શિયાળામાં સ્કિન રહેશે કોમળ, ડ્રાય નહીં થાય, માત્ર આ ટિપ્સ અપનાવો

લાઇફ સ્ટાઇલ | ઠંડી ઋતુમાં આપડી સ્કિન ડ્રાય થવાની સમસ્યા ખુબજ વધી જાય છે, ઘણી મોંઘી પ્રોડક્ટસ, મોસ્ચ્યુરાઇઝરનો ઉપયોગ કરવા છતાં સ્કિનમાં ફરક પડતો નથી, પરંતુ તમે ટિપ્સ અપનાવશો તો થશે બમણા ફાયદા!

લાઇફ સ્ટાઇલ | ઠંડી ઋતુમાં આપડી સ્કિન ડ્રાય થવાની સમસ્યા ખુબજ વધી જાય છે, ઘણી મોંઘી પ્રોડક્ટસ, મોસ્ચ્યુરાઇઝરનો ઉપયોગ કરવા છતાં સ્કિનમાં ફરક પડતો નથી, પરંતુ તમે ટિપ્સ અપનાવશો તો થશે બમણા ફાયદા!

author-image
shivani chauhan
New Update
Winter Skin Care Tips in gujarati

શિયાળામાં સ્કિન કેર ટિપ્સ બ્યુટી ટિપ્સ જીવનશૈલી ત્વચા માટે કેળા અને વેસેલિનનો ઉપયોગ। Winter Skin Care Tips secret with Banana Vaseline benefits in gujarati Photograph: (Freepik)

Beauty Tips In Gujarati | ઠંડીની સિઝનમાં સામાન્ય રીતે સ્કિન સૂકી થઇ જાય છે. ડ્રાય સ્કિનની સમસ્યા મોટાભાગનાં લોકોને હોય છે. આ માટે ઠંડીમાં સ્કિનની કેર વધારે કરવી પડે છે. ડ્રાય સ્કિનને કોમળ બનાવવા માટે લોકો જાતજાતની ક્રીમનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ બધી વસ્તુઓમાં કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ વધારે થાય છે જેના કારણે સ્કિનને લાંબા ગાળે નુકસાન થઇ શકે છે. આમ, તમારી સ્કિન ઠંડીમાં ડ્રાય વધારે થઇ જાય છે તો તમે આ નુસખા અજમાવો.

Advertisment

વિન્ટર સ્કિન કેર ટિપ્સ (Winter Skin Care Tips) 

કેળા અને વેસેલિનનો ઉપયોગ : ઠંડીમાં તમારી સ્કિન ડ્રાય થઇ જાય છે તો તમે કેળા અને વેસેલિનનો ઉપયોગ કરી શકો છો. આ બન્ને વસ્તુ તમારી સ્કિનને સ્મૂધ બનાવવાનું કામ કરે છે. કેળા અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે જે સ્કિનને કોમળ બનાવવાનું કામ કરે છે. આ સાથે તમારી સ્કિનને મોઇસ્યુરાઇઝર કરે છે. આ સાથે વેસેલિન તમારી ત્વચાનું પ્રોટેક્ટિવ લેયર બનાવી રાખવામાં મદદ કરે છે.

કેળા અને વેસેલિન કેવી રીતે લગાવશો?

એ જાણવું ખૂબ જરૂરી છે. આ માટે એક બાઉલમાં અડધું કેળું લો અને છીણી લો. ત્યારબાદ વેસેલિન અને એક ચમચી મધ મિક્સ કરો. પછી આ મિશ્રણ ચહેરા પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ નોર્મલ પાણીથી હેર વોશ કરો.

આ તમારી સ્કિનને અંદરથી કોમળ બનાવવાનું કામ કરે છે. આ ત્વચાને ક્લિન કરવાનું કામ કરે છે. આમ, તમારી સ્કિન ડ્રાય વધારે રહે છે તો તમે આ મિશ્રણ ફેસ પર એપ્લાય કરી શકો છો, જેનાથી સ્કિન મુલાયમ અને ચમકદાર બને છે. આ મિશ્રણ ડ્રાય સ્કિનમાંથી છુટકારો અપાવી શકે છે.

Advertisment

તમારી સ્કિન ડ્રાય વધારે છે તો તમે ઠંડીમાં ગુલાબજળ પણ સ્કિન પર એપ્લાય કરી શકો છો. ગુલાબજળમાં ગ્લિસરીન મિક્સ કરો છો તો વધારે ફાયદો થાય છે. આ બન્ને વસ્તુ એવી છે જે તમને સરળતાથી બજારમાં મળી જાય છે. આ તમે રાત્રે લગાવીને સૂઇ જાવો છો તો વધારે ફાયદો થાય છે.

beauty tips