/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Ringan-Valor-Shaak-Recipe.jpg)
Papdi Ringan Nu Shaak Recipe : પાપડી રીંગણનું શાક બનાવવાની રીત. (Photo: Nehascookbook.com)
Ringan Valor Papdi Nu Shaak Recipe In Gujarati : ઉંધિયું ગુજરાતની પ્રખ્યાત વાનગી છે. જેમા ઘણા બધા લીલા શાકભાજીનો ઉપયોગ થાય છે. અહીં સુરતી સ્ટાઇલ મિનિ ઉંધિયું જેવું રીંગણ વાલોરનું શાક બનાવવાની રેસીપી આપી છે. આ ચટાકેદાર શાકનો સ્વાદ ઉંધિયા જેવો હોય છે. નાના રીંગણ અને વાલોરનું શાક સરળતાથી બની જાય છે. ચાલો જાણીયે ચટાકેદાર મિનિ ઉંધિયું જેવું રીંગણ વાલોરનું શાક બનાવવાન રીત.
Ringan Valor Nu Shaak Recipe : રીંગણ વાલોરનું શાક બનાવવા માટે સામગ્રી
- દેશી વાલોર : 250 ગ્રામ
- રીંગણ નાના : 10 થી 12 નંગ
- વટાણા : 1/4 વાટકી
- લીલી તુવેરના દાણા : 1/4 વાટકી
- તેલ : 7 - 8 ચમચી
- અજમો : 1 ચમચી
- હિંગ : 1/2 ચમચી
- હળદર : 2 ચમચી
- લીલા મરચા : 2- 3 નંગ
- આદુ : 1 નાનો ટુકડો
- લીલી લસણ : 1/4 વાટકી
- લીલું કોથમીર : 1/4 વાટકી
- ચવાણું : 1/2 વાટકી
- જીરું : 1 ચમચી
- મીઠા લીમડાના પાન : 4 - 5 નંગ
- તમાલ પત્ર : 1 નંગ
- સુકા લાલ મરચા : 2 નંગ
- લાલ મરચું પાઉડર : 2 નંગ
- ગરમ મસાલો : 2 નંગ
- ધાણા જીરું પાઉડર : 2 નંગ
- ટામેટાની પ્યુરી : 1/2 વાટકી
- મીઠું : સ્વાદ અનુસાર
- ગોળ : 1/2 ચમચી
- લીબુંનો રસ : 1 ચમચી
Papdi Ringan Nu Shaak Recipe : પાપડી રીંગણનું શાક બનાવવાની રીત
સુરતી સ્ટાઇલ મિનિ ઊંધિયું જેવું રીંગણ વાલોરનું શાક બનાવવા માટે સૌ પ્રથમ રીંગણ અને વાલોરને સારી રીતે પાણીમાં ધોઇ લો. રીંગણમાં વચ્ચે કાપ મારી સુકો મસાલો ફરી લો. એક વાટકીમાં સુકા મસાલા માટે લાલ મરચું, હળદર, ધાણા અને ગરમ મસાલો પાઉડર અને મીઠું મિક્સ કરો. આ મસાલો રીંગણમાં વચ્ચે ભરી લો. વાલોર છોલી નાના નાના ટુકડા કરી લો.
હવે પ્રેશર કુકરમાં 2 થી 3 ચમચી તેલ ગરમ કરો. તેમા 1 ચમચી અજમો અને હળદર પાઉડર ઉમેરો. તેનાથી વાલોર સરળતાથી પચી જાય છે. તેમા મસાલા વાળા રીંગણ, વાલોર, વટાણા અને લીલી તુવેરના દાણા નાંખી મિક્સ કરો. તેમા અડધો કપ પાણી ઉમેરી 2 સીટ સુધી બાફો. આ દરમિયાન રીંગણ વાલોરના શાક માટે ખાસ મસાલો બનાવવા માટે લીલા મરચા, આદુ, લીલું લસણ અને ચણાવું મિક્સર જારમાં નાંખી પેસ્ટ બનાવો.
હવે એક કઢાઈમાં 3 થી 4 ચમચી તેલ ગરમ કરો. તેમા જીરું, મીઠા લીમડાના પાન, તમાલ પત્ર અને સુકા લાલા મરચાનો તડકો લગાવો. પછી શાકનો મસાલો તેલમાં 2 થી 3 મિનિટ સુધી સાંતળો. મસાલામાં તેલ છુંટુ પડે ત્યારે લાલ મરચું, હળદર, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી મસાલાને સાંતલી લો. પછી તેમા ટામેટાની પ્યુરી અને અડધો કપ પાણી ઉમેરી મસાલાને ગેસ પર ધીમા તાપે 2 થી 3 મિનિટ સુધી પકવવા દો.
આ પણ વાંચો | શિયાળામાં બટેટા વડા નહીં લીલી તુવેર વડા બનાવો, ખજૂરની ચટણી સાથે ખાવાની મજા પડશે
હવે તેમા બાફેલા રીંગણ અને વાલોર ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરો, જેથી શાકભાજીમાં મસાલાનો સ્વાદ આવી જાય. કઢાઇમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરો. પછી કઢાઇને ઢાંકી સબ્જીને 5 થી 7 મિનિટ પકવવા દો. હવે અડધો ચમચી ગોળ અને લીંબુનો રસ ઉમેરો અને શાકને 1 - 2 મિનિટ પકાવવા દો. છેલ્લે લીલા કોથમીરના પાન ઉમેરો. ગરમાગરમ ચટાકેદાર રીંગણ વાલોરનું શાક મિનિ ઉંધિંયું કહેવાય છે. રોટલી, પરાઠા, ભાખરી કે બાજરીના રોટલા સાથે ખાઇ શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us