/indian-express-gujarati/media/media_files/2025/12/29/gond-ke-laddu-recipe-2025-12-29-16-35-44.jpg)
બાબા રામદેવ પાસેથી ગુંદરના લાડુ બનાવવાની રીત શીખો Photograph: (@yogrishiramdev)
Gond Laddu Recipe : બદલાતી ઋતુમાં ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. આમ પણ શિયાળામાં એવા ડાયેટની સલાહ આપવામાં આવે છે જે શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે. શિયાળાની ઠંડીમાં લોકો ઘણા પ્રકારના લાડુનું સેવન કરે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
યોગ ગુરુ બાબા રામદેવે પણ શિયાળામાં સેવન માટે એક ખાસ પ્રકારના લાડુ બનાવવાની રેસીપી વિશે જણાવ્યું છે, જે શરીરને અંદરથી ગરમ રાખે છે. તેમણે તેમના એક્સ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ગુંદરના લાડુ બનાવવાની રીત વિશે જણાવી રહ્યા છે. બાબા રામદેવના જણાવ્યા મુજબ ગુંદરના લાડુ ડ્રાય ફુટ્સ સાથે અન્ય વસ્તુઓમાંથી પણ બનાવવામાં આવે છે.
ગુંદરના લાડુ બનાવવા માટેની સામગ્રી
ગાયનું ઘી - 1 કપ
ગુંદર - 2 કપ
લોટ- 1 કપ
બેસન - 1 કપ
ડ્રાય ફ્રૂટ્સ
બાબા રામદેવ પાસેથી ગુંદરના લાડુ બનાવવાની રેસીપી શીખો
સ્ટેપ 1
ગુંદરના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ પેનમાં ઘી ઉમેરો અને તેને સારી રીતે ગરમ કરો. જ્યારે ઘી ગરમ થાય ત્યારે તેમાં ખાવાનો ગુંદર ઉમેરો. હવે ધીમા આંચ પર ગુંદર હલાવતા રહો. થોડા જ સમયમાં ગુંદર ફુલીને ક્રિસ્પી થઈ જશે, જે પછી તેને કાઢીને બાજુ પર રાખો.
घर में कैसे बनाएं दुनिया का सबसे अच्छा और सबसे सस्ता सुपर टॉनिक बलवर्धक गोंद का लड्डू #Health#HealthyFoods#Ayurvedapic.twitter.com/INdwMUbNpx
— स्वामी रामदेव (@yogrishiramdev) November 21, 2024
સ્ટેપ 2
હવે તે જ પેનમાં અથવા અલગ પેનમાં લોટ મેળવી સોનેરી થાય ત્યાં સુધી તળી લો. તેવી જ રીતે ચણાનો લોટ ધીમા તાપે શેકો. હવે એક કડાઇમાં લોટ, ચણાનો લોટ અને ગુંદર મેળવો અને સારી રીતે મિક્સ કરી લો.
આ પણ વાંચો - તમે પણ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો? ફોલો કરો બાબા રામદેવની આ 4 સલાહ
સ્ટેપ 3
હવે તેમાં સ્વાદ અનુસાર ખાંડ મેળવો અને મિશ્રણને સહેજ ઠંડું થવા દો. થોડા સમય પછી જ્યારે મિશ્રણ ઠંડુ થઈ જાય છે, ત્યારે તમે તેમાં મનપસંદ ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો. બાબા રામદેવના જણાવ્યા અનુસાર આ ગુંદરના લાડુનું લેવન હળદરના દૂધ અથવા શિલાજીત સાથે પણ કરી શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us