Dhaba style mixed veg paratha : દરેક વ્યક્તિને ઠંડીની સિઝનમાં ગરમાગરમ હોમમેઇડ પરોઠા ખાવાનું પસંદ હોય છે. જો તમને શિયાળામાં રેસ્ટોરન્ટ અથવા ઢાબામાં જવાનું મન ન થાય તો તમે ઝડપથી ઘરમાં રાખેલા શાકભાજીમાંથી સ્વાદિષ્ટ મિસ્ક વેજ પરોઠા બનાવી શકો છો. અહીં અમે તમારા માટે એવી રેસીપી લાવ્યા છીએ જેમાં તમે 5 થી 6 પ્રકારના શાકભાજી મિક્સ કરીને પરોઠા બનાવી શકો છો. તેનો સ્વાદ એટલો સ્વાદિષ્ટ હશે કે આંગળીઓ ચાટતા રહી જશો. અહીં અમે 6 શાકભાજી સાથે હોટ ટેસ્ટી મિક્સ વેજ પરોઠા ઢાબા સ્ટાઇલ બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ.
મિક્સ વેજ પરોઠા માટેની સામગ્રી
- લોટ – 100 ગ્રામ
- બાફેલા વટાણા – 1/2 કપ
- બાફેલા બટાકા – 1
- કોબીજ ઝીણી સમારેલી – 1
- ફુલાવર ઝીણું સમારેલું- 1 કપ
- છીણેલું ગાજર – 1
- ડુંગળી ઝીણી સમારેલી – 1
- આદુ છીણેલું – 1 ટુકડો
- જીરું – 1 ચમચી
- લાલ મરચાં – 1/2 ચમચી
- અજમો – 1 ચમચી
- લીલા મરચાં સમારેલા – 2
- મીઠું – સ્વાદ પ્રમાણે
- તેલ
ઘરે ઢાબા જેવા સ્વાદિષ્ટ મિક્સ વેજ પરોઠા કેવી રીતે બનાવવા?
મિક્સ્ડ વેજ પરોઠા બનાવવા માટે સૌ પ્રથમ કોબીજ, ગાજર, ફ્લાવર સહિતના તમામ શાકભાજીને પાણીથી ધોઈને સાફ કરો. ત્યારબાદ એક વાસણમાં પાણી લો અને તેને ગરમ કરવા માટે ગેસ પર મૂકો. તે પછી તેમાં શાકભાજી નાખો. એકવાર પાણી ઉકળ્યા પછી, ગેસ બંધ કરો. ત્યારબાદ ચાળણીની મદદથી પાણીને અલગ કરો. તે પછી લોટને ચાળી લો. તેમાં બાફેલા બટાકા, બાફેલા ગાજર, કોબીજ, ફ્લાવર વટાણા, ડુંગળી, લીલા મરચાં અને આદુ ઉમેરો અને તે બધાને સારી રીતે મેશ કરી લો.
આ પણ વાંચો – શિયાળામાં અળસીના લાડુ આ રીતે બનાવો, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે છે
તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. આ ઉપરાંત લાલ મરચું પાવડર, જીરું, અજમો ઉમેરો. આ પછી થોડું પાણી ઉમેરો અને નરમ લોટ તૈયાર કરી લો. તે પછી એક નોનસ્ટિક પેન અથવા તવો લો અને તેને ગરમ કરવા માટે ધીમા તાપ પર રાખો. ત્યારબાદ તેમાં તેલ ઉમેરી ફેલાવી દો. હવે લોટમાંથી લોઇયા બનાવો. પરાઠાને વણી લો. તવા પર મૂકી પરોઠાને શેકી લો. આ રીતે તમારો ટેસ્ટી મિક્સ વેજ પરોઠા તૈયાર થઇ જશે. તેને દહીં સાથે સર્વ કરો.





