Lasooni Bajra Roti Churma Recipe In Gujarati : શિયાળામાં શરીરને સ્વસ્થય રાખવા શક્તિવર્ધક આહારનું સેવન કરવામાં આવે છે. અહીં એક સસ્તી અને સરળ શક્તિવર્ધક વાનગી લસણિયું ચુરમુ બનાવવાની રેસીપી આપી છે. લસણિયું ચુરમુ એક વિસરાતી વાનગી છે. જે ઘરેમાં રહેલી માત્ર 4 વસ્તુ માંથી ફક્ત 10 મિનિટમાં બન જાય છે. આ વાનગી નાના બાળકથી લઇ મોટા વ્યક્તિને પણ ખાવી ગમશે. બાજરીના રોટલા સાથે દેશી ગોળ અને લીલા લસણ માંથી બનેલું લસણિયું ચુરમુ ખાવાથી શિયાળામાં શરીરને ગરમી મળે છે.
લસણિયું ચુરમુ બનાવવા માટે સામ્રગ્રી
- બાજરીનો લોટ – 2 કપ
- દેશી ગોળ – 1/2 કાપ
- દેશી ઘી – 1 કપ
- લીલું લસણ – 1 કપ
લસણિયું ચુરમુ બનાવવાની રીત
લસણિયું ચુરમુ બનાવવા માટે સૌથી પહેલા બાજરીનો રોટલો બનાવો. તેની માટે એક વાસણમાં બાજરીનો લોટ લો. પછી તેમા પાણી ઉમેરી બાજરીનો લોટ બાંધો. તેમાથી બાજરીનો રોટલો બનાવી માટીની તાવડી પડી શેકો.
હવે હાથ વડે એક વાટકીમાં ગરમાગરમ બાજરીના રોટલાના નાના નાના ટુકડા કરી ચોળી લો. પછી તેમા દેશી ગોળનો ભુક્કો નાંખો. ત્યાર બાદ તેમા ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરો.
આ પણ વાંચો | મોંઘા ડ્રાયફૂટ્સના બદલે ઘરે બનાવો બાજરી સુખડી, શિયાળાની ઠંડીમાં શરીરને આપશે ગરમી
છેલ્લે તેમા ગરમ દેશી ઘી ઉમેરો, પછી હાથ વડે બધી સામગ્રી બરાબર મિક્સ કરો. તમે સ્વાદ માટે ચુરમામાં એલચી પાઉડર અને કાજુ દ્રાક્ષ પણ ઉમેરી શકાય છે. ફટાફટ બની જતા લસણિયું ચુરમામાં બાજરી, ગોળ અને લીલું લસણ હોય છે જે શરીરને પોષણ અને ગરમી આપે છે.





