Amla Laddu Recipe & Benefits : આમળા શિયાળાનું સૂપરફૂડ કહેવાય છે. વિટામીન સી સહિત વિવિધ પોષક તત્વોથી ભરપૂર આમળાનું સેવન ત્વચા થી લઇ વાળ અને સંપૂર્ણ શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આમળાનું સેવન રસ બનાવી, મુરબ્બો, ચટણી બનાવી, સલાડમાં, પાણીમાં પલાળી અને વિવિધ વાનગી બનાવી કરી શકાય છે. ઘણા લોકોને આમળાનો ખાટો તુરો સ્વાદ પસંદ ગરમો નથી. આવી સ્થિતિમાં તમે આમળાના લાડુ બનાવી ખાઇ શકાય છે. આમળાના લાડુ શક્તિવર્ધક હોય છે જે શરીરને અંદરથી મજબૂત કરે છે. જાણો આમળા લાડુ બનાવવાની રીત
આમળા લાડુ બનાવવા માટે સામગ્રી
- આમળા : 10 – 12 નંગ
- દેશી ઘી : 4 ચમચી
- ગોળ : 1 વાટકી
- ડ્રાયફ્રૂટ્સ : 1 વાટકી
- એલચી પાઉડ : 2 ચમચી
- કોપરાની છીણ : 1 વાટકી
Amla Ladoo Recipe : આમળા લાડુ બનાવવાની રીત
- આમળા લાડુ બનાવવા માટે સૌ પ્રથમ તાજા આમળા પાણીમાં સારી રીતે ધોઇ સાફ કરી દો.
- આમળાને ખમણી પર ઘસીને છીણ બનાવી લો. અથવા વરાળમાં આમળા બાફી પણ શકાય છે.
- ગેસ ચાલુ કરી એક કઢાઈમાં દેશી ઘી ઓગાળો.
- તેમા આમળાની છીણ ઉમેરી, તેને મધ્યમ તાપે પકવો, જ્યાં સુધી તેનું પાણી બળી ન જાય.
- હવે તેમા ગોળ નાંખીને પકવવા દો. આમળા અને ગોળ બરાબર રંધાઇ ન જાય ત્યાં સુધી સતત હલાવતા રહો
- આ મિશ્રણ બરાબર રંધાઇ પછી તેમા એલચી પાઉડર અને ડ્રાયફૂટ્સના ટુકડા ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો
- હવે હાથ વડે તેના ગોળ લાડુ બનાવો. ઉપરાંત તેને મોહનથાળ જેમ જમાવી પણ શકાય છે.
- આમળા લાડુ પર કોપરાની છીણ ભભરાવો. તેનાથી લાડુનો સ્વાદ વધી જાય છે.
- આ રીતે ઘરે બનાવેલા શક્તિવર્ધક આમળા લાડુ 8 થી 10 દિવસ સુધી ફ્રેશ રહે છે.
આ પણ વાંચો | બાજરી ખીચડી શિયાળામાં શરીરને ગરમ રાખશે, આ રીતે ઘરે બનાવો પૌષ્ટિક વાનગી
Amla Laddu Benefits : આમળા લાડુ ખાવાના ફાયદા
- આમળામાં વિટામીન સી ભરપૂર હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
- આમળામાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે ત્વચા અને વાળ માટે ફાયદાકારક હોય છે.
- આમળામાં રહેલું ફાઇબર પાચનને સુધારે છે અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે.
- ગોળ ગરમ હોય છે, જે શરીરને એનર્જી આપે છે અને ઠંડીથી બચાવે છે.
- આમળામાં રહેલું એન્ટીઓક્સિડન્ટ્સ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.





