Winter Special Gond Pak Recipe : શિયાળામાં વિવિધ પ્રકારના વસાણા ખાવામાં આવે છે. ડ્રાયફૂટ્સ, ઘી અને વિવિધ જડીબુટ્ટીથી ભરપૂર આ વસાણા શરીરને સ્વસ્થ રાખે છે અને મજબૂત બનાવે છે. શિયાળાના વસાણાંમાં ગુંદર પાક સૌથી વધુ ખવાય છે. આ વસાણામાં ગુંદર, ગોળ, ઘી અને સુકામેવા હોય છે, જે શરીરને મજબૂત બનાવે છે તેમજ હાકડાંના સાંધા અને કમરના દુખાવામાં રાહત આપે છે. અહીં ઘરે ગુંદર પાક બનાવવાની સરળ રીત જણાવી છે.
Gond Pak Recipe : ગુંદર પાક રેસીપી
ગુંદર – 260 ગ્રામઘી – 500 ગ્રામગોળ – 250 ગ્રામઅડદ દાળ કે ઘઉંનો જાડો લોટ – 250 ગ્રામબદામ – 100 ગ્રામકાજુ – 100 ગ્રામસુકી દ્રાક્ષ – 100 ગ્રામકોપરાની છીણ – 200 ગ્રામઅખરોટ – 100 ગ્રામસુંઠ પાઉડર – 50 ગ્રામગંઠોડા પાઉડર – 50 ગ્રામખસખસ – 10 ગ્રામ
Gond Pak Recipe In Gujarati : ગુંદર પાક બનાવવાની રીત
ડ્રાયફ્રૂટ્સન મસાલો તૈયાર કરો
શિયાળામાં ખાવામાં આવતા વસાણામાં ગુંદર પાક સૌથી વધુ લોકપ્રિય છે. ગુંદર પાક બનાવવા માટે સૌથી પહેલા બદામ, કાજુ, અખરોટ, સુકી દ્રાક્ષના બારીક ટુકડા કરી લો. ખમણી પર ધસીને કોપરાની છીણ બનાવો. ગુંદર પાકમાં તમે ઘઉંનો જાડો લોટ કે અડદ દાળનો લોટ ઉમેરી શકાય છે. ઘઉં કરતા અડદ દાળનો લોટ વધુ ફાયદાકારક હોય છે.
ગુંદર ઘીમાં તળો
ગેસ ચાલુ કરી એક કઢાઇમાં ઘી ઓગાળો. પછી તેમા ગુંદરને તળી લો. ઘીમાં તળવાથી ગુંદર ફુલશે. તળેલા ગુંદરને મિક્સર જારમાં પીસીને કરકરો પાઉડર બનાવી લો. ઘીમાં તળેલા ગુંદર ખાતી વખતે દાંતમાં ચોટી જતા નથી અને સ્વાદ પણ સારો આવે છે.
ઘીમાં લોટ શેકો
હવે આ જ ઘીમા અડદ દાળ કે ઘઉંનો જોડા લોટ શેકો. લોટ બ્રાઉન થાય અને સુગંઘ આવે ત્યાં સુધી શેકવો.
આ પણ વાંચો | શિયાળીની શક્તિવર્ધક વાનગી લસણિયું ચુરમુ રેસીપી, માત્ર 4 ચીજ થી 10 મિનિટમાં બની જશે
ગોળનો પાયો બનાવો
ગેસ ચાલુ કરી એક કઢાઇમાં ઘી ઓગાળો. તેમા દેશી ગોળ ઉમેરો. ગોળના છીણા છીણા ટુકડા કરવાથી તે ઝડપથી ઓગળવા લાગશે. ગોળમાં સહેજ ફિણ જેવું આવવા લાગે ત્યારે ગેસ બંધ કરો. હવે ગોળના ગરમ પાયામાં શેકેલો લોટ, ગુંદર પાઉડર, બધા ડ્રાયફૂ્ટસ, ખસખસ વગેરે ઉમેરી સારી રીતે મિક્સ કરો. હવે હાથ વડે ગોળ ગોળ લાડુ પણ બનાવી શકાય છે. તેમ થાળીમાં ઘી લગાવી તેના ચોરસ પીસ પણ બનાવી શકાય છે. આ રીતે ઘરે શિયાળા માટે સરળતાથી ગુંદર પાક તૈયાર થઇ જશે.





