/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/winterhealth-tips.jpg)
Winter Health Tips : શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવાના આટલા છે નુકસાન
Winter Health Tips : શિયાળા (Winter) ની કડકડતી ઠંડીમાં સ્નાન કરવુંએ જંગ સમાન કામ ગણી શકાય છે અને તેમાં પણ ઠંડા પાણીએ ન્હાવું એ વિચાર માત્ર કમકમાટી છુટાવી દે તેવો હોય છે. મોટાભાગના લોકો શિયાળામાં ગરમ પાણીનો ઉપયોગ કરીને સ્નાન કરતા હોય છે. તેમાં પણ અમુક લોકો વધુ પડતું ગરમ પાણીનો ન્હાવા માટે ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ શિયાળામાં ગરમ પાણીથી નહાતી વેળાએ અમુક ચીજોનું ધ્યાન રાખવું ખૂબ અનિવાર્ય છે. નહીં તો શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
નિષ્ણાંતોના દાવા પ્રમાણે, શિયાળાની ઋતુ દરમિયાન લાંબો સમય સુધી તમે ગરમ પાણીથી સ્નાન કરો છો તો તે હેલ્થ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. માત્ર શરીર જ નહીં પરંતુ મગજ અને શરીર એમ બંને પર તેમની પ્રતિકૂળ અસર પડી શકે છે. ગરમ પાણી કેરાટીન સ્કીન સેલ્સને ડેમેજ કરી શકે છે. પરિણામે સ્કિનમાં ખંજવાળ આવવા સહિતની સમસ્યા ઊભી થઈ શકે છે. જેથી હુંફાળા ગરમ પાણીથી નહાવું જોઈએ.
ગરમ પાણીથી નાહ્યા બાદ શરીરમાં સુસ્તી પણ બની શકે છે. કારણ કે ગરમ પાણીથી સ્નાન કર્યા પછી શરીર રિલેક્સ મોડમાં આવી જાય છે અને ઊંઘ આવવા સહિતની સમસ્યા માથું ઉચકી શકે છે. જેથી તમે દિવસભર ઉર્જા વગરનું શરીર મહેસુસ કરી શકો છો. વધુમાં ગરમ પાણીથી ન્હાવાથી વાળને સૌથી વધુ નુકસાન થઈ શકે છે. ગરમ પાણી વાળને ડેમેજ કરી શકે છે અને વાળ જીવ વગરના થઈ શકે છે.
આ ઉપરાંત શિયાળાની ઠંડીથી બચવા શરીર પર વધુ ગરમ કપડાં પણ પહેરવા જોઈએ નહીં. આવું કરવાથી તમારું શરીર ઓવરહિટનો શિકાર બની શકે છે. જ્યારે માણસને ઠંડી લાગે છે ત્યારે તે ઇમ્યુન સિસ્ટમ વાઈટ બ્લડ સેલ બને છે. જે ઇન્ફેક્શન અને બીમારીઓથી બચાવે છે. તેવામાં શરીર ઓવરિટ થયા બાદ ઇમ્યુન પોતાનું કામ સારી રીતે કરી શકતું નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us