/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/amla-and-jaggery-chutney-recipe.jpg)
આ ખાસ રેસીપી પ્રખ્યાત શેફ મેઘના કામદારે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. (P.C- @meghnasfoodmagic/Instagram)
Amla And Jaggery Chutney Recipe : આપણે ભારતીયો ચટણી ખૂબ જ પ્રેમથી જમીએ છીએ. તે સાદા ખોરાકનો સ્વાદ પણ બે ગણો વધારવાનું કામ કરે છે. હવે તમે ધાણા અને ફુદીનાની ચટણી તો બહુ ખાધી જ હશે. પરંતુ હવે અમે તમારા માટે આમળા-ગોળની ચટણી બનાવવાની રેસીપી લઇને આવ્યા છીએ.
ગોળ અને આમળા બંને શિયાળાના સુપરફૂડ છે, જે તમને સાથે મળીને ઘણા ફાયદા આપે છે. આવી સ્થિતિમાં સ્વાદ સિવાય આમળા અને ગોળની ચટણી ખાવી પણ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બને છે. અહીં અમે તમારા માટે આ હેલ્ધી અને સ્વાદિષ્ટ ચટણી બનાવવાની એક સરળ રેસીપી લાવ્યા છીએ. આ ખાસ રેસીપી પ્રખ્યાત શેફ મેઘના કામદારે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. આવો જાણીએ આમળા-ગોળની ખાટી-મીઠી ચટણી બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત.
તમારે આ વસ્તુઓની જરૂર પડશે
- ચટણી બનાવવા માટે તમારે 1/2 કિલો આમળાની જરૂર પડે છે.
- 1 મોટી ચમચી તેલ
- થોડા મેથીના દાણા
- કલૌંજી
- જીરું
- કાળી રાઈ
- વરિયાળીના બીજ
- 1 ચમચી કોથમીરના બીજ
- થોડી હીંગ
- 1/2 કપ ગોળ
- લાલ મરચાંનો પાવડર
- હળદરનો પાવડર
- કોથમીર
- બ્લેક મીઠું
- આદુ
આ પણ વાંચો - ફ્રિજ ઉપર આ 5 વસ્તુઓને ક્યારેય ન રાખો, આર્થિક તંગી સહિત થઇ શકે આવા નુકસાન
ગોળ-આમળાની ચટણી કેવી રીતે બનાવશો?
- આ માટે સૌ પ્રથમ આમળાને સારી રીતે ધોઈને સાફ કરો અને પછી આમળા નરમ ન થાય ત્યાં સુધી તેને બાફી લો.
- જ્યારે આમળા નરમ થઈ જાય, ત્યારે તેના નાના-નાના ટુકડા કરી બીજ કાઢી લો.
- હવે એક કડાઈમાં 1 મોટી ચમચી તેલ નાખીને ગરમ કરો.
- કડાઇમાં મેથીના દાણા, કલૌંજી, જીરું, કાળી રઇ અને વરિયાળીના થોડી માત્રામાં ઉમેરી સારી રીતે હલાવો.
- આ પછી તેમાં 1 ચમચી આખા ધાણાના દાણા અને થોડી હીંગ નાખીને બધુ મિક્સ કરી લો.
- જ્યારે બધા મસાલા હલકા શેકાઈ જાય ત્યારે કડાઇમાં આમળા નાખીને 5 મિનિટ સુધી સારી રીતે શેકી લો.
- આમ કર્યા પછી તેમાં 1/2 કપ ગોળ નાખીને બધું બરાબર પકાવી લો.
- આ મિશ્રણને તમારે મધ્યમ આંચ પર ત્યાં સુધી રાંધવું પડશે જ્યાં સુધી ગોળ પીગળી ન જાય અને મિશ્રણ થોડું જાડું ન થઈ જાય.
- જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે તેને ધીમા તાપે રાખો અને પછી સ્વાદ અનુસાર કડાઇમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા પાવડર અને બ્લેક મીઠું ઉમેરો.
- આ પછી કડાઇમાં થોડું આદુ ઉમેરો અને પછી બધી સામગ્રીને મિક્સ કરો.
- આમ કર્યા બાદ તૈયાર થઈ જશે સ્વાદમાં લાજવાબ ખાટી-મીઠી આમળાની ચટણી. તમે તેને રોટલી, પરાઠા, ભાત, કોઈપણ વસ્તુ સાથે ખાઈ શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us