોર્સની ફરજ પડે છે. જેને પગલે બ્લડ પ્રેશરની સમસ્યાનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં જો સમયસર બીપીને કંટ્રોલ ના કરવામાં આવે તો તેની ગંભીર અસર વર્તાય છે. જેમાં હાર્ટ એટેક, હાઇ ફેલિયર, સ્ટ્રોક અને દિલ સંબંધિત અન્ય કેટલીક ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. તેથી વહેલી તકે તબીબી સારવાર લેવી અનિવાર્ય છે.

હાઈ બીપીના લક્ષણો

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે હાઈ બીપીના કોઈ ખાસ લક્ષણો નથી. જો કે, કેટલાક ખાસ કિસ્સાઓમાં, તેનાથી પીડિત વ્યક્તિને વારંવાર પેશાબ, સમયાંતરે તીવ્ર માથાનો દુખાવો, આંખો લાલ થવી, છાતીમાં તીવ્ર દુખાવો, નાકમાંથી લોહી વહેવું, ચહેરો લાલાશ પડવો, વધુ પડતો પરસેવો વગેરે જેવી સમસ્યાથી પીડાઇ શકે છે. અસ્પષ્ટ દ્રષ્ટિ, ઉલટી અને ઉબકા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

બીપીને કંટ્રોલ કરવા માટે આ ખોરાકને ડાયટમાં સામેલ કરો

હાઈ બીપીને કંટ્રોલ કરવા માટે બીટરૂટનું સેવન સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. બીટમાં પોટેશિયમ અને નાઈટ્રિક ઓક્સાઈડ ભરપૂર હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે ખૂબ જ જરૂરી છે. નાઈટ્રિક ઑકસાઈડ એક એવો પરમાણુ છે, જે સમગ્ર શરીરમાં રક્ત પરિભ્રમણની પ્રક્રિયાને જાળવવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં તેનું સેવન તમારા શરીર માટે સારું છે. તમે બીટરૂટને સલાડ તરીકે ખાઈ શકો છો અથવા તેના રસને તમારા રોજિંદા આહારનો ભાગ બનાવી શકો છો.

Advertisment

લસણ

હાઈ બીપીના દર્દીઓ માટે લસણનું સેવન વરદાનથી ઓછું નથી. ઘણા આરોગ્ય અહેવાલો સૂચવે છે કે બ્લડ થિનર તરીકે કામ કરે છે. આવી સ્થિતિમાં, ખાસ કરીને ઠંડા હવામાનમાં તેને ખાવાથી લોહી ગંઠાવાથી અટકે છે. તેથી હાઈ બીપીથી પીડિત લોકોએ લસણનું સેવન કરવું જોઈએ. તે જ્ઞાનતંતુઓના (નશોના સ્ટ્રેસ) તણાવને ઘટાડે છે, જેના કારણે હૃદય સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થઈ શકે છે.

ગાજર

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ ગાજરનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગાજર પોટેશિયમથી ભરપૂર હોય છે, જે બીપીને કંટ્રોલમાં રાખે છે. આ ઉપરાંત, તે રક્તવાહિનીઓ અને ધમનીઓમાં તણાવને ઘટાડવામાં પણ મદદ કરે છે.

આ પણ વાંચો : Winter Diet : જો તમે શિયાળામાં દરરોજ દહીં ખાઓ તો તમારા શરીર પર શું થાય છે? એક્સપર્ટે કહ્યું..

પાંદડાવાળા ગ્રીન્સ

આ સિવાય સાગ પણ પોટેશિયમ અને નાઈટ્રિક ઑક્સાઈડનો ઉત્તમ સ્ત્રોત છે. આવી સ્થિતિમાં પાલક, બથુઆ, સરસવ વગેરેને આહારનો ભાગ બનાવવાથી પણ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips