/indian-express-gujarati/media/media_files/2026/01/29/winter-liver-care-and-digestion-2026-01-29-14-01-21.jpg)
શિયાળામાં લિવર અને પાચનતંત્રની સંભાળ કેવી રીતે રાખવી?
Winter Health Tips: શિયાળાની કડકડતી ઠંડી માત્ર શરદી-કફ જ નહીં, પણ આપણા પાચનતંત્ર (Digestive System) પર પણ અસર કરે છે. ઠંડીના દિવસોમાં શારીરિક પ્રવૃત્તિ ઓછી થવી અને ભારે ખોરાક લેવાથી ઘણીવાર પેટમાં ભાર લાગવો, ઝીણો દુખાવો થવો કે મોઢામાં કડવાશ આવવી જેવી સમસ્યાઓ જોવા મળે છે. જો તમે "પેટનં ભારેપણું દૂર કરવાના ઉપાય" સર્ચ કરી રહ્યા છો, તો આ લેખમાં તમને તમામ ઉકેલ મળશે.
શિયાળામાં પાચન બગડવાના અને લિવર પર સોજાના કારણો
શિયાળો આમ તો સ્વાસ્થ્ય અને હેલ્ધી જીવનશૈલી માટે બેસ્ટ માનવામાં આવે છે. પરંતુ ઠંડીમાં તાપમાન ઘટવાને કારણે શરીરની મેટાબોલિઝમ પ્રક્રિયા ધીમી પડી જાય છે. જેના કારણે કેટલીક સમસ્યાઓ થઇ શકે છે. જેના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે:
ઉબકા આવવા (Nausea): ખોરાક બરાબર ન પચવાને કારણે પિત્ત વધે છે.
મોઢામાં કડવાશ: લિવર પર ભાર વધવાથી અથવા એસિડ રિફ્લક્સને કારણે સ્વાદ બગડે છે.
બેચેની અને પેટમાં દુખાવો: ગેસ અથવા વાયરલ ઇન્ફેક્શન (Stomach Flu) આનું કારણ હોઈ શકે છે.
લિવર અને પાચન સુધારવા માટેના ઘરગથ્થુ ઉપાયો (Home Remedies for Liver & Digestion)
રસોડામાં હાજર વસ્તુઓ તમારી આ સમસ્યા દૂર કરી શકે છે. હૂંફાળું પાણી અને આદુ (Ginger and Warm Water): આદુ પાચન માટે વરદાન સમાન છે. સવારે નવશેકા પાણીમાં આદુનો રસ લેવાથી ઉબકા અને પેટનો દુખાવો મટે છે.
- અજમો અને સંચળ (Ajwain for Gas): જો પેટ ભારે લાગતું હોય, તો અજમો અને સંચળ લેવાથી ગેસમાં ત્વરિત રાહત મળે છે.
- ધાણા-જીરું પાણી (Detox Water): પિત્ત અને મોઢાની કડવાશ દૂર કરવા માટે ધાણા-જીરુંનું પાણી સર્વશ્રેષ્ઠ Detox Drink છે.
- હળવો ખોરાક (Light Diet): શિયાળામાં તેલવાળું ખાવાને બદલે મગની દાળની ખીચડી અને બાફેલી શાકભાજી લેવાનું રાખો.
ક્યારે સાવધ થવું? (When to Consult a Doctor)
ઘણીવાર સામાન્ય લાગતા લક્ષણો મોટી બીમારીના સંકેત હોઈ શકે છે. જો તમને નીચેના લક્ષણો દેખાય, તો તેને અવગણશો નહીં અને સત્વરે નિષ્ણાંત તબીબની સલાહ લેવી જરુરી છે.
- પેશાબ અને આંખોમાં પીળાશ (કમળાના લક્ષણો - Jaundice Symptoms).
- સતત પેટના જમણી બાજુના ભાગમાં દુખાવો.
- ભારે નબળાઈ અને સતત ઉલટી થવી.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/29/winter-liver-care-and-digestion-tips-2026-01-29-14-18-58.jpg)
શિયાળામાં પાચન વિશે આ જાણવું જરુરી
મોઢામાં કડવાશ આવવાનું કારણ શું છે?
પાચન બગડવું, એસિડિટી અથવા લિવરમાં ગરબડ હોવાથી મોઢામાં કડવાશ (Bitter taste in mouth) આવી શકે છે.
શિયાળામાં પેટમાં ગેસ કેમ વધુ થાય છે?
ઠંડીમાં શારીરિક પ્રવૃત્તિ ઘટવાથી અને ઓછું પાણી પીવાથી પાચનક્રિયા ધીમી પડે છે, જે ગેસનું કારણ બને છે.
લિવર સાફ કરવા માટે શું ખાવું જોઈએ?
લસણ, હળદર, લીલા પાંદડાવાળા શાકભાજી અને પૂરતા પ્રમાણમાં પાણી લિવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો | ફેટી લીવરથી મળશે છુટકારો, તમારે માત્ર આ ત્રણ ભૂલો સુધારવાની જરૂર છે
ડિસ્ક્લેમર: આ લેખ ઉપલબ્ધ વિગતોને આધારે માત્ર માહિતી હેતુ માટે છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યા માટે તબીબની સલાહ લેવી જરુરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us